GSTV

જાણો Coronaનું અતથિ ઇતિ, કઈ રીતે કરે છે હુમલો અને ક્યાં થાય છે શરીરમાં સૌથી વધારે અસર

Corona

Last Updated on May 6, 2020 by Arohi

કોરોના (Corona) વાયરસનું સંક્રમણ ધરાવતો દર્દી ખાંસી કે છીંકવાથી હવામાં જે સુક્ષ્મ બુંદો ફેલાય છે તે આસપાસના લોકોના નાક,મોં અને આંખોના માધ્યમથી ફેફસામાં આવી શકે છે. આ સુક્ષ્મ બુંદોમાં રહેલા વાયરસના કણ નાક માર્ગ દ્વારા આગળ વધીને ગળાની કોશિકાઓને નબળી બનાવે છે. ગળાથી આગળ વધીને વાયરસનું પ્રમાણ વધી જાય છે. કોરોના વાયરસના કણ વધવાની સાથે જ ગળામાં ખરાશ અને સૂકી ખાંસી શરુ થાય છે.

Corona શ્વાસ નળીમાં પહોંચે પછી શું થાય છે?

કોરોના વાયરસના કણ બ્રોન્કિયલ ટયૂબ એટલે કે શ્વાસની નળીઓને ધીમી કરી નાખે છે જયારે વાયરસ ફેફસામાં પહોંચે છે ત્યારે તેની સુક્ષ્મ નળીઓમાં સોજો આવે છે આથી એલ્વિયોલી કે ફેંફસાની થેલી ડેમેજ થઇ શકે છે એટલું જ નહી ફેફસામાંથી લોહીને મળતા ઓકિસજનનો પૂરવઠો વધારવામાં અને કાર્બન ડાયોકસાઇડને ઓછો કરવામાં અવરોધ પેદા કરે છે. ફેફસાનો સોજો અને ઓકસીજનનો પ્રવાહ અવરોધાવાથી ફેફસામાં મૃત કોશિકાઓ વધી જાય છે.

Corona

Coronaની સૌથી ખરાબ ટ્રિટમેન્ટ છે આ

કેટલાકને શ્વાસ લેવામાં એટલી તકલીફ પડે છે કે તેને વેન્ટિલેટર પર રાખવા પડે છે સૌથી ખરાબ તો એકયૂટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિંડ્રોમને ગણવામાં આવે છે જેમાં ફેફસામાં એટલું બધુ પાણી ભરાઇ જાય છે કે શ્વાસ પણ લઇ શકતો નથી. કોરોના વાયરસના સંક્રમણના સામાન્ય લક્ષણોમાં તાવ, ખાંસી, નાકમાંથી પાણી વહેવું વગેરે જોવા મળે છે. આથી સાદા  ફ્લુના લક્ષણો ધરાવતા લોકો પણ ટેન્શનમાં આવી જાય છે.

Corona અને સાદા ફ્લૂના લક્ષણોમાં છે આ ફેર

ડોકટર્સનું માનવું છે કે  ફલૂના લક્ષણો બે કે ત્રણ દિવસ જ રહે છે અને મટી જાય છે જયારે કોરોનાના લક્ષણો ગંભીર થતા જાય છે અને ગળામાં તેજ ખરાશ બળતરા અને ખુંચતું હોય તેવો અનુભવ થાય છે. કોરોનામાં ગળામાં દુખવાનું કારણ આ વાયરસ નાક અને ગળામાં જઇને મલ્ટીપ્લાય થાય છે જો આવું જણાય ત્યારે ડોકટર્સને મળવું જરૂરી બને છે.

Read Also

Related posts

LAC / અરુણાચલ પ્રદેશમાં તૈનાત કોણ છે સરિયા અબ્બાસી, સોશિયલ મીડિયા પર ફોટો થઈ રહ્યો છે વાયરલ

Zainul Ansari

ઠંડીની ઋતુમા બાળકોને રાખવા છે શરદી અને ઉધરસથી સુરક્ષિત, કરો આ દેશી ઓસડિયાનું સેવન અને મેળવો ફાયદા

Zainul Ansari

આર્યન ખાન ડ્રગ્સ કેસ/ સમીર વાનખેડે-એનસીપી નેતા આમને-સામને, NCB અધિકારી કથિત આરોપોને લઈને કરશે કાનૂની કાર્યવાહી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!