GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

કોરોના વધતાં દેશની વીમા કંપનીઓ ભરાઈ : ક્લેઈમની રકમ 3 ગણી વધી, આ 2 રાજ્યમાં હાલત ખરાબ

કોરોના

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. આ સાથે જ હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓની મુશ્કેલી પણ વધતી જઈ રહી છે. એક મહિના કરતા પણ ઓછા સમયમાં આ કંપનીઓ પાસે ક્લેઇમની રકમ ત્રણ ગણી વધીને રૂ.562 કરોડે પહોંચી ગઈ છે. સૌથી વધુ ક્લેમની રકમો કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર અને દિલ્હીની છે. જનરલ ઇન્સ્યુરન્સ કાઉન્સિલના ડેટા અનુસાર 3 જુલાઈ સુધીમાં ક્લેઈમની સંખ્યામાં ત્રણ ઘણો વધારો થયો છે, જેની સંખ્યા 35 હજારે પહોંચી ગઈ છે.

8 જૂને આ સંખ્યા 11 હજાર હતી. સૌથી વધુ ક્લેમ મહારાષ્ટ્ર-દિલ્હીમાંથી કરાયા આ આંકડાઓ અનુસાર, પોલિસી ધારકો દ્વારા સારવારની મદદ માટે 8 જુન સુધીમાં 178 કરોડ રૂપિયાના દાવા કરાયા હતા. 3 જુલાઈ સુધીમાં 184 કરોડ રૂપિયાના લગભગ 23 હજાર ક્લેમનું સમાધાન કરવામાં આવ્યું છે. સૌથી વધુ ક્લેમ મહારાષ્ટ્રમાંથી કરાયા છે. રાજ્યમાં 195 કરોડ રૂપિયાના 15 હજાર 753 ક્લેમ કરવામાં આવ્યા. તો બીજા નંબરે દિલ્હી છે, અહીં 5909 ક્લેમ કરવામાં આવ્યા છે, જેની કુલ રકમ 134 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત તમિલનાડુ, કર્ણાટક, હરિયાણા અને પશ્ચિમ બંગાળમાંથી પણ મોટી સંખ્યામાં ક્લેમ કરવામાં આવ્યા છે.

કેમ ઓછી રકમ મળી રહી છે ?

જુલાઈમાં ક્લેઈમની સરેરાશ રાશી વધીને 1.64 લાખ રૂપીયે પહોંચી ગઈ, તો જૂનમાં 1.56 લાખ રૂપીયા હતી. આ દરમિયાન સરેરાશ ક્લેમના સમાધાન રકમ 90118 રૂપિયાથી ઘટીને 80427 પર પહોંચી ગઈ, જેના પરથી કહી શકાય કે, કોવિડ-19ની સારવારનો ખર્ચ વધવા છતાં પોલિસી ધારકોને ઓછી રકમ મળી રહી છે, જેનું મુખ્ય કારણ જુદી-જુદી હોસ્પિટલો કોરોનાની સારવાર માટે જુદી-જુદી રકમો લઈ રહી છે.

મોટાભાગની હેલ્થ પોલિસીઓમાં રૂમનું ભાડું ફિક્સ હોય છે અને તેમાં હોસ્પિટલ સ્ટાફ દ્વારા પહેરવામાં આવતા પી.પી.ઇ. અને ગ્લોવ્સનો ખર્ચ શામેલ હોતો નથી. હોસ્પિટલો આ રકમ બિલમાં શામેલ કરે છે. તો ક્લેઈમની રકમ હજારો કરોડો રૂપિયાએ પહોંચી જશે. ઉદ્યોગ અધિકારીઓએ ઇટીને જણાવ્યું કે, જો આ જ રીતે કોરોના કેસ વધતા રહ્યા તો ક્લેઈમની રકમ હજારો કરોડો રૂપિયાએ પહોંચી જશે. હાલ દેશમાં ફક્ત 4 ટકા વસ્તીજ મેડીકલ કવર ધરાવે છે.

Read Also

Related posts

સાધુ અવતારમાં જોવા મળશે બોબી દેઓલ, આ વેબ સિરીઝથી કરશે ડિજિટલ ડેબ્યુ

Arohi

આ વખતની IPL પડકારરૂપ હશે, વિચારોની સ્પષ્ટતાની જરૂરી : રૈના

pratik shah

યાત્રાધામ શામળાજીમાં વરસાદી માહોલ જામ્યો, વિવિધ પાકોને મળ્યું જીવન દાન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!