કોરોનાએ પૂરા વિશ્વમાં હાહાકાર મચાવી રાખ્યો છે ત્યાં કૈલાસ વિજયવર્ગીયને કોરોનાની કોઈ ચીંતા નથી. તેઓ કહે છે કે 33 કરોડ દેવી-દેવતાઓ વાળા દેશ પર કોરોનાની કોઈ અસર નહીં થાય. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસ વિજયવર્ગીય અવારનવાર પોતાના અજીબો ગરીબ નિવેદનોથી ચર્ચામાં રહે છે. અને હવે કૈલાસ વિજયવર્ગીયએ દેશમાં ફેલાતા જીવલેણ કોરોના વાયરસ અંગે એક વિચિત્ર નિવેદન આપ્યું છે.
કોરોના વાયરસની ચિંતા ન કરતાં વિજયવર્ગીયએ કહ્યું છે કે 33 કરોડ દેવતાઓના દેશમાં આ વાયરસની કોઈ અસર નહીં પડે. કૈલાશ વિજયવર્ગીય કહે છે. આપણને કોરોના થઈ જ ના શકે આપણી પાસે કોરોના પછાડ હનુમાન છે. ઉલ્લેખનીય છે કે ઈન્દોરમાં દર વર્ષે પરંપરાગત રૂપથી બજરબટ્ટૂ સંમેલન યોજાય છે. અને આજે આ કાર્યક્રમ દરમ્યાન જિલ્લા વહીવટીતંત્રે આરોગ્ય સલાહકારની સૂચના આયોજકોને આપી હતી. આ પ્રોગ્રામમાં હજારો લોકો ઉપસ્થિત હતા.
READ ALSO
- દુ:ખદ: પાલનપુરના માનસરોવરમાં બેકાબુ ડમ્પર ચાલકે મજુરોને કચડ્યા, એકનું મોત અને બેની હાલત ગંભીર
- એક જ ગોળીથી ઉડાવ્યા ISISના 5 ખૂંખાર આતંકી, બ્રિટિશ SAS સ્નાઇપરે આ રીતે કરી કમાલ
- અમદાવાદીઓ ભારે હો! 60 હજારથી વધુ માસ્ક વગરના બહાદુરો દંડાયા, તંત્રે વિતેલા વર્ષમાં દંડ પેટે 30 કરોડ રૂપિયા વસૂલ્યા!
- ફટકો/ ચીન સહિતના દેશોએ કરેલા સાયબર હુમલાથી ભારતને એક જ વર્ષમાં અધધ 1.24 લાખ કરોડનું નુકસાન
- ફાયદો / આ ખાસ સ્કીમમાં રોકાણ કરી મેળવો તગડું રિટર્ન, રિટાયરમેન્ટ સમયે નહિ રહે પૈસાની ચિંતા