GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

ભારતમાં કોરોના થયો અનલોક, 5 દિવસમાં 45 હજાર નવા પોઝીટીવ અને 1200થી વધુના મોત

અર્થ વ્યવસ્થાને વેગ આપવા અનલોક ભારત 1 માં કોરોનાએ પણ અનલોક કરી દીધું હોય તેમ છેલ્લા 5 દિવસમાં 45 હજારથી વધુ લોકોમાં કોરોનાનું સંક્રમણ થયું છે અને 1200થી વધારે લોકોના મોત થયા છે. ભારતમાં કોરોના મહામારીના આંક સતત વધી રહ્યા છે સાથે મોતની સંખ્યા પણ સતત વધી રહી છે. છેલ્લા પાંચ દિવસમાં એવરેજ 250 લોકોના મોત થઈ રહ્યા છે અને 9600થી વધારે પોઝીટીવ કેસ આવી રહ્યા છે. કોરોના મહામારીના આંક મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગુજરાત દિલ્લી અને રાજસ્થાનમાં વધી રહ્યા છે. દેશમાં સૌથી વધુ મોત 5 જૂનના 286 લોકોના મોત થયા છે. દેશમાં છેલ્લા બે દિવસમાં જ 560 લોકોના મોત થયા છે. ભારતમાં દેશમાં છેલ્લા ત્રણ દિવસમાં 28998 પોઝીટીવ કેસ નોંધાયા છે. દેશમાં ત્રણ દિવસમાં એવરેજ 9666 કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં અનલોક દરમિયાન 45 હજારથી વધારે પોઝીટીવ કેસ 5 દિવસમાં આવ્યા છે. અને 1242 લોકોના મોત પણ અનલોક દરમિયાન પાંચ દિવસમાં થયા છે.

13 દિવસમાં 1 લાખ વધુ પોઝીટીવ કેસ નોંધાયા

દેશમાં છેલ્લા 13 દિવસમાં 1 લાખથી વધારે પોઝીટીવ કેસ આવ્યા છે. દેશમાં 23મે સુધી 1.31 લાખ પોઝીટીવ કેસ હતા. આજે 2.36 લાખનો આંક પાર થતાં ફક્ત 13 દિવલ લાગ્યા છે. તો 13 દિવસમાં 2782 લોકોના મોત પણ થયા છે. દેશમાં છેલ્લા ત્રણ દિવસથી 9 હજાર પ્લસ કેસ આવી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ ઘટ્યું ન હોવા છતાં દેશમાં અનલોક છે. જ્યારે ઈટાલી સહિતના દેશોમાં કેસો ઘટ્યા પછી અનલોક કરવામાં આવ્યું હતું. પરંતુ ભારતમાં સતત વધતા કેસો વચ્ચે અનલોક કરાયું છે. દેશમાં 18 મેના 1 લાખ પોઝીટીવ થયા હતા. આજે નવા સવાલાખથી વધારે પોઝીટીવ ફક્ત 18 દિવસમાં આવ્યા છે. આમ દેશમાં કોરોના મહામારીના વધતા કેસ વચ્ચે અનલોક ભારત માટે જોખમી બનવાની પૂરી સંભાવના છે. સાથે મોતની સંખ્યા પણ દિવસે દિવસે વધી રહી છે.

1 હજાર મોત થયા ત્યાં સુધીમાં 48 દિવસ થયા

દેશમાં કોરોના મહામારી અટકવાનું નામ લેતી નથી. દેશમાં કોરોના સંક્રમણનો આંક ધીમે ધીમે અઢી લાખ તરફ ઢળી રહ્યો છે. ભારતમાં 6 જૂન સુધીમાં કોરોના સંક્રમણના કેસો 2.37લાખને પાર થઈ ચૂક્યા છે. ભારતમાં અત્યાર સુધી 6649 લોકોના મોત થયા છે. દેશમાં છેલ્લા 4 દિવસમાં મોતનો આંક 1041 થયો છે. કોરોના મહામારી સતત વધી રહી છે. તેમાં મોતનો આંક પણ સતત વધી રહ્યો છે. ભારતમાં અત્યાર સુધી દર હજાર મોત વિશે જોઈએ તો સૌ પ્રથમ 1 હજાર મોત થયા ત્યાં સુધીમાં 48 દિવસ થયા હતા. ભારમતાં 12મી માર્ચે પ્રથમ મોત થયું હતું. 29મી માર્ચે ભારતમાં 1008 લોકોના મોત થયા હતા. જે પછી 10મી મેના વધુ હજાર લોકોના મોત થતાં 2109 લોકોના મોત થયા હતા જે દરમિયાન 11 દિવસ લાગ્યા હતા.

દેશમાં છેલ્લા 8 દિવસમાં જ મોતનો આંક 2 હજાર

31 મે સુધીમાં 5 હજાર લોકોના મોત થયા હતા. જે દરમિયાન દિવસોનો સમય ગાળો ઘટી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંક અનુસાર છેલ્લા અઠવાડિયામાં કોરોના મહામારી બેકાબુ બની છે. ભારતમાં પ્રથમ 1000 લોકોના મોત થયા ત્યાં સુધી 48 દિવસનો સમય ગયો હતો. જ્યારે આજે 6 દિવસમાં 1000 લોકોના મોત થઈ રહ્યા છે. દેશમાં છેલ્લા 8 દિવસમાં જ મોતનો આંક 2 હજાર નજીક રહ્યો છે. 8 દિવસમાં કુલ 1939 લોકોના મોત થયા છે. અર્થાત 6 દિવસનો ગાળો ઘટીને હવે 4 દિવસ પર આવી ગયો છે.

READ ALSO

Related posts

સરહદ પર હાઈ એલર્ટ: LOCથી ઘૂસણખોરી કરવામાં આતંકીઓની મદદ કરી રહી છે પાકિસ્તાની સેનાની BAT

Pravin Makwana

એક એવું મંદિર જ્યાં ભગવાન શિવના શિવલિંગને ચડાવાય છે સિગારેટ

Pravin Makwana

ભાજપ સામે હાર્દિક પટેલ મોટો પડકાર, હાર્દિકની સામે કોંગ્રેસ એક પડકાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!