GSTV
Gujarat Government Advertisement

અમદાવાદમાં કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના આ 7 ઝોન છે ડેન્જર ઝોન, રૂપાણી સરકાર લઇ રહી છે રિસ્ક તમે સાચવજો!

Last Updated on May 26, 2020 by Mansi Patel

અમદાવાદમાં લોકડાઉનનો ચોથો તબક્કો છૂટછાટવાળો રહ્યો છે. અગાઉ અમદાવાદમાં જે વિસ્તારોમાં 100થી વધારે કેસો આવ્યા તો તુરંત તેને રેડઝોન જાહેર કરીને તમામ છૂટછાટો બંધ કરી સંપૂર્ણ લોકડાઉન પાલન કરાવવામાં આવ્યું તેવા વિસ્તારોમાં હાલ પરિણામો મળી રહ્યા છે. જ્યાં રોજના 20થી 25 કેસો આવતા ત્યાં અત્યારે સદંતર બંધ થઈ ગયા કે બે ચાર કેસો આવી રહ્યા છે. આવા રેડઝોનમાં અત્યાર સુધીમાં 500થી વધારે લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. પરંતુ અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં અત્યારે 200થી વધુ કેસો ધરાવતા 7થી પણ વધારે વિસ્તારોને નોન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં લઈને તમામ પ્રકારની છૂટછાટો આપવામાં આવી છે. શું આનાથી આ વિસ્તારોમાં કોરોના સંક્રમણમાં વધારો નહીં થાય. અમદાવાદમાં હાલ 200થી વધારે પોઝીટીવ કેસો ધરાવતા વિસ્તારોમાં દક્ષિણ ઝોનમાં ઈસનપુરમાં 288નો આંક થયો છે. જ્યારે વટવામાં 209 અને લાંભામાં 213 કેસ નોંધાયા છે. અમરાઈવાડીમાં પણ 207 કેસ થયા છે. કુબેરનગરમાં 258થી વધારે કેસ થયા છે. બાપુનગરમાં 300થી વધારે કેસ થયા છે. નરોડામાં 222થી વધારે કેસ નોંધાયા છે. આ બધા વિસ્તારો આગામી સમયમાં અમદાવાદની કોરોના સંક્રમણની સ્થિતિ બદલવામાં ભાગ ભજવી શકે છે. છતાં તંત્ર દ્વારા શા માટે ચૂપકીદી સાધી લેવામાં આવી છે એ મોટો પ્રશ્ન છે. સરકાર લોકડાઉનમાં છૂટછાટ આપવામાં અમદાવાદીઓના જીવ સાથે ચેડાં કરી રહી છે.

વોર્ડ આગળના આજના કુલ
પશ્ચિમ ઝોન
પાલડી 134 4 138
નવરંગપુરા 195 195
નવા વાડજ 133 1 134
નારણપુરા 119 3 122
સ્ટેડિયમ 47 47
વાસણા 141 1 142
રાણીપ 89 5 94
સાબરમતી 84 2 86
ચાંદખેડા 103 2 105
કુલ 1042 18 1060
દક્ષિણ પશ્ચિમ
જોધપુર 101 3 104
વેજલપુર 137 6 143
સરખેજ 49 2 51
મક્તમપુર 79 12 91
કુલ 387 23 410
ઉત્તર પશ્ચિમ
બોડકદેવ 87 2 89
થલતેજ 57 1 58
ગોતા 89 1 90
ચાંદલોડિયા 55 1 56
ઘાટલોડિયા 48 7 55
કુલ 333 12 345
દક્ષિણ ઝોન
ઇન્દ્રપુરી 62 62
દાણીલીમડા 467 6 473
મણીનગર 434 12 446
બહેરામપુરા 540 5 545
ખોખરા 74 74
ઇસનપુર 282 6 288
વટવા 206 6 209
લાંભા 206 7 213
કુલ 2173 39 2212
પૂર્વઝોન
ભાઇપુરા 66 3 69
અમરાઈવાડી 202 5 207
ગોમતીપુર 299 4 303
વિરાટનગર 67 3 70
ઓઢવ 148 4 152
નિકોલ 102 13 115
વસ્ત્રાલ 107 2 109
રામોલ 52 4 56
કુલ 1047 38 1085
મધ્ય ઝોન
ખાડિયા 652 4 656
અસારવા 418 16 434
દરિયાપુર 240 6 246
જમાલપુર 911 8 919
શાહપુર 336 8 342
શાહીબાગ 154 8 162
ઉત્તર ઝોન
કુબેરનગર 258 8 266
બાપુનગર 314 10 324
સરસપુર 352 10 362
ઠક્કરનગર 119 16 135
સૈજપુર 90 3 93
ઇન્ડિયા કોલોની: 55 1 56
સરદારનગર 64 20 84
નરોડા 195 27 222
કુલ 1446 95 154
Corona

દરિયાપુરમાં 246 કેસ છતાં કન્ટેન્ટમેન્ટ અને બાપુનગરમાં 324થી વધુ કેસ છતાં નોનકન્ટેન્ટમેન્ટ ઝોન

મહત્ત્વની વાત એ છે કે રેડઝોનમાં પહેલેથી મુકાયેલા દરિયાપુરમાં ફક્ત 246 કેસ અત્યાર સુધીના નોંધાયા છે. જ્યારે બાપુનગરમાં 324થી વધારે કેસ નોંધાયા છે. હાલમાં પર દરરોજ 10થી પણ વધારે કેસ આ વિસ્તારમાંથી આવે છે છતાં નઘરોળ તંત્ર દ્વારા પૂર્વના નવા વિસ્તારોને કેમ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવતો નથી. એએમસી દ્વારા હવે ક્યા પ્રકારના અખતરાઓ કરવાના બાકી છે. એ સમજાતું નથી. શું અમદાવાદને લોકોના ભરોશે છોડી મુકાયું છે. આ વિસ્તારોમાં 500થી વધારે કેસ આવશે ત્યારે તેને રેડઝોન- કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવવામાં આવશે ? શું અમદાવાદમાં કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા વધી જાય તો અધિકારીઓને આગળ જવાબો આપવા પડે એટલા માટે નથી જાહેર કરાતા કે પછી રાજ્ય સરકાર દ્વારા એએમસીને એવી કોઈ સત્તા અપાઈ નથી એ પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. શું અમદાવાદમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે એએમસી કે રાજ્ય સરકાર પાસે કોઈ નક્કર સ્ટ્રેટેજી નથી? શા માટે 200થી વધુ કેસો ધરાવતા વિસ્તારોમાં સતત નવી નવી છૂટછાટો આપવામાં આવી રહી છે. આ વિસ્તારોને શા માટે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવવામાં આવતા નથી. કન્ટેન્ટમેન્ટ ઝોનનો આંક વધી જાય તો સંક્રમણ રોકવામાં ફેલ ગયા એવી છાપ ઊભી ના થાય તે માટે રિશ્ક લેવામાં આવી રહ્યું છે? જો આ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં નહીં આવે તો ચોક્કસ પણે અમદાવાદ પર રેડ ઝોન સિવાય આ 7 ઝોન ભારે પડી શકે છે.

11 ઝોન સિવાય વધુ 7 ઝોન અમદાવાદની સ્થિતિ બગાડી દેશે

રાજ્ય સહિત અમદાવાદમાં ત્રણ તબક્કાના લોકડાઉનમાં પણ કેસો સતત વધી રહ્યા હતા છતાં ચોથા લોકડાઉનમાં અમદાવાદને પૂર્વ અને પશ્ચિમ એમ બે ઝોનમાં વહેંચીને છૂટછાટને પણ એટલો જ મોટો અવકાશ આપ્યો છે. પહેલા જે વિસ્તારોમાં 100 કેસો આવ્યા તો તુરંત તેને રેડઝોનમાં સમાવી કડકહાથે આ વિસ્તારોમાં કોરોના પોઝીટીવ શોધવા માટે મહેનત કરાતી હતી. આજે એજ અમદાવાદમાં 200થી વધારે કેસો ધરાવતા વિસ્તારોને નોન કન્ટેન્ટેન્ટ ઝોનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શું રિસ્ક લેવા માગે છે તે કંઈ ખબર પડતી નથી. અમદાવાદમાં 11 કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય બીજા એવા 7થી પણ વધારે ઝોન છે જે આવનારા સમયમાં અમદાવાદ માટે ગંભીર પરિસ્થિતિ ઊભા કરનારા ઝોન સાબિત થઈ શકે છે.

આગામી સમયમાં ક્યાં જઈને અટકશે કોરોના ?

પશ્ચિમ અમદાવાદના એક અને પૂર્વ વિસ્તારના 10 મળી કુલ 11 વોર્ડને કન્ટેમેન્ટ ઝોન જાહેર કરાયા છે. કન્ટેન્મેન્ટ ઝોનમાં અમદાવાદના ગુલબાઈ ટેકરા અને પૂર્વ વિસ્તારના ખાડિયા, જમાલપુર, શાહપુર, દરિયાપુર, દાણીલીમડા, અસારવા, મણિનગર, સરસપુર, બહેરામપુરા અને ગોમતીપુરનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ત્રીજા તબક્કામાં દૂધ, દવા સિવાય તમામ દુકાનો બંધ રાખીને કડકપણે લોકડાઉનનો અમલ કરાવાયો હતો. છતાં તેના કોઈ નક્કર પરિણામો મળ્યા નથી એ અમદાવાદમાં દરરોજ નવા વધતા કેસોનો આંક બતાવી રહ્યા છે. આગામી સમયમાં આ આંક ક્યાં જઈને અટકશે તેની તો હાલમાં કોઈને ખબર નથી એ પણ સત્ય હકિકત છે.

છેલ્લા 26 દિવસથી રાજ્યમાં 300થી વધુ અને 25 દિવસથી અમદાવાદમાં 250થી વધુ કેસ

તારીખકેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
29 એપ્રિલ308 (250) 
30 એપ્રિલ313(249)
1 મે326 (267)
2 મે333 (250)
3 મે374 (274)
4 મે376 (259)
5 મે441(349) 
6 મે380 (291) 
7 મે388 (275) 
8 મે390 (269) 
9 મે394(280)
10 મે398 (278) 
11 મે347 (268)
12 મે362 (267) 
13 મે364 (292) 
14 મે324 (265)
15 મે340(261)
16 મે348(264)
17 મે391(276)
18 મે366(263)
19 મે395(262)
20 મે398(271)
21 મે371 (233)
22 મે363(275)
23 મે396(277)
24 મે394(279)

હેલ્થકાર્ડની યોજના અભરાઈએ ચડી

અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસોથી ઘાંઘુ બનેલું અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર એક પછી એક પ્રોજેકટ અને પ્લાનને અભેરાઇએ ચઢાવતું જાય છે. આવું જ કંઇક હેલ્થ કાર્ડને લઇને થયું છે. અમદાવાદમાં શાકભાજીના ફેરીયાઓ સુપર સ્પ્રેડર સાબિત થયા છે. તેવી સ્થિતીમાં શાકભાજીના ફેરીયાઓ તેમજ વેપારીઓ માટે હેલ્થ કાર્ડ ફરજીયાત બનાવી દેવાયા હતા. જો કે હવે જ્યારે રિન્યુ કરવાનો સમય થયો ત્યારે તંત્ર દ્વારા નવા કાર્ડ ઇશ્યૂ કરવા તેમજ રિન્યૂ કરવાની કામગીરી જ બંધ કરી દેવાઇ છે.

Gujarat Government Advertisement

Related posts

દાનવીરનો દેશ/ પરોપકાર કરવામાં જમશેદજી ટાટા અવ્વલ, જમશેદજીએ પોતાની હયાતીમાં 102 અબજ ડોલરનું કર્યું દાન

pratik shah

હિન્દ મહાસાગરમાં જોવા મળ્યો સેનાનો પાવર, ભારતીય નૌસેના અને યુએસ નેવીએ કર્યો સંયુક્ત યુદ્ધાભ્યાસ

Pritesh Mehta

શાંઘાઈ સહયોગ સંગઠનમાં અજીત ડોભાલની સીધા મોઢાની વાત, લશ્કર અને જૈશ વિરુદ્ધ કાર્યવાહી કરવા પર મુક્યો ભાર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!