GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

લોકડાઉન : સાઈકલ દ્રારા લોકો કરી રહ્યાં છે 800 કિલોમીટર સુધીની યાત્રા, બે દિવસથી કશું ખાધુ નથી

કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. 21 દિવસ સુધી લોકડાઉન ચાલું રહેશે. ગામડું હોય કે શહેર હોય લોકો ઘરમાં કેદ છે. કોરોના વાયરસનું સંક્રમણ વધારે ન ફેલાય આ માટે સરકાર દ્રારા લોકોને ઘરમાં જ રહેવાની ફરજ પાડવામાં આવી છે. કોરોના વાયરસના કારણે લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. બીજી તરફ કેટલાંક એવા લોકો પણ છે જેમણે લાંબી સાઈકલ યાત્રા કરી પોતાના ગામ પહોંચવાનું બીડુ ઝડપ્યું છે. ત્યારે દેશભરમાં કોરોના વાયરસના કહેર વચ્ચે ભારતીયોની યાત્રા કેવી છે તેના પર એક નજર કરીએ.

10 કલાકમાં પગપાળા 135 કિલોમીટરની યાત્રા

લોકડાઉનની સૌથી વધારે અસર કામ કરનારા મજૂરો પર થઈ છે. જે પોતાનું ઘર છોડીને બીજા શહેરોમાં રહે છે. સહરાનપુરનો રહેવાસી અંકિત કુમાર અપન ઘર છોડીને મેરઠમાં મજૂરી કરી રહ્યો હતો. લોકડાઉન થતા તેની રોજગારી ખત્મ થઈ ગઈ. રોજગારી ન રહેતા તેણે મેરઠ છોડી સહારનપુર પરત આવવાનો નિર્ણય લીધો. પણ માર્ગવ્યવહારના તમામ સાધનો બંધ હોવાના કારણે અંકિતે 10 કલાક પગપાળા ચાલવાનો નિર્ણય લીધો. મેરઠથી 135 કિલોમીટર દૂર સહારનપુરમાં મારું ઘર છે. પાછલા મહિનામાં કંઈ આવક ભેગી નથી થઈ જેથી આગામી મહિનામાં પણ કોઈ આશા નથી. એવામાં મારી પાસે મેરઠ છોડવા સિવાય કોઈ વિકલ્પ નથી.

સાઈકલથી 800 કિલોમીટરની પદયાત્રા

દહેરાદૂનમાં મજૂરી કરનારા મૂરતલાલને લોકડાઉનના કારણે ખાવાના સાસા પડી ગયા. જેના કારણે તેઓ 800 કિલોમીટર દૂર ઉત્તર પ્રદેશ ખાતે આવેલા રાયબરેલીના પોતાના ઘરે સાઈકલ લઈને નીકળી પડ્યા. તેમની સાથે અન્ય 8 સદસ્યો પણ હતા. જે સાયકલ પર સવાર હતા. મૂરતલાલે 100 કિલોમીટર સુધી હરિદ્રારની યાત્રા કરી. પણ આટલું જ નહીં હજુ તેમને 700 કિલોમીટરની વધારાની યાત્રા કરવાની છે. મૂરતલાલે કહ્યું કે, અમે ગત્ત બે દિવસમા માત્ર એક જ વખત ખાધુ છે. અમે રોજ કમાણી કરીને ખાનારા લોકો છીએ. 8 લોકો પાસે મળીને કુલ 2 હજાર રૂપિયા છે. જો રસ્તામાં કોઈ રોકશે તો ઘરે પહોંચતા હજુ પણ 5 દિવસ લાગશે.

બિસ્કીટ ખાઈ હરિયાણાથી અલગીઢ પહોંચ્યા

પોતાનું રાજ્ય છોડીને સીમાવર્તી રાજ્યોમાં કામ કરનારા લોકો પણ લોકડાઉનની અસરથી બચી નથી શક્યા. જેમાંથી એક મોહમ્મદ કાસીમ છે. જે હરિયાણાના પલવલમાં રહે છે. લોકડાઉનના કારણે તેમની પાસે પૈસા પણ ન વધ્યા અને કામ પણ ન રહ્યું. જે પછી કાસીમ સાથે અન્ય પાંચ લોકોએ હરિયાણા પરત ફરવાનું કામ કર્યું. કાસિમે કહ્યું કે અમે લોકો રસ્તામાં 28 કલાક પગપાળા ચાલ્યા. આ સમયે અમે માત્ર બિસ્કીટ અને પૈસા હતા.

READ ALSO

Related posts

રાજ્યમાં મેમાં 300 પ્લસ અને જૂનમાં 400 પ્લસની કોરોનાએ પકડી ઝડપ, અમદાવાદ 13 હજારને પાર

Harshad Patel

વાવાઝોડાની અસર: મુંબઈનો સમુદ્ર તોફાની બન્યો, દરિયાકિનારે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ

pratik shah

અમેરીકા થયું વધુ સખ્ત, ચીનથી આવનારા યાત્રી વિમાનો પર લગાવ્યો સંપૂર્ણ પ્રતિબંધ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!