અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ બેકાબૂ છે. તેવામાં હવે કોરોના વોરિયર્સ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. રાજ્યમાં મૃત્યુદર પણ વધ્યો છે. તેવામાં અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ ડૉ.મોના દેસાઈએ જણાવ્યું કે શહેરમાં કોરોના ઘાતક બની રહ્યો છે. મૃત્યુ દર વધી રહ્યો છે. રાજ્યમાં પહેલાં મૃત્યુદર 1.02 ટકા હતો તે વધીને હવે 4 ટકાએ પહોંચ્યો છે. જો લોકો પોતાના આરોગ્યને નહીં સાચવે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
કોરોનાને કારણે થતાં દર્દીઓના મોતના આંકડાઓમાં વિસંગતતા મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પ્રતિક્રિયા આપી. નીતિન પટેલે જણાવ્યું કે સરકાર કોઇ આંકડા છૂપાવતી નથી.અમે આ મુદ્દે સુપ્રીમ તેમજ હાઇકોર્ટમાં પણ જવાબ રજૂ કરીશું. નીતિન પટેલે કોંગ્રેસને આડેહાથ લેતા કહ્યું કે કોંગ્રેસના પ્રમુખ અને પ્રવક્તા જુદા જુદા આક્ષેપો કરી રહ્યા છે… જે પાયાવિહોણા છે. સરકારે બધી જ બાબતમાં ખુલાસો કર્યો છે.સરકાર મીડિયા અને પ્રજાને આંકડા આપી રહી છે.બીજી તરફ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ફરી એક વખત સરકાર કોરોનાના આંકડા છૂપાવતી હોવાનો આક્ષેપ કર્યો.
READ ALSO
- પ્રભૂતામાં પગલા: ભારતીય ટીમના ઓલરાઉન્ડ વિજય શંકરે મંગેતર વૈશાલી સાથે સાત ફેરા લઈ નવા જીવનની કરી શરૂઆત
- PPF ની મદદથી પણ બની શકો છો કરોડપતિ, જાણો કેટલા વર્ષો સુધી કરવું પડશે રોકાણ….
- પ્રથમ પહેલ/ નેતાઓ ચર્ચાઓ કરતા રહ્યાં અને યોગીએ કરી બતાવ્યું : બની ગયું દેશનું પ્રથમ રાજ્ય, લોકડાઉનમાં તમામ કેસો પાછા ખેંચ્યા
- કોરોના પોલિસી આપી પૈસા આપવાનો ઈનકાર કરી રહી છે વીમા કંપની, તો કરો આ કામ
- ઝંઝટમાથી મળશે મુક્તિ! ગ્રાહકોની ફરિયાદો પર હવે બેન્ક આપશે તુરંત ધ્યાન, RBI એ જાહેર કરી સખત ગાઈડલાઈન