GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

અમદાવાદ ત્રીજા સ્ટેજમાં પહોંચ્યું : નહેરાએ આટલા દિવસ ઘરમાંથી બહાર ન નીકળવા આપી ચેતવણી, ટોપ લેવલની બેઠક યોજાઈ

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ કોર્પોરેશનમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ છે..આ બેઠકમાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મ્યુ.કમિશનર વિજય નહેરા તેમજ મંત્રી કૌશીક પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તો આ બેઠકમાં ધારાસભ્યો અને સાંસદ પણ તેમજ કલેકટર હાજર રહ્યા હતા. બેઠકમાં મ્યુ.કમિનશરે અમદાવાદ કોરોનાના ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયું હોવાની વાત કરી છે. પૂર્વના બાપુનગર , જમાલપુર , દરિયાપુરમાં સૌથી વધુ કેસ હોવાની વાત કરતા આ તમામ વિસ્તારમાં હવે કડક કામગીરીની વાત કરી છે .આ ઉપરાંત સોમવારથી ગીચ વિસ્તારોમા 700 હેલ્થ ટીમો ઉતારશે તેમજ હવેના 10 દિવસ નાગરિકો ઘર બહાર ના નીકળે તેવી કમિશનરે અપીલ કરી છે. વધતા રોગને લઈને કૌશિક પટેલે કહ્યું કે અત્યારસુધીમાં 6 હજાર લોકોને ક્વોરન્ટિન કરાયા છે. ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. પ્રથમ 8 દિવસમાં 44 કેસ તો બીજા 8 દિવસમાં 48 પોઝિટિવ કેસ થયાં છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં આજે 12 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બે ગાંધીનગર, બે ભાવનગર, એક પાટણ, એક સુરત અને છ કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ તમામ કેસો મોટાભાગે લોકલ ટ્રાન્સમિશનના છે. આ સાથે જ રાજ્યમાં કુલ 107 પોઝિટિવ કેસો થયા છે.

તો વડાપ્રધાનની દિપક પ્રગટાવાની અપીલને લઇને પણ આ બેઠકમાં ચર્ચા કરાઇ.તો ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જે લોકો બહાર આવ્યા છે તેનું લિસ્ટ આપ્યુ હોવાની વાત કરીને શહેરમાં કરફયૂ પણ લાગી શકે છે તેવી વાત કરીને જે લોકો જમાતમાં ગયા હોય તે લોકોને આરોગ્ય વિભાગનો સંપર્ક કરવા પણ અપીલ કરી હતી. ઇમરાન ખેડાવાલાએ લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી છે.

દેશભરમાં  Coronaએ હાહાકાર મચાવ્યો છે ત્યાં આ મહામારીનું હૉટસ્પોટ બની ગયેલુ અમદાવાદ  Coronaના ત્રીજા તબક્કામાં સપડાયું છે. અમદાવાદમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનના કેસ વધી રહ્યાં છે. ત્યારે તંત્ર દ્વારા શહેરના 5 વિસ્તારોમાં ક્લસ્ટર કોરેન્ટાઇન કરવામાં આવ્યું છે. શહેરના શાહપુર, બાપુનગર, શાહઆલમ, દરિયાપુર અને જમાલપુરમાં ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવાની ફરજ પડાઇ છે. આ 5 વિસ્તારોના આશરે 500 ઘરોને ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં છે જેમાં અંદાજે 22000 જેટલા વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવાની ફરજ પડી છે.

આ 5 વિસ્તારમાં શા માટે લેવાયો ક્લસ્ટર ક્વોરંટાઈનનો નિર્ણય

જણાવી દઇએ કે શહેરમાં  Coronaનો ચેપ લોકલ ટ્રાન્સમિશનમાં ફેલાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયુ છે. શહેરના આ 5 વિસ્તારોની એવી સોસાયટીઓને ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવામાં આવી છે જે પોઝીટીવ કેસના દર્દીના સંપર્કમાં આવી હોય. ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવામાં આવેલી સોસાયટીના સભ્યો બહાર નહી નીકળી શકે તેમજ સોસાયટી બહારનો વ્યક્તિ અંદર નહી પ્રવેશી શકે. સોસાયટીના પ્રવેશ દ્વારને સિલ કરાયા છે. એન્ટ્રી પર પતરા લગાવીને પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. આ સાથે જ ક્લસ્ટર કોરન્ટાઇન કરેલી સોસાયટીના રહીશો માટે જીવન જરૂરિયાતની આવશ્યક વસ્તુઓ મનપા દ્વારા પહોંચાડવામાં આવશે.

અમદાવાદમાં  Coronaનો વ્યાપ વધતાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નવા નવા પગલાઓ લેવામાં આવી રહ્યા છે. હોમ-ક્વોરેન્ટાઇન, ત્યાર પછી મ્યુનિ.ના નક્કી કરેલા સ્પોર્ટ્સ ક્લબ સહિતના સેન્ટરોમાં ક્વોરેન્ટાઇન બાદ હવે સમગ્ર વિસ્તાર કે સોસાયટીઓને ક્લસ્ટર ક્વોરેન્ટાઇન કરવાની કવાયત મ્યુનિ.ના હેલ્થ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. જે વિસ્તારમાંથી પોઝિટીવ  Coronaના કેસો મળે છે તેની આસપાસના લોકોને આ રીતે ફરજિયાત ક્વોરેન્ટાઇન કરવામાં આવે છે.

આ વિસ્તારોમાં સૌથી વધારે કાર્યવાહી થશે

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર જમાલપુર, શાહઆલમ, કાળુપુર, બાપુનગર વગેરે વિસ્તારોમાં જે સોસાયટી કે પોળમાંથી વધુ પ્રમાણમાં કેસો આવી રહ્યા છે તેની આગળ પતરાં મારીને તેમજ આવ-જા એક જ એન્ટ્રી રાખીને ત્યાં એક કર્મચારીને બેસાડી દેવામાં આવે છે. આ સોસાયટીના પ્રવેશદ્વાર ઉપર લાલ રંગનું સ્ટીકર પણ મારવામાં આવી રહ્યું છે. સોસાયટીના સભ્યોની આવ-જા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમની જીવન જરૂરિયાતની ચીજવસ્તુ અંગે મ્યુનિ. દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે.

ઉપરાંત જે કુટુંબમાંથી  Coronaના દર્દી મળ્યા હોય તેના બાકીના કુટુંબીજનોને ડોક્ટર દિવસમાં ત્રણ વખત ફન કરીને સ્થિતિનો તાગ મેળવે છે. લોકલ ટ્રાન્સમિશનના કેસો વધી રહ્યા હોવાના કારણે આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. ગઈકાલે રંગીલા ચોકમાં એક જગ્યા આ રીતે બંધ કરવા ગયેલા કર્મચારીઓને ત્યાંના રહીશોએ સહકાર આપ્યો ન હતો અને આ માટે લેખિત સૂચના લઈ આવવાનું કહ્યું હતું. બાદમાં આજે તેઓ લેખિત ઓર્ડર સાથે ગયા એટલે તેમની કામગીરી કરવા દીધી હતી.

ક્વોરેન્ટાઇન કરાયેલાઓ પર નજર રાખવા એપ વિકસાવાઈ

વિદેશથી આવેલાઓ અને  Coronaના દર્દીઓના કુટુંબીજનોને ૧૪ દિવસ ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવે છે. આ પૈકી કેટલાક ક્વોરેન્ટાઇનનો ભંગ કરીને બહાર નીકળી જાય છે, કેટલાક ઝડપાઈ જતાં પોલીસ ફરિયાદ પણ થઈ છે. હવે મ્યુ. અને પોલીસે એક મોબાઇલ એપ વિકસાવી છે જેમાં ક્વોરેન્ટાઇન થયેલી વ્યક્તિએ તેના લોકેશન સાથે ત્રણ વખત જુદા જુદા સમયે ફોટા અપલોડ કરવા પડશે. વ્યક્તિ એપ દ્વારા કોઈ જરૂર હશે તો પણ માગી શકશે. પણ જો તે બહાર નીકળશે તો ટ્રેસ થઈ જશે

Related posts

ભાગેડુ વિજય માલ્યાને ભારત લાવવાની તૈયારીઓ પૂર્ણ, ગમે તે સમયે લેન્ડ કરી શકે છે ફ્લાઇટ

Bansari

શંકર સિહ વાઘેલાને પ્રદેશ પ્રમુખમાંથી હટાવ્યા બાદ NCPનું નવિની કરણ શરૂ, તમામ હોદેદારો હટાવાયા

Arohi

બંધારણમાંથી ઇન્ડિયા શબ્દ હટાવવાની માગ ફગાવાઇ, સુપ્રિમ કોર્ટનો મહત્વનો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!