GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

લોકડાઉનનો પણ આ દેશને ન થયો ફાયદો, કુલ 7,500 લોકોના કોરોનાના કારણે મોત થતા ખળભળાટ

Corona

ઇટાલીમાં મૃત્યુઆંક વધવાનું અટકી રહ્યું નથી. ઇટાલીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 683 લોકોના મોત નિપજ્યા છે. અહીંયા કુલ મૃત્યુઆંક 7 હજાર 500ને પાર પહોંચી ગયો. જ્યારે કે સંક્રમિત લોકોનો આંકડો 74 હજાર 386 નોંધાયો છે. ઇટાલીમાં 9 માર્ચથી શરૂ થયેલું લોકડાઉન ત્રણ એપ્રિલે ખતમ થવાનું હતુ. પરંતુ ઇટાલીની સરકારે તેમાં વધારો કર્યો છે. તો બીજી તરફ લોકડાઉન દરમિયાન નિયમનું ભંગ કરનારા લોકો સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. નવી એડવાઇઝરી પ્રમાણે ક્વોરન્ટાઇનનો ભંગ કરનારા લોકોને દંડ અને જેલ કરવામાં આવશે.

ચીને પાકિસ્તાનની કરી મદદ

કોરોના વાયરસના કારણે પાકિસ્તાનમાં પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે પાકિસ્તાનની મદદ માટે તેનું સદાબહાર મિત્ર સામે આવ્યું છે. કોરોના વાયરસના પ્રકોપ વધ્યા બાદ ચીને પોતાની અન્ય દેશો સાથેની સરહદ બંધ કરી દીધી હતી. ત્યારે ચીન હવે પાકિસ્તાનમાં દવાઓ અને અન્ય મેડીકલ ઉપકરણ પુરા પાડી રહ્યું છે. ચીને પાકિસ્તાનને દવાની સપ્લાઇ માટે શુક્રવારે સરહદ ખોલવા માટે જણાવ્યું છે. પાકિસ્તાની અખબાર ડોન ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે ખંજરબ દર્રા સામાન્ય રીતે એક એપ્રિલે ખોલવામાં આવે છે. જે આ વિસ્તારમાં શિયાળાના અંતનું પ્રતિક છે. પરંતુ વૈશ્વિક મહામારીના કારણે પાકિસ્તાન અને ચીનની વચ્ચેની સરહદને અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવાઇ હતી. પાકિસ્તાનમાં પોઝિટિવ કેસની સંખ્યા વધીને 1000ને પાર પહોંચી ગઇ છે. અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ત્યારે પાકિસ્તાને મદદ માટે ચીન પાસે હાથ ફેલાવ્યો છે.

સ્પેન કોરોના વાયરસનું નવું એપિસેન્ટર

યુરોપમાં ઇટાલી બાદ સ્પેન કોરોના વાયરસનું નવું એપી સેન્ટર બની રહ્યું છે. સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 656 લોકો મોતને ભેટ્યા છે. અત્યાર સુધી સ્પેનમાં ત્રણ હજાર 647 લોકોના મોત નિપજ્યા. જે આંકડો ચીન કરતા પણ વધારે છે. સ્પેનના નાયબ વડાપ્રધાન કાર્મેન કાલ્વોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ્સ પ્રમાણે કાલ્વોની તબિયત છેલ્લા ચાર દિવસથી ખરાબ હતી. તેઓ ઘરમાંથી સરકારી કામકાજ કરી રહ્યા હતા. સ્પેન સરકારે કાલ્વોના સ્ટાફ અને તેમના સંપર્કમાં આવેલા અન્ય લોકોને પણ ક્વોરેન્ટાઇનમાં જવાનો આદેશ આપ્યો છે.

195 દેશોમાં ફેલાય ચૂકી છે મહામારી

કોરોના વાઈરસની મહામારી વિશ્વના 195 દેશમાં ફેલાઈ ચૂકી છે. આ મહામારીમાં અત્યાર સુધીમાં વિશ્વભરમાં 21284 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 4 લાખ 71 હજાર લોકો તેનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. એક લાખ 14 હજાર લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

READ ALSO

Related posts

વાવાઝોડાની અસર: મુંબઈનો સમુદ્ર તોફાની બન્યો, દરિયાકિનારે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ

pratik shah

અમેરીકા થયું વધુ સખ્ત, ચીનથી આવનારા યાત્રી વિમાનો પર લગાવ્યો સંપૂર્ણ પ્રતિબંધ

pratik shah

મોદી સરકારની સૌથી મોટી કૂટનીતીક જીત, યુદ્ધનાં ઉન્માદમાં ચઢેલા ચીને LOC પરથી 2 કિમી કરી પીછે હટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!