GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

લોકડાઉન

કોરોના(Corona) વાયરસના સંક્રમણને ફેલાવવાથી રોકવા માટે લગાવવામાં આવેલા લોકડાઉન (Lockdown) ઉલ્લંઘનના આરોપમાં દિલ્હી પોલીસે 66 હજાર લોકો વિરૂદ્ધ દિલ્હી પોલીસ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે. તેમાં 3350 વિરૂદ્ધ આઈપીસીની ધારા 188 હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસે 10 હજાર વાહનોને જપ્ત કર્યા છે. જ્યારે ક્વોરન્ટાઈનનો ઉલ્લંધન કરવાના આરોપમાં 40 લોકો વિરૂદ્ધ મામલો દાખલ કરવામાં આવ્યો છે. આ જાણકારી દિલ્હી પોલીસના પીઆઈઓ એમએસ રંધાલાએ શનિવારે આપી છે.

જણાવી દઈએ કે કોરોના વાયરસના ખતરાને જોતા આખા દેશને 21 દિવસનું લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. એવામાં જે જ્યાં છે તેમને ત્યાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. પરંતુ તે બાદ અમુક લોકો એવા પણ મળ્યા જેમણે લોકડાઉન અને દિલ્હી પોલીસના દિશા નિર્દેશોનું પાલન નથી કર્યું. જેમના વિરૂદ્ધ પોલીસે કડક વલણ દાખવતા કેસ દાખલ કર્યો છે.

corona

દિલ્હીમાં Coronaના દર્દીઓની સંખ્યા 445 થઈ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે જણાવ્યું કે રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા વધીને 445 થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે ફક્ત 40 મામલા જ સ્થાનીક સંક્રમણના છે જ્યારે વધારે દર્દીઓએ છે જેમણે વિદેશ યાત્રા કરી હોય અથવા હાલમાં જ નિઝામુદ્દીનના મરકજથી આવ્યા હોય.

આવતા બે ત્રણ દિવસમાં વધી શકે છે Corona પીડિતોની સંખ્યા

મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યું કે નિઝામુદ્દીન સ્થિત તબલીગી જમાતના મરકજથી 2,300 લોકોને કાઢી લેવામાં આવ્યા છે અને આવતા બે-ત્રણ દિવસમાં તેમની તપાસ પૂર્ણ થશે અને ત્યારે સંક્રમિતોની સંખ્યા વધી શકે છે. તેમણે જણાવ્યું કે દિલ્હીમાં કોરોના વાયરસના કારણે જે છ લોકોના મોત થયા હતા તેમાં પાંચની ઉંમર 60થી વધુ હતી અને તે એક અથવા બે ગંભીર બિમારીઓના શિકાર હતા. દિલ્હીના મુખ્યમંત્રીએ જણાવ્યું કે ડોક્ટરો અને નર્સો માટે વ્યક્તિગત સુરક્ષા ઉપકરણની કમી છે અને કેન્દ્રએ અત્યાર સુધી પીપીઈ ઉપલબ્ધ નથી કરાવ્યું.

Read Also

Related posts

અમદાવાદ સિવિલની ઘોર બેદરકારી : ૧૬ તારીખે મૃત્યુ પામેલ દર્દીના પરિજનોને ૩૦ તારીખે ફોન પર મેસેજ કર્યો

Nilesh Jethva

ભાજપ શાસિત આ નગરપાલિકામાં ભડકો, 12 નગરસેવકોએ આપ્યા રાજીનામા

Nilesh Jethva

સોમવારથી દેશમાં 200 સ્પેશ્યલ ટ્રેન દોડશે, 26 લાખ મુસાફરોએ 30 જુન સુધી કરાવ્યું બુકિંગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!