GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

દેશના બે સૌથી મોટા કોરોના હોટસ્પોટ શહેરો વચ્ચે 1 જૂનથી દોડશે 34 ટ્રેનો, દેશમાં 200 ટ્રેનો ચાલુ થશે

દેશમાં ચોથા લોકડાઉન પૂર્ણ થયા બાદ હવે રેલવે વિભાગ દ્વારા ટ્રાન્સપોર્ટેશન ચાલુ કરવામાં આવશે. દેશમાં રેલવે મંત્રાલય દ્વારા 200થી વધારે ટ્રેનો 1 જૂનથી દોડાવાઈ રહી છે. જેમાં દેશના બે હોટસ્પોટ શહેરો વચ્ચે રેલવે વિભાગ દ્વારા 34 જેટલી ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. દેશમાં સૌથી વધ કોરોના સંક્રમણના મામલે મુંબઈ અને અમદાવાદ બંને હોટસ્પોટ વિસ્તારો છે. દેશમાં 22 ટકાથી વધારે કેસો મુંબઈમાં નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં પણ પોઝીટીવ કેસનો આંક 11 હજારને પાર છે. અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 11344 પોઝીટીવ કેસ નોંધાયા છે. કોવિડ 19ના સંક્રમણને ધ્યાને લેતા હવે સૌથી વધુ સંકમિત રાજ્યોના સંક્રમિત શહેરો વચ્ચે 34 જેટલી ટ્રેનો દોડશે.


દેશમાં હાલ નવા પોઝીટીવ આવતા કેસોમાં કોરોના બાહ્ય કોઈ લક્ષણો દેખાતા નથી. છતાં દર્દી પોઝીટીવ હોય છે ત્યારે આવા પોઝીટીવ દર્દીઓ પણ શું આવી ટ્રેનોમાં નહીં આવી જાય. મુંબઈ અમદાવાદ વચ્ચેની ટ્રેનમાં હવે પ્રવાસીઓ સાથે કોરોના લક્ષણો નહીં હોવા છતાં છૂપા કોરોના પોઝીટીવ વધારે ટ્રાવેલિંગ કરશે એવું લાગી રહ્યું છે. દેશમાં મુંબઈ અને અમદાવાદ જેવા શહેરો વચ્ચે ટ્રેન સેવા એ કોરોનાને ફરવા માટેની છૂટ આપવા જેવું રહી શકે છે. અત્યાર સુધી લોકડાઉનમાં પોઝીટીવ વ્યક્તિ અન્ય લોકોના સંસર્ગમાં ના આવે તેનું ધ્યાન રાખવા સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. પરંતુ ટ્રેન સેવા રેગ્યુલર થતાં આવા હોટ વિસ્તારોમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ બની શકે છે.


મુંબઈમાં અત્યાર સુધ 34 હજારથી વધારે પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં 1097 લોકોના મોત પણ થયા છે. મુંબઈમાં હજુ 24 હજારથી વધારે એક્ટિવ કેસ છે. જ્યારે 8,400 દર્દીઓ સાજા થયા છે. આમ દેશમાં અમદાવાદ મુંબઈ વચ્ચે ટ્રેન સેવા ચાલુ થતાં બંને હોટસ્પોટ શહેરો વચ્ચે ટ્રેન સેવાને લઈને કોરોના સંક્રમણ વધવાની સંભાવના છે.

દેશમાં હવાઈ સેવાઓ બાદ હવે રેલવે મંત્રાલય દ્વારા દેશમાં રેલ સેવાઓ 1 જૂનથી ચાલુ કરાઈ રહી છે. હાલમાં સ્પેશ્યલ શ્રમિક ટ્રેનો ઉપરાંત વધુ 200 જેટલી ટ્રેનો 1 જૂનથી કાર્યરત થશે. વેસ્ટર્ન રેલવે , ચર્ચગેટ, મુંબઈના 26-5-2020ના પરિપત્ર મુજબ ભારતીય રેલવે દ્વારા 1 જૂનથી કેટલીક ખાસ ટ્રેન સેવા ચાલુ કરાઈ રહી છે જે પૈકી ગુજરાતમાંથી ઉપડતી – આવતી અથવા તો પસાર થતી ટ્રેનોની માહિતી આપવામાં આવી છે.

જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પ્રવાસીઓને પૂરતી સગવડતા મળી રહે તેમજ તેમના સ્વાસ્થ્ય સંબંધી જરૂરી ચકાસણી કરી શકવા માટે આવશ્યક પ્રબંધ કરવા રાજ્ય ગૃહ સચિવ દ્વારા જાણ કરાઈ છે. જેમાં કોવિડ 19ની મહામારીને લઈને પેસેન્જર બોર્ડિંગથી લઈને આરોગ્ય ચકાસણી જેવા નિયમોનું પાલન થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે.

READ ALSO

Related posts

આસામના એક્ટિવિસ્ટ અખિલ ગોગોઈ થયા કોરોનાગ્રસ્ત, જેલમાં અન્ય 55 કેદી પણ કોરોનાથી સંક્રમિત

Pravin Makwana

સરહદ પર હાઈ એલર્ટ: LOCથી ઘૂસણખોરી કરવામાં આતંકીઓની મદદ કરી રહી છે પાકિસ્તાની સેનાની BAT

Pravin Makwana

એક એવું મંદિર જ્યાં ભગવાન શિવના શિવલિંગને ચડાવાય છે સિગારેટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!