GSTV

Coronaના કારણે ATM ન જઇ શક્યાં હોવ તો ઘરે બેઠા મંગાવો રૂપિયા! આ બેન્કોએ શરૂ કરી ખાસ સર્વિસ

corona

Corona વાયરસને રોકવા માટે દેશભરમાં આગામી 21 દિવસો માટે લૉકડાઉન કરી દેવામાં આવ્યું છે. આવા સમયમાં તમને કોઇપણ કામ માટે કેશની જરૂરિયીત પડી શકે છે અને તમારી પાસે કેશ ન હોય તો ગભરાશો નહી. તમે આ સમયે રૂપિયા ઘરે બેઠા મગાવી શકો છો. SBI, ICICI, Axis, Kotak જેવી અનેક મોટી બેન્કોએ ગ્રાહકો માટે આ સુવિધા શરૂ કરી છે.

Corona: આ છે રૂપિયા મંગાવવાની પ્રોસેસ

ICICI બેન્કની વેબસાઇટ અનુસાર ઘરે કેશ ડિલિવરી માટે બેન્કની વેબસાઇટ પર Bank@homeservice લૉગઇન કરવાનું હોય છે અથવા તો કસ્ટમર કેર પર ફોન કરીને પણ આ સુવિધા સાથે જોડાઇ શકો છો. કેશ મંગાવવા માટે સવારે 9થી બપોરે 2 વાગ્યા વચ્ચે રિકવેસ્ટ કરી શકાય છે. બે કલાકની અંદર તમને જરૂરિયાત અનુસાર રૂપિયા મળી જશે. તેનાથી બે હજારથી લઇને 2 લાખ રૂપિયા સુધી રૂપિયા મંગાવી શકો છો. તેના પર 50 રૂપિયાનો ચાર્જ અને આ ચાર્જ પર 18 ટકા સર્વિસ ચાર્જ જોડીએ તો આશરે 60 રૂપિયા આપવા પડે છે.

SBI ગ્રાહક 25 હજાર રૂપિયા સુધી મગાવી શકો છો

ડિલિવરી અંગતર્ગત ઘરે રોકડ મંગાવવા, રૂપિયા જમા કરવાની સુવિધા ગ્રાહકોને આપે છે. હાલ આ સુવિધા ફક્ત વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો અથવા તો વિશેષ રજીસ્ટ્રેશન વાળા ગ્રાહકો માટે છે. તેનો ચાર્જ 100 રૂપિયા છે. દેશની બીજી સૌથી મોટી બેન્ક એચડીએફસી પણ ઘરે રોકડ આપવાની સુવિધા પૂરી પાડે છે. તેની મર્યાદા 5થી 25 હજાર રૂપિયા સુધી હોઇ શકે છે. તેના માટે 100 રૂપિયાથી 200 રૂપિયા સુધીનો ચાર્જ બેન્ક વસૂલે છે. કોટક, એક્સિસ અને અન્ય બેન્ક પણ કેટલીક શરતો સાથે આવી સેવાઓ પૂરી પાડે છે. રિકવેસ્ટ કરવા માટે બેન્કની એપનો ઉપયોગ કરી શકાય છે.

જરૂરિયાત ઉભી થતા લોન પણ મળશે

જો તમારી પાસે બેન્કમાં રકમ નથી અને તરત જ રૂપિયાની જરૂર હોય તો ઇન્સટન્ટ લોન આપનાર તમામ ફિનટેક કંપનીઓ પણ તમને મદદરૂપ થઇ શકે છે. મનીટેપ સીબીઓ કુણાલ વર્માએ જણાવ્યું કે કોઇ પણ ગ્રાહક ફક્ત એપ દ્વારા કેવાયસી પૂરી કરીને 12થી 24 કલાકની અંદર લોન લઇ શકે છે. જો કે આ રકમ સીધા તમારા એકાઉન્ટમાં જમા થશે. જેનો ઉપયોગ કરીને ગ્રાહક ઘરે બેઠા બેન્કથી રકમ મંગાવી શકે છે અથવા તો ડિજિટલ ટ્રાન્જેક્શન કરી પોતાની જરૂરિયાત પૂરી કરી શકે છે.

Read Also

Related posts

રાજસ્થાનમાં કોરોનાને પગલે લોકડાઉન વચ્ચે જામ્યા રામનવમીના મેળા, લોકોને અટકાવવામાં ગહેલાત સરકાર નિષ્ફળ

Pravin Makwana

સુરતના રાંદેર વિસ્તારની 45 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટીવ આવતાં આ લોકોને કરાયા હોમ ક્વોરંટિન

pratik shah

આ દેશમાં અચાનક વધ્યા કોરોનાના કેસ, 6 મહિના માટે લાગુ થઈ શકે છે ઈમરજન્સી !

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!