GSTV

ચીનથી મંગાવેલી કિટ્સનો જથ્થો ભારતમાં મોકલ્યો, દુનિયાના દેશો કરી ચુક્યા છે ફરિયાદ

કોરોના

ચીનનાં ગોંગઝાઉ એરપોર્ટથી ગુરુવારે સવારે કોરોના વાયરસનાં ઈલાજમાં ઉપયોગમાં લેવાતી કિટસનો જથ્થો મોકલવામાં આવ્યો છે. જેમાં 650,000 ટેસ્ટિંગ કિટસ શામેલ છે. આ સિવાય ચીનથી ભારત માટે રવાના આ ખેપમાં રેપિડ એંટીબોડી ટેસ્ટ અને આરએનએ એક્સટ્રેક્શન કિટ્સ પણ સામેલ છે.

ઘટિયા ક્વોલિટીનો આરોપ, પણ ભારતમાંથી આવી કોઈ ફરિયાદ નથી

ચીનમાં ભારતનાં રાજદૂત વિક્રમ મિસરીએ આ વિષે જાણકારી આપી હતી. આ દરમિયાન દુનિયાનાં ઘણા દેશોએ ચીનથી મંગાવવામાં આવેલા સામાન પર ઘટિયા ક્વોલિટી આપવાનો પણ આરોપ લગાવ્યો છે. જો કે, ભારત તરફથી આવી કોઈ ફરીયાદ સામે નથી આવી. પણ યુરોપનાં ઘણા દેશોએ આ પર ચિંતા વ્યક્ત કરી છે.

ચીનની સ્પષ્ટતા, જો સંભાવના આવશે તો કાર્યવાહી કરીશું

જો કે, ચીને આ બાબતને લઈ કહ્યું હતું કે, આવા સામાન તે જ કંપનીઓ પાસેથી આયાત કરવામાં આવે છે, જેમને ચીન સરકાર તરફથી પરવાનગી મળી હોય. એટલે આવી કંપનીઓમાં ઘટિયા સામાન હોવાની સંભાવનાં ઓછી છે. ચીને ઉમેર્યું કે જો, આ આરોપો સાચ્ચા પડશે તો આવી કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી પણ હાથ ધરાશે.

READ ALSO

Related posts

જગતનું જમાદાર હોમાયું કોરોનાના ખપ્પરમાં, છેલ્લા 26 દિવસમાં રોજના એક લાખ કેસ નોંધાયા: ભયાવહ સ્થિતિ

pratik shah

કોવિશીલ્ડનો સાઈડ ઈફેક્ટનો એક વોલિયન્ટરે કર્યો દાવો, સીરમ ગ્રુપે 100 કરોડનો કર્યો માનહાનિનો કેસ

pratik shah

આંદોલન બન્યું ઉગ્ર/ દિલ્હીના પાંચેય એન્ટ્રી પોઇન્ટ ખેડૂતો કરશે બંધ, શાકભાજી-દુધની અછત શરૂ: મોદી સરકારનું શાસન હચમચી જશે!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!