GSTV

દહેશત / યુકે અને રશિયામાં ફેલાયેલા આ ખતરનાક કોરોના વેરિઅન્ટની ભારતમાં દસ્તક, શું થશે ત્રીજી લહેરની શરૂઆત?

Last Updated on October 24, 2021 by Zainul Ansari

યુકેમાં દહેશત ફેલાવનાર કોરોનાના નવા વેરિઅન્ટે ભારતમાં પણ દસ્તક આપી છે. INSACOG જીનોમિક નેટવર્ક મોનિટરિંગ કોવિડ વેરિએન્ટના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોના વાઇરસ (AY.4.2)ના નવા વેરિઅન્ટે યુરોપમાં દહેશત ફેલાવી છે. આ ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ સંક્રમક છે. ભારતમાં પણ તે મળી આવ્યો છે, પરંતુ તેની સંખ્યા ખૂબ જ ઓછી છે. ગત સપ્તાહે યુકે, રશિયા અને ઇઝરાયલમાં કોવિડ-19ના કેસોમાં ઝડપથી વધારો થવાનું કારણ આ વેરિઅન્ટ છે. આ કારણે રશિયાના મોસ્કોમાં આવતા સપ્તાહથી લોકડાઉન શરૂ થશે.

કોરોના

જોકે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે AY.4.2 સંબંધિત તારણોમાં હજુ પણ ઉચ્ચ સ્તરની અનિશ્ચિતતા છે અને અત્યારે તે કહેવું ખૂબ જ વહેલું હસે કે આ વેરિઅન્ટથી રોગ ઝડપથી ફેલે છે અથવા ઝડપી મૃત્યુ થાય છે. 21 ઓક્ટોબરના રોજ યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલે જણાવ્યું હતું કે તેના ડેટાબેઝમાં અત્યાર સુધી AY.4.2ના 10થી ઓછા કેસ નોંધાયા છે, પરંતુ યુકેના આરોગ્ય અધિકારીઓને VUI-21OCT-01ના 15,120 કેસ મળ્યા છે. VUI-21OCT-01 જ AY.4.2નું બીજું નામ છે. આ અંગે પ્રથમ વખત જુલાઈમાં જાળવા મળ્યું હતું.
ટૂંક સમયમાં જારી થશે AY.4.2 ની સાચી સંખ્યા – અનુરાગ અગ્રવાલ

આ અંગે સીએસઆઈઆર ઈન્સ્ટીટ્યુટ ઓફ જીનોમિક્સ એન્ડ ઈન્ટિગ્રેટિવ બાયોલોજી (આઈજીઆઈબી), દિલ્હીના ડિરેક્ટર ડો.અનુરાગ અગ્રવાલે જણાવ્યું હતું કે AY.4.2 સુધારેલી વ્યાખ્યાના આધારે ભારતમાં હાજર છે, પરંતુ ખૂબ ઓછી સંખ્યામાં, 0.1%થી ઓછી. ઉલ્લેખનીય કે IGIB INSACOG જીનોમિક સર્વેલન્સ કવાયતમાં સામેલ મુખ્ય પ્રયોગશાળાઓમાંની એક છે.

ડો. અગ્રવાલે જણાવ્યું હતું કે વધુ વિગતો અને ભારતમાં AY.4.2ની ચોક્કસ સંખ્યા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. AY.4.2 ડેલ્ટા વેરિઅન્ટના જ પરિવારમાંથી નિકળ્યું છે, જે આજ સુધી લાખો લોકોને અસર કરતું સૌથી ખતરનાક સ્વરૂપ માનવામાં આવે છે.

આ વર્ષની શરૂઆતથી જ જીનોમ સિક્વન્સિંગનો ઉપયોગ કરીને ડેલ્ટાનો નજીકથી અભ્યાસ કરવામાં આવ્યો છે અને તેની જાતિ AY.39 સુધી ફેલાયેલી છે. જ્યા સુધી યુકેના સ્વાસ્થ્ય અધિકારીઓએ આ અઠવાડિયાની શરૂઆતમાં AY.4.2ના પ્રસારની જાહેરાત નથી કરી, ત્યા સુધી AY.4.2ને છેલ્લા ત્રણ મહિનામાં ભારત સહિત કેટલાક દ્વિપમાં સૌથી ઝડપથી વધતુ માનવામાં આવતું હતું.

કોરોના

યુકેના આરોગ્ય અધિકારીઓએ AY.4.2 ને “તપાસ હેઠળનું સંસ્કરણ” તરીકે નિયુક્ત કર્યું છે, જે ડેલ્ટાની સરખામણીમાં નજીવી રીતે કેસ ઝડપથી વધી રહ્યા છે.

Read Also

Related posts

અમેરિકાએ કહ્યું- નવા વેરિઅન્ટની માહિતી ભેગી કરવામાં બે અઠવાડિયા લાગશે, પરંતુ જરૂરી છે બૂસ્ટર શોટ

Vishvesh Dave

શિયાળુ સત્ર / Bitcoinને લઈ નિર્મલા સિતારમણનું મોટું નિવેદન, કહ્યું- સરકાર બિટકોઈન લેવડ-દેવડ…

Zainul Ansari

મહત્વના સમાચાર / ઓમિક્રોન વેરિયન્ટને લઈને કેન્દ્ર સરકાર બની સતર્ક, નજીકના ભવિષ્યમાં થશે વેક્સિનને લઈને નવી પોલિસી લાગુ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!