GSTV

કોરોનાથી મોતનો આંક આ દેશમાં ચીનથી પણ ડબલ થયો, સ્વાસ્થ્ય સેવામાં વિશ્વમાં નંબર 2 છે

પૂરી દુનિયામાં કોરોના વાયરસનાં કેસોની સંખ્યા ત્રણ લાખ પચાસ હજારથી વધારે થઈ ગઈ છે.દુનિયાના 194 દેશોમાં વાયરસ ફેલાયો છે. જેમાં 18,905 લોકોનાં મોત થઈ ચૂકયા છે. અત્યારસુદીમાં 4 .22 લાખ લોકો કોરોના પોઝિટીવ છે. જેમાંથી 1.29 લાખ લોકો સ્વસ્થ થયા છે. સૌથી ઝડપી કોરોના અમેરિકામાં વધી રહ્યો છે. જેમાં મોટા ભગનાં ચીનમાં 81,093 અને ઈટલીમાં 63,927 થઈ છે. જો કે, આ આંકડા વાસ્તવિક આંકડા કરતા ઓછા હોઈ શકે છે કારણ કે ઘણા દેશોમાં કોરોનાનાં કેસની તપાસ ચાલી રહી છે. તો આ તરફ, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સોમવારે ચેતવણી આપી કે, કોવિડ 19 મહામારી સ્પષ્ટ રીતે ઘણી તેજીથી ફેલાઈ રહી છે. જો કે, સંગઠને એમ પણ જણાવ્યું કે પ્રકોપની આ દિશાને બદલવી સંભવ છે. સંગઠનનાં પ્રમુખ ટેડ્રોસ ગેબ્રયાસસે પ્રત્રકારોને કહ્યુ, મહામારી તેજ થઈ રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પહેલા કેસથી 1,00,000 કેસ સુધી પહોંચતા 11 દિવસ લાગ્યા, બીજા 1,00,000 કેસ સુધી પહોંચતા 11 દિવસ લાગ્યા અને ત્રીજા 1,00,000 સુધી પહોંચવામાં માત્ર 4 દિવસો જ સામે આવ્યા છે. તેમણે જણાવ્યું છે કે, આપણે અસહાય નથી. આપણે આ મહામારી પર જીત મેળવી શકીએ છીએ.અમેરિકામાં કોરોનાથી 600થી વધારે લોકોના મોત થયા છે. જ્યારે  50 હજાર લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. 

કોરોના
દેશમોતકેસ
ઈટાલી682069176
ચીન328181218
સ્પેન299142058
ઈરાન193424811
ફ્રાન્સ110022304
અમેરિકા78254867
બ્રિટન4228077
નેધરલેન્ડ2765560
જર્મની 15932991
દ. કોરિયા1269137
સ્વિત્ઝરલેન્ડ1229877
ભારત11562
 • કોરોના વાયરસના કારણે વૈશ્વિક અર્થતંત્ર પર ગંભીર અસર
 • કોરોનાથી વિશ્વને ૨ ટ્રિલિયન ડોલરના નુકસાનનો અંદાજ
 • યુએન ટ્રેડ એજન્સીએ રજૂ કર્યુ અનુમાન
 • વિશ્વમાં અત્યારે ડૂમ્સ ડે સિનારિયો : યુએનસીટીએડી
 • કોરોના વાયરસથી ભારતીય અર્થવ્યવસ્થાને મોટો ઝાટકો
 • યુરો–એરિયા અને જાપાનમાં મંદી ફેલાશે
 • અમેરિકાનો આર્થિક વિકાસ દર ૦.૫ ટકા ઘટશે
 • બેરોજગારીની સંખ્યા વધશે
 • ચીનનો ચાલુ નાણાકીય વરસમાં વિકાસ દર ઘટશે
 • અંદાજે ૨.૭ ટ્રિલિયન ડોલર જેટલું નુકશાન થશે
 • ૨૦૧૯ના છેલ્લા કવાર્ટરમાં ચીનનો વિકાસ દર ૫.૮ ટકા
 • ૨૦૨૦ના પ્રથમ કવાર્ટરમાં ચીનનો આર્થિક વિકાસ દર માઇનસમાં
 • મહામારીને કારણે વિશ્વની અર્થ વ્યવસ્થા ઠપ્પ જેવી સ્થિતિમાં
 • વિશ્વના ઘણા દેશોએ આર્થિક પેકેજો જાહેર કર્યા
 • વર્લ્ડ બેન્કે જરૂરિયાતમંદ દેશો માટે ૧૨ અબજ ડોલરનું આર્થિક પેકેજ જાહેર કર્યું
 • અમેરિકાના નાગરિકોને ૧,૦૦૦ ડોલરની સહાય
 • બેરોજગારી વીમા માટે ઈમર્જન્સી ગ્રાન્ટ્સમાં ૧ અબજ ડોલરનું સહાય પેકેજ
 • સિંગાપોરે સ્થાનિક કામદારોને રોકડ સહાયની યોજના શરૂ કરી
 • કામદારોને માસિક ૩,૬૦૦ ડોલર સુધીની સહાય કરાશે
 • આ વર્ષે સિંગાપોર જુલાઈમાં ૧.૩ અબજ ડોલરનું પેકેજ જાહેર કરશે
 • હોંગકોંગે તેના નાગરિકોને ૧,૨૦૦ અમેરિકન ડોલરની સહાય યોજના બનાવી
 • કોરોનાની અસરો ઘટાડવા માટે હોંગકોંગે ૧૨૦ અબજના રાહત પેકેજની જાહેરાત કરી
 • જર્મનીએ ઉદ્યોગોને ૧.૧ અબજ ડોલરનું પેકેજ જાહેર કર્યું
 • સ્પેન સરકારે કામદારો માટે ૨૧૯ અબજ ડોલરના ભંડોળની જાહેરાત કરી
 • ફ્રાન્સ સરકારે ૫૦ અબજનું સહાય પેકેજની જાહેરાત કરી
 • કોરોનાને કારણે યુકે એ ૧૪.૫ અબજનું ભંડોળની જાહેરાત કરી

ઈટાલીમાં કોરોના કેર બનીને લોકોને ભરખી રહ્યો છે. 24 કલાકમાં 743 લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે. જ્યારે કે 6 હજાર 820 લોકોના મોત કોરોનાથી થયા છે. ઈટાલીમાં સતત કોરોનાના પોઝિટીવ કેસ વધી રહ્યા છે. તો વળી ઈટાલીમા કેટલાક દર્દીઓ સાજા પણ થયા છે. કોરોના મહામારીથી ફ્રાન્સમાં એક દિવસમાં 240ના મોત સાથે અત્યાર સુધીમાં 1100 લોકોએ જીવ ગુમાવ્યો છે, જેને લઈને ફ્રાન્સ સરકાર ચિંતિત છે. ઈટાલી સ્વાસ્થ્ય સેવામાં વિશ્વમાં નંબર 2 પર હોવા છતાં કોરોનાને રોકી શકી નથી. આ જ સ્થિતિ અમેરિકાની પણ છે.

Related posts

અમદાવાદ કમિશ્નરને છે હજુ આ ભય, 24 કલાકમાં નવા 11 પોઝિટીવ કેસો બહાર આવ્યા

Karan

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ફરજ દરમિયાન કંઇ થયું તો કોરોના વોરિયર્સને મળશે 25 લાખ રૂપિયા

pratik shah

આને કહેવાય નોકરી : પતિ-પત્ની બંને પોલીસકર્મી, મા દીકરીને લઇને બજાવે છે ફરજ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!