GSTV
Gujarat Government Advertisement

વધી શકે છે મુશ્કેલી / ઓક્સિજન પછી કોરોનાની દવાઓની બજારમાં સર્જાઈ શકે છે અછત, આ કારણે આવી શકે છે મોટી મુસિબત

Last Updated on May 4, 2021 by Bansari

કોરોના મહામારીના પ્રકોપના કારણે સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. જ્યારે હવે વધુ એક મુશ્કેલી વધધી શકે છે. હકીકતમાં કોરોનાના સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓની અછત સર્જાઈ શકે છે. દવા નિર્માતા કંપનીઓ મુજબ કાચા માલની અછતના કારણે મોટી મુસિબત આવી શકે છે.

કહેવામાં આવી રહ્યું છે કે ગત એક મહિનામાં પ્રમુખ કોવિડ-19 દવાઓ બનાવવામાં ઉપયોગમાં લેવાતા કાચા માલના ભાવમાં 200 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે. ભાવમાં વૃદ્ધિ અને બજારમાં કાચા માલ ના મળવાના કારણે મેડિકલ જગતમાં ચિંતાનો માહોલ છે. એક દવા કંપની મુજબ કાચા માલના ભાવમાં પણ મોટો તફાવત છે. વેપારીઓ અને નિર્માતા તેને અલગ-અલગ ભાવમાં વેચી રહ્યા છે. જો સરકાર તેમાં હસ્તક્ષેપ નહીં કરે તો જમાખોરી વધી શકે છે.

આ દવાઓની અછત સર્જાઈ શકે છે

ફાર્માસ્યૂટિકલ્સ ઉદ્યોગ તરફથી જારી કરવામાં આવેલા આંકડા મુજબ ઘણી સક્રિય દવા સામગ્રી (એપીઆઈ)ના ભાવમાં માર્ચથી એપ્રિલ દરમિયાન 30થી 200 ટકાનો વધારો આવ્યો છે. કોરોના દવાઓમાં ઉપયોગમાં લેવાતી ઇવરમેક્ટિન, મેથિલપ્રેડનિસોલોન, ડૉક્સીસાઇક્લિન, એનોક્સાપારિન, પેરાસિટામોલ, એઝિથ્રોમાઇશિન, મેરોપેનેમ અને પિપરાતાઝો જેવી દવાઓની આવનારા દિવસોમાં અછત સર્જાઇ શકે છે.

કાર્ગો સેવાઓ પર રોકથી સ્થિતિ કથળી

ભારત તેની દવાઓના 70 ટકા કાચો માલ ચીનથી આયાત કરે છે. જોકે ભારતે ચાઇનાની કાર્ગો સેવાઓ પર 15 દિવસ માટે રોક લગાવી છે. એવામાં દવાના કાચા માલની આયાતને અસર થઇ છે. તેનાથી ઇન્ડસ્ટ્રીની ચિંતા વધી ગઈ છે. સાથે જ બજારમાં મહત્વપૂર્ણ દવાઓના કાચા માલની જમાખોરી વધી ગઈ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સાચવજો/ ” આ ઇજ બેન છે જેને હરાવવા આપડા રાજાશ્રીએ”… આ પ્રકારની કરી પોસ્ટ અને પોલીસ ઉઠાવી ગઈ

Bansari

ખુશખબર / 2,00,00,000 લોકો કોરોનાથી થયા સાજા, મોદી સરકારને ફક્ત ડરાવી રહ્યો છે આ આંક

Bansari

મ્યુકરમાઈકોસિસ/ અમદાવાદ અને સુરતમાં 400 કેસ : કોરોના કરતાં પણ ખતરનાક છે રોગ, હવે રોજ વધશે 100 કેસ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!