GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

ધરપકડથી બચવા માટે મેયરે કર્યું Coronaથી મરવાનું નાટક, તાબૂતમાં સુઈ ગયા

Corona

લેટિન અમેરિકી દેશ પેરૂમાં એક મેયરે પોલીસની ધરપકડથી બચવા માટે કોરોના વાયરસથી મરવાનું નાટક કર્યું અને તાબુતની અંદર સુઈ ગયા. મેયર જેમિએ રોલાંડો કોરોના (Corona) લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરીને મિત્રો સાથે બેસીને દારૂ પી રહ્યા હતા. પોલીસ જ્યારે તેમને અરેસ્ટ કરવા આવી ત્યારે તેમણે કોરોનાથી મરવાનું નાટક કર્યું.

તાબૂતમાં સુઈ ગયા

મળેલ મહિતી અનુસાર સોમવારે રાત્રે જ્યારે પોલીસ અધિકારી દક્ષિણ પેરૂના તંતારા વિસ્તારના મેયર રોલાંડોને પકડવા માટે પહોંચ્યા તે એક ખુલેલા તાબૂતમાં જોવા મળ્યા. મેયરે માસ્ક પહેરીને રાખ્યું હતું. પોલીસકર્મચારીઓએ તેમની તસ્વીર લઈ લીધી.

પોલીસે જણાવ્યું કે રોલાંડો મિત્રો સાથે બેસીને દારૂ પાર્ટી કરી રહ્યા હતા જે નિયમોનું ઉલ્લંઘન છે. જ્યારે મેયરને અરેસ્ટ કરવામાં આવ્યા ત્યારે તે દારૂના નશામાં હતા. રોલાંડો પર કોરોના વાયરસને હલ્કામાં લેવા અને સુરક્ષાના નિયમોને ભંગ કરવાનો આરોપ લાગી ચુક્યો છે.

સ્થાનીક લોકો રોલાન્ડોને લઈને ગુસ્સામાં

પેરૂમાં 66 દિવસ પહેલા લોકડાઉન ઘોષિત કરવામાં આવ્યું હતું. એક ખબર અનુસાર સ્થાનીક લોકો રોલાન્ડોને લઈને ગુસ્સામાં છે અને તેમનું કહેવું છે કે મેયર લોકડાઉન શરૂ થવાના 66 દિવસમાં ફક્ત 8 દિવસ જ શહેરમાં રહ્યા છે.

સ્થાનીક લોકોનો આરોપ છે કે રોલાંડોએ વિસ્તારમાં સુરક્ષા માટે જરૂરી પગલાં નથી ભરવામાં આવ્યા. આ વચ્ચે પેરૂમાં કોરોના વાયરસના મામલા એક લાખને પાર કરી 104,020 પર પહોંચી ગયા છે અને મૃતકોની સંખ્યા 3,024 છે. આ વચ્ચે દુનિયાભરમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો આંકડો 50 લાખને પાર થઈ ચુક્યો છે. જ્યારે 3 લાખ 29 હજાર 762 લોકોના મોત થઈ ચુક્યા છે.

Read Also

Related posts

મોટર ડ્રાઇવીંગ સ્કૂલને પણ છુટછાટ આપવામાં આવે તેવી ઉઠી માંગ, 25 હજારથી વધુ લોકો આ રોજગાર સાથે છે સંકળાયેલા

pratik shah

જૈન સમાજના સંતોને વિહાર દરમિયાન અડચણ ઉભી ન થાય તે માટે મુખ્યમંત્રી એહકારાત્મક પગલાં લેવાની તત્પરતા દર્શાવી

pratik shah

કોરોનાની મહામારી વચ્ચે કોંગ્રેસ ‘સ્પીક અપ ઇન્ડિયા’ કેમ્પેઇન કરશે શરૂ, લોકોને પડતી હાલાકીનો મુદ્દો ઉઠાવશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!