GSTV

corona: લોકડાઉનને શેરબજારનો જોરદાર આવકાર, ભારે ઉછાળા સાથે બંધ થયું બજાર

corona

ભારતીય શેરબજાર(Share Market) ભારે ઉછાળા સાથે બંધ થયું છે. માર્કેટની શરૂઆત પણ તેજી સાથે થઇ હતી. જો કે અડધા જ કલાકમાં માર્કેટમાં વોલેટાલિટી જોવા મળી. તેમ છતાં દિવસના અંતે સેન્સેક્સ 1861 પોઇન્ટ વધીને 28 હજાર 535ના લેવલે જ્યારે કે નિફ્ટી 516 પોઇન્ટ વધીને 8 હજાર 317ના સ્તરે બંધ થયો. આમ સેન્સેક્સમાં 6.98 ટકાનો અને નિફ્ટીમાં 6.62 ટકાનો સુધારો રહ્યો. બેંકિંગ શેર્સમાં સારી એવી ખરીદદારી નીકળી. બેંક નિફ્ટી 1373 પોઇન્ટ ઊંચકાઇને 18 હજાર 481ના લેવલે બંધ થયો.

Corona: આ શેરમાં ભારેે ખરીદદારી

બેંક નિફ્ટીમાં 8 ટકાનો સુધારો નોંધાયો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી અને એચડીએફસી બેંકના શેર્સમાં ભારે ખરીદદારી રહી. માર્કેટમાં ઉપલા મથાળે પહોંચાડવામાં આ શેર્સની આગેવાની રહી. રિલાયન્સના શેરમાં પોણા પંદર ટકાનો ઉછાળો નોંધાયો. અમેરિકાએ અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે બે લાખ કરોડ ડોલરનું રાહત પેકેજનું એલાન કર્યું. જેની ભારતીય શેરબજાર ઉપર સકારાત્મક અસર જોવાઇ. ત્યારે રોકાણકારોને આશા છે કે વહેલી તકે મોદી સરકાર પણ ભારતીય અર્થતંત્ર માટે આવું જ કોઇ પેકેજ જાહેર કરી શકે છે.

Read Also

Related posts

સેક્સ વર્કર્સ માટે આફત બનીને આવ્યો corona : ગ્રાહકો ન મળતાં ખાવાના ફાંફા, હાલત કફોડી

Bansari

ખેડુતો આનંદો! કેન્દ્ર સરકારનો લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે લીધો મહત્વનો નિર્ણય

pratik shah

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ફરજ દરમિયાન કોરના વાયરસથી મોત થાય તો આ સહાય કરાશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!