GSTV
News World ટોપ સ્ટોરી

કોરોના/ શાંઘાઈમાં ભયંકર સ્થિતિ; લોકો ભૂખમરા જેવી સ્થિતિ વેઠી રહ્યા, દવા પણ ખતમ

ચીનના શાંઘાઈમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે તે અટકવાનું નામ લેતું નથી. આથી પ્રશાસને સખત લોકડાઉન જાહેર કર્યો છે. અહેવાલો જણાવે છે કે શાંઘાઈમાં લોકો ભૂખમરા જેવી સ્થિતિ વેઠી રહ્યા છે. લોકો પાસે ખાદ્ય-પદાર્થો ખૂટી રહ્યા છે. શહેરમાં એક શખ્સ લોકડાઉન નોર્મ્સ તોડતો પોલીસ પાસે પહોંચી ગયો તેની ગણતરી હતી કે છેવટે જેલમાં ખાવાનું તો મળશે.

શાંઘાઈની વસ્તી આશરે ૨ કરોડ ૬૦ લાખ જેટલી છે. તે સમગ્ર વસ્તીને પૂરેપૂરા લોકડાઉનમાં રાખવામાં આવી છે. શાંઘાઈ ભારતના મુંબઈની જેમ દેશનું ફાયનાન્શ્યલ હબ માનવામાં આવે છે તે કોરોનાનો સૌથી ઘાતક માર વેઠી રહ્યું છે.

૨૦૧૯માં ચીનના વુહાનમાં કોરોનાનો પહેલો કેસ મળી આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં કોરોનાનો આ સૌથી મોટો ફટકો છે. લાંબા સમયથી ઘરમાં રહેવાને લીધે લોકો માનસિક રીતે પણ પરેશાન છે, રોજ-બરોજની ચીજો માટે પણ સંઘર્ષ કરવો પડે છે. જરૂરી ચીજો ઉપરાંત દવાઓની પણ ખેંચ શરૂ થઈ ગઈ છે. તેમાં મોંઘવારીનો માર અસહ્ય બનતો જાય છે.

દરમિયાન સોશ્યલ મીડીયા પર તેની તસવીરો જોવા મલે છે. કે લોકો બારીઓ ઉઘાડી સહાય માટે ચીસો પાસે છે. પરિસ્થિતિ સતત બગડતી જાય છે. હવે લોકો ઘરની બહાર નીકળી દેખાવો યોજે છે તેઓ કહે છે કે અમે ભૂખ્યા મરી રહ્યા છીએ અમારે મદદ જોઈએ છે. સરકાર અમારો અવાજ સાંભળતી નથી.

Read Also

Related posts

અમદાવાદ અને ગેટવિક વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું ઉદ્ઘાટન

Nakulsinh Gohil

રાજકારણ / શરદ પવારની સલાહ પછી સાંસદ રાઉત રાહુલને સમજાવશે, સાવરકરના મુદ્દે રાહુલ ગાંધી સાથે કરશે ચર્ચા

Hardik Hingu

નોઈડામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા મંજૂરી અપાઈ, 40000 દર્શકો માટે હશે બેઠક વ્યવસ્થા

GSTV Web News Desk
GSTV