GSTV

હવે સાચવજો/ ગુજરાતમાં કોરોનાના કપ્પા વેરિએન્ટની એન્ટ્રી, જાણો કયા જિલ્લામાં અને કેટલાં કેસ નોંધાયા

કોરોના

Last Updated on July 24, 2021 by Bansari

ગુજરાત સહિત વિશ્વભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યા બાદ તેના અલગ અલગ વેરિન્ટ સામે આવ્યા છે. ડેલ્ટા, ડેલ્ટા+ બાદ હવે કપ્પા વેરિન્ટની ગુજરાતમાં એન્ટ્રી થઇ છે. હાલ ગુજરાતમાંથી મહેસાણા, તલોદ અને ગોધરામાંથી કપ્પા વેરિએન્ટના ત્રણ કેસ મળી આવ્યા છે.

બે સેમ્પલમાં કોરોનાનો કપ્પા વેરિયન્ટ જોવા મળ્યો

જણાવી દઇએ કે અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગે જૂન મહિનામાં પુનાની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે આઠ શંકાસ્પદ સેમ્પલ મોકલ્યાં હતાં જેમાંથી બે સેમ્પલમાં કોરોનાનો કપ્પા વેરિયન્ટ જોવા મળ્યો હતો. અગાઉ મે મહિનામાં પણ એક સેમ્પલમાં કપ્પા વાઇરસ જોવા મળ્યો હતો.

કોરોના

ગુજરાતમાં સતત બીજા દિવસે કોરોનાના કેસમાં સાધારણ વધારો

ગુજરાતમાં સતત બીજા દિવસે કોરોનાના કેસમાં સાધારણ વધારો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૬ નવા કેસ સામે આવ્યા છે જ્યારે સતત પાંચમાં દિવસે એકપણ મૃત્યુ નોંધાયું નથી.છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદમાંથી સૌથી વધુ ૮, સુરતમાંથી ૭, વડોદરા-નર્મદામાંથી ૪, રાજકોટ-જુનાગઢ-સુરેન્દ્રનગરમાંથી ૨, જામનગર-ભાવનગર-આણંદ-ગાંધીનગર-દાહોદ-ગીર સોમનાથ-સાબરકાંઠામાંથી ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૮,૨૪,૬૪૪ છે જ્યારે કોરોનાથી કુલ મરણાંક ૧૦,૦૭૬ છે. રાજ્યમાં હાલ ૩૪૫ એક્ટિવ કેસ છે અને ૫ દર્દી વેન્ટિલેટર પર છે.

રાજ્યના તમામ જિલ્લામાં ૧૦૦થી ઓછા એક્ટિવ કેસ છે. જેમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૮૬ એક્ટિવ કેસનો સમાવેશ થાય છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૬૧ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૪,૨૨૩ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૭૪% છે.રાજ્યમાં હાલ ૫૨૫૬ દર્દીઓ ક્વોરેન્ટાઇન હેઠળ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૭૯૪૩ ટેસ્ટ સાથે કુલ ટેસ્ટનો આંક હવે ૨.૪૯ કરોડ છે.

કોરોના

ત્રીજી લહેર અચાનક ન ત્રાટકે તે માટે લોકો અને સરકાર સાવધાની રાખે : હાઇકોર્ટ

કોરોનાના નવા વેરિયેન્ટ અણધાર્યા હોવાથી ત્રીજી લહેર અચાનક ત્રાટકી આફત ઉભી ન કરે તે માટે લોકો અને સરકાર બન્ને સાવધાન રહેવા અને તકેદારી રાખવા ગુજરાત હાઇકોર્ટે સૂચન કર્યું છે. બીજી લહેર ઓસરી જતાં હાઇકોર્ટે એપ્રિલ મહિનામાં હાથ ધરેલી સુઓમોટો રિટનો જસ્ટિસ બેલાબહેન ત્રિવેદી અને જસ્ટિસ ભાર્ગવ ડી. કારિયાની ખંડપીઠે નિકાલ કર્યો છે અને સરકારને વિવિધ સૂચનો અને ભલામણો કરી છે. કોર્ટે સરકારની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો છે અને એવી નોંધ પણ કરી છે કે સરકારે ઘણી કામગીરી કરી છે પરંતુ હજુ પણ ઘણી કામગીરીની જરૃર છે. તેથી ત્રીજી લહેર ત્રાટકે તો તે ઓછામાં ઓછી વિપરિત અસર કરે તેની તકેદારી રાખવામાં આવે.

જસ્ટિસ બેલાબહેન ત્રિવેદી અને જસ્ટિસ ભાર્ગવ ડી. કારિયાની ખંડપીઠે નોંધ્યું છે કે કોરોનાની પહેલી લહેર માર્ચ-૨૦૨૦માં શરૃ થઇ અને ૨૦૨૦ના અંતમાં ઓસરી ચૂકી હતી. જેથી લોકો અને સરકાર બન્નેએ સાવચેતી ઓછી કરી દીધી અને બીજી લહેર દાવાનળની જેમ રાજ્યમાં ફેલાઇ હતી અને હજારો લોકોના મૃત્યુ થયા હતા. બીજી લહેરે સમગ્ર દેશમાં નિરાશાજનક અને અંધકારમય પરિસ્થિતિ સર્જી હતી. બીજી લહેરે લોકોના માનસ પર ઘેરા ઘા છોડયા છે. બીજી લહેર હવે ઓસરી રહી છે, સરકારે પણ ત્રીજી લહેરનું વિસ્તૃત આયોજન રજૂ કર્યુ છે. જો કે આ રાજ્યનો વિષય હોવાથી કોર્ટ તેમાં વધુ હસ્તક્ષેપ કરવા માગતી નથી, પરંતુ કોર્ટ દ્વારા અપાયેલા સૂચનો અને અગાઉના અનુભવોને ધ્યાનમાં રાખી તમામ તકેદારી અને તૈયારી રાખવામાં આવે તે જરૃરી છે.

કોરોના

કોર્ટે સરકારને આપેલા મુખ્ય સૂચનો અને ભલામણો

  • કોરોનાના નવાં વેરિયેન્ટ અણધાર્યા છે તજજ્ઞાોએ ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી હોવાથી માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનેટાઇઝન મુદ્દે લોકો બેદરકારી ન રાખે અને સરકાર પણ કડકાઇથી અમલીકરણ કરાવે.
  • ત્રીજી લહેર સર્જાવાની શક્યતા કે કેસોમાં ઉછાળાની શક્યતા દર્શાવતા સૂચકઆંકો પર સરકાર ચાંપતી નજર રાખે.
  • નવાં વેરિયેન્ટના લક્ષણો અંગે સરકાર લોકોને સતત માહિતગાર કરતી રહે.
  • નવાં વેરિયેન્ટના કારણે ગમે ત્યારે કેસોમાં ઉછાળો આવે તેમ હોવાથી સરકાર વેક્સિનનો પૂરતો સ્ટોક મેળવવા તમામ જહેમત ઉઠાવે અને વેક્સિનેશનને વેગ આપે.
  • વૃદ્ધો, દિવ્યાંગો અને વંચિત લોકો માટે ડોર-ટુ-ડોર વેક્સિનેશનની વ્યવસ્થા કરવામાં આવે.
  • ત્રીજી લહેરમાં બાળકો વધુ અસરગ્રસ્ત થવાનો ભય હોવાથી પીડિયાટ્રિક કેર અને વ્યવસ્થા પર ધ્યાન આપવામાં આવે.
  • ૧૮ વર્ષથી નીચેના બાળકો માટે પણ વેક્સિનેશન ડ્રાઇવ કરવામાં આવે.
  • ભૂતકાળના અનુભવને ધ્યાને લઇ તમામ સ્તરે પી.એસ.એ. ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવે.
  • પહેલી અને બીજી લહેરમાં મેડિકલ સ્ટાફની તીવ્ર તંગી હતી, તેથી હવે કાયમી મેડિકલ સ્ટાફની ભરતીની કાર્યવાહી વહેલી તકે થવી જોઇએ.

તબીબ શિક્ષણમાં સુધારો કરો, એપિડેમોલોજી(રોગચાળાવિજ્ઞાન) પર ભાર મૂકો : ટકોર

હાઇકોર્ટે સરકારને ટકોર કરતા કહ્યું છે કે સરકારે તબીબી શિક્ષણનો મહત્વનો હિસ્સાઓમાં સુધારો કરે તે જરૃરી છે. તબીબી શિક્ષણનું મોડેલ બદલી તેને મલ્ટી ડિસીપ્લનરી અને સામાજિક જવાબદારી ધરાવતું બનાવવામાં આવે. આ ઉપરાંત તબીબ શિક્ષણમાં એપિડેમોલોજી(રોગચાળાવિજ્ઞાાન)ના મહત્વના સિદ્ધાંતો પર પણ ભાર મૂકવામાં આવે. સમાજિક કુશળતા અને ટેલિમેડિસિનની પણ તાલીમ તબીબી શિક્ષણ દરમિયાન આપવામાં આવે. જેથી કોરોના જેવી પરિસ્થિતિમાં પરિવહન શક્ય ન હોય તો પણ સારવાર થઇ શકે.

Read Also

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!