GSTV

Coronaથી દેશમાં એક ડોક્ટર બન્યો ભોગ, એમપીમાં થયું પ્રથમ મોત

Corona

Last Updated on April 9, 2020 by Arohi

ઈન્દોરમાં કોરોના(Corona) વાયરસના કહેર વચ્ચે કોરોના પોઝિટિવ જાહેર થયેલા ડોક્ટરનું મોત થતા ખળભળાટ મચી ગયો છે. ભારતમાં કોરોનાના કારણે કોઈ ડોક્ટરનું મોત થયું હોય તેવી આ પહેલી ઘટના છે. મળતી વિગતો પ્રમાણે ડોક્ટર શત્રુઘ્ન પંજવાની પ્રાઈવેટ પ્રેક્ટિશનર હતા. તેઓ કોરોનાના દર્દીઓની સારવાર નહોતા કરી રહ્યા. આમ છતા તેઓ કોરોનાની ચપેટમાં આવ્યા હતાં. હોસ્પિટલમાં દાખલ 62 વર્ષીય ડોક્ટરે આજે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ દેશના પહેલા ડોક્ટર છે જેમનું આ વાયરસના કારણે મોત થયું છે. એવુ મનાય છે કે, સારવાર દરમિયાન તેઓ કોઈ કોરોના (Corona) પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હશે. ઈન્દોરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધને 200ને પાર થઈ ગઈ છે. જેમાંથી 21 લોકોના મોત થઈ ચુક્યા છે.

મધ્યપ્રદેશના નાના શહેરોમાં પણ Corona વાયરસના 24 નવા કેસ

corona

મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 400ને પાર પહોંચી ગઇ છે. જ્યારે 31 દર્દીઓના મોત નિપજ્યા છે. ભોપાલ અને ઇન્દોર બાદ હવે નાના શહેરોમાં કોરોના પગપેસારો કરી રહ્યો છે. છેલ્લા બે દિવસોમાં મધ્યપ્રદેશના નાના શહેરોમાં કોરોના વાયરસના 24 નવા કેસ સામે આવ્યા છે. સંભાવના છે કે આ શહેરોમાં ટેસ્ટિંગની ગતિ વધારવાથી હજુ પણ નવા કેસો સામે આવી શકે છે. નાના શહેરોમાં હજુ પણ જે સંક્રમિત દર્દી મળ્યા છે તેઓ છેલ્લા 15 દિવસમાં જમાતીઓના સંપર્કમાં આવ્યા હતા. રાજ્યના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે રાજ્યમાં ઘણા સ્થળોએ માત્ર તબલિગી જમાતીઓના કારણે નવા સંક્રમણના કેસ નોંધાયા છે. તેમની ઓળખ કરવામાં અને હોસ્પિટલે પહોંચાડવા દરમિયાન ઘણા સ્વાસ્થ્યકર્મીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા.

Coronaથી જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવામાં તકલીફ

હજુ પણ કેટલાક જમાતીઓએ છુપાયેલા છે. આવા શરારતી તત્વોને છોડવામાં આવશે નહીં. ઇન્દોર અને ભોપાલમાં દર્દીઓની સંખ્યા વધ્યા બાદ તેમજ પાડોશી જિલ્લાઓમાં કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ મધ્ય પ્રદેશ સરકારે ભોપાલ, ઇન્દોર અને ઉજ્જૈનની સરહદ સીલ કરવાના આદેશ આપી દીધા છે. 16 દિવસથી ચાલી રહેલા લોકડાઉનના કારણે જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવામાં તકલીફ થવા લાગી છે. જેથી લોકો પરેશાન થઇ રહ્યા છે. આ ઉપરાંત  આ શહેરોમાં  સોશિયલ મીડિયા પર કોઇ પણ વાંધાજનક પોસ્ટ મુકવા સામે તંત્ર લાલ આંખ કરી રહ્યું છે.

Read Also

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!