GSTV

કોરોના સારવારના ખર્ચથી ગભરાશો નહીં, આ નિયમો આધારે ઉઠાવો આ કોરોના કવચનો લાભ

ભારતમાં પ્રતિદિન કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. લોકો તેના સારવારના ખર્ચની પરેશાન થઈ રહ્યાં છે. સરકારી હોસ્પિટલમાં લોકો સારવાર કરાવી રહ્યાં છે. તે માટે ત્યાં બેડ પહેલાથી જ ભરાઈ ગયા છે. આલોકો ખાનગી હોસ્પિટલની તરફ જઈ રહ્યાં છે. પરંતુ ખાનગી હોસ્પિટલમાં સારવાર ઘણી મોંઘી સાબિત થઈ રહી છે. જેનાથી લોકોની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે. જો કે, ઈરડાએ કહ્યું છે કે, ઈન્શ્યોરન્સ કંપનિઓ સ્વાસ્થ્ય વિમામાં કોરોનાની સારવારનો ખર્ચ પણ સમાવેશ કરે. આ હેઠળ કંપનીઓ દ્વારા કોરોના કવચ પોલીસી પણ બનાવવામાં આવી છે. વિમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ ઈરડાએ કંપનીઓે ડોક્ટર અને સ્વાસ્થ્ય કર્મીઓને કોરોના કવચ પ્રમિયિમ ઉપર પાંચ ટકા છુટ આપવાનુ કહ્યું છે. નિયામકે એ પણ સુનિશ્ચિત કરવા માટે કહ્યું છે કે, હોસ્પિટલમાં પોલીસી શરતોને અનુરૂપ વિમાધારકને કેશલેસ સારવારથી મનાઈ ન કરે.

શું છે કોરોના કવચ પોલીસી ?

ઈરડાના આદેશ ઉપર કેટલીક વિમા કંપનીઓએ કોરોના કવચ પોલીસી બજારમાં ઉતારી છે. 50 હજારથી 5 લાખ રૂપિયા સુધીના કવર ધરાવતી આ પોલીસીનું પ્રિમિયમ 447 રૂપિયાથઈ શરૂ થઈ રહ્યું છે.

આટલો રહેશે સમયગાળો

વિમા નિયમાક ઈરડાએ તમામ કંપનીઓને કોવિડ-19 સારવાર માટે વિશેષ વિમા પોલીસી લાવવાનો આદેશ કર્યો હતો. જેનો સમયગાળો 3.5મહિનાથી 9.5 મહિના સુધીનો રહેશે અને સંક્રમિત વ્યક્તિના ઘર ઉપર સારવારમાં થયેલા ખર્ચનો ક્લેમ કરવામાં આવશે.

હોસ્પિટલના ખર્ચનો પણ સમાવેશ

એચડીએફસી એર્ગોએ જણાવ્યું કે, સરકારી કેન્દ્રો ઉપર તાપસમાં સંક્રમિત થયેલા વ્યક્તિને હોસ્પિટલનો ખર્ચ ઉપર આ પોલીસીનો સમાવેશ થશે. સંક્રમણથી પ્રભાવી અન્યબિમારીઓ અને એમ્બ્યુલન્સ ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 14 દિવસ સુધી ઘરે જ સારવારની સુવિધા રહેશે.

આટલુ રહેશે પ્રિમિયમ

બજાજ આલિયાંઝે જણાવ્યું કે, પ્રિમિયમ 447રૂપિયાથઈ લઈને 5630રૂપિયા અને જીએસટી રહેશે. તેમાં હોસ્પિટલનો દરરોજનો રોકડ ખર્ચનું વૈકલ્પિક કવર પણ રહેશે. જેનું પ્રિમિયમ રૂપિયા 3થી લઈિને 620રૂપિયા અને જીએસટી રહેશે. 35 વર્ષની ઉંમરમાં વ્યક્તિને 50હજાર સુધીની પોલિસી 447 રૂપિયા અને જીએસટીના પ્રિમિયમ ઉપર મળશે. તમામ પ્રિમિયમ એક સાથે જમા કરાવાશે અને દેશમાં તેના દરો પણ સમાન રહેશે.

સસ્તામાં પડશે ફૈમિલી પ્લાન

મૈક્સ બુપા હેલ્થ ઈન્સ્યોરન્સના એમડી-સીઈઓ કૃષ્ણન રામચંદ્રને જણાવ્યું કે, અમારી કિંમતો ઘણી સસ્તી છે. 31થી 55 વર્ષના વ્યક્તિ માટે 2.5લાખ રૂપિયાનું કવર માત્ર 2200 રૂપિયાના પ્રિમિયમ ઉપર આપવામાં આવી રહ્યું છે.

Related posts

બાળકોનાં સારા ભવિષ્ય માટે આ 3 સરકારી યોજનાઓમાં કરો રોકાણ, પૈસાથી ભરેલું રહેશે ખિસ્સું

Mansi Patel

ભારતીય Driving Licenseને લઈને મોટા સમાચાર, સરકારે રાજ્યોને કર્યો આ આદેશ

Ankita Trada

આઈપીએલમાં 3 સિઝનમાં 55 વિકેટ ઝડપનાર આ બોલર વિકેટો લેવા પર નહીં પરંતુ ચુસ્ત બોલિંગ ઉપર આપે છે ધ્યાન

Karan
Do NOT follow this link or you will be banned from the site!