GSTV

એન્ડેમિક સ્ટેજમાં છે કોરોના! સમય જતા સામાન્ય બિમારી, ફ્લૂ કે કોમન કોલ્ડ બનીને રહી જશે મહામારી

કોરોના

Last Updated on November 25, 2021 by Zainul Ansari

દેશમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવાયો. ડરને દૂર કરીને લોકો પ્રવાસ પર પણ નીકળ્યા. ત્યારે મનાઈ રહ્યું છે કે કોરોના વાઈરસની વૈશ્વિક મહામારીનો અંત નજીક દેખાઈ રહ્યો છે. નવા વર્ષની શરુઆત સાથે કોરોનાથી ઝડપથી છૂટકારો મળી શકે છે. મહામારી હવે એન્ડેમિક સ્ટેજમાં પહોંચી હોવાનું જણાવાઈ રહ્યું છે.

છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની મહામારીનો જે હાહાકાર જોવા મળી રહ્યો હતો તે તે હવે ધીમે ધીમે શાંત થઈ રહ્યો છે. કોરોનાના કેસમાં ઘટાડો થતા છૂટછાટોમાં વધારો થયો છે. લોકોના ધંધા-રોજગાર ધીમે-ધીમે પાટા પર આવી રહ્યા છે, તેવામાં કોરોનાની મહામારી ત્રીજા વર્ષમાં પ્રવેશ કરવાની સાથે જ એન્ડેમિક સ્ટેજમાં પહોંચતી દેખાઈ રહી છે. કોરોનાના ફેલાતો તો રહેશે પરંતુ તે તે કોના માટે જોખમી સાબિત થઈ શકે છે તેનું પૂર્વાનુંમાન પણ લગાવી શકાશે. નિષ્ણાતો મુજબ આ બિમારી સમય જતા સામાન્ય બીમારી કે પછી ફ્લૂ અને કોમન કોલ્ડ બનીને રહી જશે. જોકે, આ તબક્કાની શરુઆત અલગ-અલગ જગ્યાઓ પર અલગ-અલગ રીતે થશે. વસ્તી પ્રમાણે આ બીમારીની અસર વેક્સીનેશન કવરેજ અને વાયરસનું મ્યુટેશન એમ મુખ્ય બે ફેક્ટર સાથે થશે.

સૌથી પહેલા એ દેશોમાં કોરોનાની મહામારી સામાન્ય બની જશે જ્યાં વેક્સીનેશન કવરેજ ઘણું સારું છે. આ સિવાય અમેરિકા અને બ્રિટન કે પછી અથવા એવા દેશ કે જ્યાં સંક્રમણના કારણે મોટા પ્રમાણમાં લોકોમાં કોરોના સામે ઈમ્યુનિટી ઉભી થઈ ગઈ છે, જેનું ઉદાહણ છે ભારત. આ રીતે સંક્રમણના વિશાળ આંકડા પણ આશાનું કિરણ સાબિત થઈ રહ્યા છે.

કોરોના

જુલાઈમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે દેશભરમાં સીરો સર્વે કર્યો હતો. આ પ્રમાણે 8 રાજ્યોમાં 70 ટકા સીરો-પ્રિવેલેન્સ રહ્યું એટલે કે સર્વેમાં 70 ટકા વસ્તીમાં કોરોના સામે એન્ટિબોડી મળી છે. નિષ્ણાતોનું કહેવું છે કે આપણે એન્ડેમિક સ્ટેજ પર પહોંચી ગયા છીએ. પરંતુ આ વેક્સીનેશનના કારણે નહીં, પરંતુ નેચરલ ઈન્ફેક્શનના કારણે છે. બીજી લહેર દરમિયાન વધુ રીતે અસર પામેલી દેશની રાજધાની દિલ્હીમાં ગત મહિનાઓમાં થયેલા સીરો સર્વે રિપોર્ટ મુજબ 90 ટકા કરતા વધુ વસ્તીમાં સારી ઈમ્યુનિટી મળી છે. એટલે કે રાજધાનીમાં નવી લહેરની આશંકા લગભગ નહીવત છે, શરત એટલી કે કોઈ નવો વેરિયન્ટ ના આવે. સર્વેમાં એ પણ માલુમ પડ્યું કે વેક્સીનેશનથી લોકોમાં મજબૂત ઈમ્યુનિટી બની છે.

Read Also

Related posts

NEET PG કાઉન્સેલિંગ મોકૂફ રાખવા બદલ અમદાવાદના તબીબોમાં નારાજગી, રાજ્યભરમાં કરશે જોરદાર વિરોધ

Pravin Makwana

Health/ શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે શક્કરિયા, દરરોજ ખાવાથી થશે આ 7 અદ્ભુત ફાયદા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!