GSTV

ફક્ત ભારત જ નહીં વિશ્વના આ દેશોમાં છે આટલા દિવસોથી Lockdown, લોકો આ રીતે જીવી રહ્યા છે

lockdown

કોરોના(Corona) સંક્રમણને અટકાવવા માટે ભારત(India)માં 24 માર્ચથી 21 દિવસનનું લોક ડાઉન (Lockdown) આપવામાં આવ્યું છે. સરકાર દ્વારા જીવન જરુરી ચીજ વસ્તુંઓને બાદ કરતા તમામ કારાબાર અને વ્યવસાયોને શટ ડાઉનનો આદેશ આપવામાં આવ્યો છે. લોકો ઘરમાં પૂરાયેલા રહ્યા છે અને બહાર પોલીસ ચોકી પહેરો કરી રહી છે. કોરોના વૈશ્વિક મહામારી હોવાથી માત્ર ભારતે જ નહી દુનિયાના ઘણા દેશોએ આ પ્રકારના કડક પગલા ભર્યા છે. જર્મનીની વાત કરીએ તો 22 માર્ચથી બે થી વધુ લોકોને એક સાથે કારણ વગર બહાર નિકળવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

Lockdown: બ્રિટન

બ્રિટને પણ 23 માર્ચથી લોકોને 3 અઠવાડિયા સુધી ઘરની બહાર નહી નિકળવાનો આદેશ આપ્યો છે. પ્રવાસીઓના મનપસંદ દેશ તરીકે જાણીતા સ્વિત્ઝરલેન્ડમાં પણ સૂનકાર જોવા મળે છે સરકારે 19 એપ્રિલ સુધી લોકોને ઘરની બહાર નહી નિકળવાની વાત કરી છે એક પણ હોટલ કે રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવામાં આવ્યા નથી.

lockdown

Lockdown: સ્પેન

વિશ્વમાં સૌથી વધુ પ્રાચિન ધરોહર ધરાવતા સ્પેન દેશમાં કોરોનાનો કહેર ના હોતતો ટૂરિસ્ટ સિઝનમાં વિશ્વભરમાંથી પ્રવાસીઓ જોવા મળતા હોત તેના સ્થાને આખો દેશ બિહામણો લાગે છે. સ્પેન સરકારે કોરોનાના 80 હજારથી વધુ કેસ નોંધાતા ઇમરજન્સી લાગુ પાડી છે આ ઇમરજન્સી કેટલા દિવસ રહેશે તેની કોઇ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

Lockdown: ફ્રાંસ

લોક ડાઉનનો આદેશ આપવામાં ફ્રાંસ ભારત પણ આગળ રહ્યો હતો. ફ્રાંસે 17 માર્ચના રોજ દેશમાં તાળાબંધીની જાહેરાત કરી તેની મુદત 27 માર્ચના રોજ પુરી થતા 15 એપ્રિલ સુધી વધારવામાં આવી છે.

Lockdown: ઇટલી,ગ્રીસ,બેલ્ઝિયમ,નોર્વે

ઇટલીએ 9 માર્ચના રોજ લોકડાઉન આપ્યું જે હવે પરીસ્થિતિ કાબુમાં ન આવે ત્યાં સુધી ચાલું રહેશે. ગ્રીસમાં 23 માર્ચથી લોકડાઉન ચાલે છે અને બહાર નિકળવા માટે આઇડી દેખાડવું પડે છે. ડાયમંડના કારોબાર માટે જાણીતા બેલ્ઝિયમે 18 માર્ચથી 5 એપ્રિલ સુધીનું લોકડાઉન આપ્યું પરંતુ તે લંબાવીને 19 એપ્રિલ કર્યુ છે. આવી જ રીતે નોર્વેએ 13 એપ્રિલ જયારે આર્યલેન્ડે 19 એપ્રિલ સુધી લોકોને ઘરની બહાર નિકળવાની ના પાડી છે.

lockdown

Lockdown: દક્ષિણ આફ્રિકા, સાઉદી

દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસનું સંક્રમણ ઓછું છે તેમ છતાં 27 માર્ચથી 3 અઠવાડિયા સુધી લોક ડાઉન જાહેર કર્યુ છે. ભારતની જેમ અહીં પણ પોલીસ ચોકી પહેરો ભરે છે. સાઉદી અરબે મક્કા,મદિના અને રિયાદમાં કોરાનાના પગલે કરફર્યુ નાખ્યો છે. 1 લાખથી વધુ સંક્રમણ ધરાવતા યુનાઇ સ્ટેટ ઓફ અમેરિકાએ લોક ડાઉન જાહેર નથી કર્યુ પરંતુ મોટા શહેરો સીલ કરવાની ફરજ પડી છે

Read Also

Related posts

ક્રૂર બન્યા માણસ: 50થી વધારે વાનરને ઝેર આપી બોરીઓમાં ભરી ખૂબ માર માર્યો, 38થી વધારે વાંદરાના રામ રમી ગયાં

Pravin Makwana

માર્ક્સની માથાકૂટનો મુદ્દો પહોંચ્યો હાઇકોર્ટ, ગણતરીમાં ભૂલ હોવાની અરજી મામલે ગુજરાત યુનિ.ને કરાયું આ ફરમાન

Dhruv Brahmbhatt

ખાસ વાંચો/ તમારો પાર્ટનર તમને કેટલો પ્રેમ કરે છે? Facebookની આ ધાંસૂ ટ્રિકથી જાણો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!