GSTV

કોરોના વાયરસના ડેલ્ટા વેરિયંટથી પણ વધુ ખતરનાક છે ઓમિક્રોન, સંક્રમણથી બચવા ICMRના નિષ્ણાતોએ આપી સોનેરી સલાહ

corona-new-variant

Last Updated on November 28, 2021 by Pritesh Mehta

કોરોના વાયરસના નવા વેરિયંટ ઓમિક્રોને દુનિયાભરમાં ચિંતા પેદા કરી છે. અને અત્યાર સુધી બનેલી તેમજ આપણે લીધેલી કોરોના રસી અસરકારક છે કે નહી તેવી આશંકાઓ વ્યક્ત થઈ રહી છે. ત્યારે વિશેષજ્ઞો પણ હજુ કાંઈ સ્પષ્ટ કહેવાની સ્થિતિમાં નથી. ડેલ્ટા વાયરસથી પણ વધુ ઘાતક ગણાતા આ વેરિયંટથી સાવધાની રાખવાની જરૂર છે.

વેરિયંટ

કોરોનાના નાવા વેરિયંટએ સામાન્ય લોકો જ નહી, વૈજ્ઞાનિકો અને વેક્સિન નિર્માતાની પણ ચિંતા વધારી છે. વેક્સિન બનાવતી કંપનીઓ નવા વેરિયંટની સામે વેક્સિનની અસરકારકતા પર સંશોધન કરી રહી છે. ત્યારે આઈસીએમએરાના ડૉકટર સમીરન પાંડાના મતે તેનો આધાર કયા પ્રકારની વેક્સિન લીધી તેના પર રહેલો છે. કોવિશિલ્ડ અને કોવેક્સિન આપણી અલગ એન્ટીજન તરીકે ઈમ્યુનિટી ઉત્પન કરે છે.

કોરોના

કોરોનાના નવા વેરિયંટ સામે આપણે લીધેલી વેક્સિન અસરકારક હશે કે તેમ તના પર ડૉકટર સમીરન પાંડાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સંક્રમણના પ્રકાર, તેના પર સંશોધન અને આ રસી નવા વેરિયંટ સામે કેટલી એન્ટીબોડી બનાવી શકે તેનો ખ્યાલ અત્યારે નવી આવી શકે.

કોરોના વેરિયંટને લઈને પ્રયોગશાળા આધારિત અવલોકન, જનસંખ્યા આધારિત અભ્યાસને આધારે તે ખતરારૂપ હોવાનું કહેવાય છે. પરંતુ તે જાણતા હજુ સમય લાગશે કે શું કોરોના સંક્રમણ વધી રહ્યુ છે કે બિમારી ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. કે પછી મૃત્યઆંક વધી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk

મોટા સમાચાર / રજનીકાંતની દીકરી એશ્વર્યા અને ધનુષ થયા અલગ, 18 વર્ષ જૂના સંબંધોનો આવ્યો અંત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!