GSTV

Corona: નર્સિંગહોમમાંથી ખરાબ ગંધ આવતાં પોલીસ બોલાવાઈ, અંદર જઈને જોયું તો ચારે બાજુ લાશો જ લાશો

corona

Last Updated on April 17, 2020 by Karan

અમેરિકામાં (America) કોરોના (Corona) પ્રભાવિત રાજ્યોમાં ન્યુયોર્ક પછી ન્યૂજર્સીનું નામ આવે છે. કોરોનાવાયરસના વધતા જતા કેસોને કારણે નર્સિંગ હોમ્સ, કેર હોમ્સ અને ઓલ્ડ એજ હોમ્સની સતત અવગણના કરવામાં આવે છે. ઇટાલી, સ્પેન અને બ્રિટનનાં કેર હોમ્સમાં સેંકડો મૃત્યુ નોંધાયા છે. આવો જ એક કિસ્સો હવે ન્યુજર્સીમાં સામે આવ્યો છે, જ્યાં અજાણ્યા શખ્સે નર્સિંગ હોમમાં ગંધ આવતી હોવાની પોલિસને જાણ કરી હતી. પોલિસે તાત્કાલિક નર્સિંગ હોમની તપાસ કરતા તો અંદર લાશોનો ઢગલો લાગ્યો હતો. આ નર્સિંગ હોમને ન્યુ જર્સીની સૌથી મોટી ખાનગી નર્સિંગ હોમ્સમાંનું એક માનવામાં આવે છે.

મળી આવ્યા આટલા બધા મૃતદેહો

પોલીસે જણાવ્યું છે કે આ નર્સિંગ હોમના મડદાઘરમાંથી તેઓને 18 મૃતદેહો મળી આવ્યા છે. ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, એક મૃતદેહ નર્સિંગ હોમમાં હતો જ્યારે 17 લાશને મડદાઘરમાં રાખવામાં આવી હતી. આ નર્સિંગ હોમના કોલ્ડસ્ટોરેજ રૂમમાં ફક્ત 4 મૃતદેહો રાખવાની સુવિધા છે, પરંતુ અહીં 17 મૃતદેહો કેમ રાખવામાં આવ્યા તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ વડા સી ડેલસને કહ્યું કે પ્રારંભિક તપાસમાં નર્સિંગ હોમ એડમિનિસ્ટ્રેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ મૃત્યુ કોરોનાથી થયા છે અને તેમની પાસે લાશને રાખવાની બીજી જગ્યા નથી અને બોડી બેગ પણ નથી.

corona

ન્યુ જર્સી પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના અન્ય કેર હોમ સુવિધા જેવી લાગે છે જ્યાં બેદરકારીના કારણે  68 લોકોનાં મોત થયાં હતાં, જેમાંથી 26 કોરોનાથી મરી ગયા અને બાકીનાની હજુ તપાસ ચાલી રહી છે. આ કેર હોમમાં કામ કરતી બે નર્સો પણ મૃત્યુ પામી છે. તેઓની પણ લાશ અહીંથી મળી આવી છે. આ કેર હોમમાંથી અન્ય 78 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

યુકેમાં કેર હોમ્સમના મૃત્યુ પર નથી અપાતું ધ્યાન

ગયા અઠવાડિયે, યુકે સરકારે આરોપ મૂક્યો હતો કે કેર હોમ્સની અવગણનાને કારણે ત્યાં રહેતા 6,000 થી વધુ લોકોની કોરોનાને કારણે મોત થયા છે. દરમિયાન, યુકે સરકારના ડેટામાં નર્સિંગ હોમ્સમાં થતા મૃત્યુનો સમાવેશ થતો નથી. કેરયુકેના ચીફ એક્ઝીકયુટિવ માર્ટિન ગ્રીનના  જણાવ્યા અનુસાર, કેર હોમ્સમાં થતા મૃત્યુ પર કોઈ ધ્યાન આપી રહ્યું નથી, બધાનું ધ્યાન એનએચએસ પર કેન્દ્રિત છે.

Read Also

Related posts

પાકિસ્તાનમાં હિંદુ મંદિર પર હુમલો, કટ્ટરપંથીઓના ટોળાએ મંદિરમાં આગ લગાવી મૂર્તિઓ ખંડિત કરી

Damini Patel

મંદિરમાં તોડફોડની ઘટના બાદ પાકિસ્તાન ભારતના વિરોધ સામે ઝુક્યું, PM ઇમરાન ખાને કહ્યું-ફરીથી બનાવીશું

Damini Patel

ઇડીએ ફ્લિપકાર્ટ ઇન્ડિયાને રૂ.10,000 કરોડની શો-કોઝ નોટિસ ફટકારી, અત્યારસુધીની આ સૌથી મોટી નોટિસ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!