GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

કોરોનાનો વીમો ખિસ્સુ ખાલી કરાવશે: આ કારણે ‘એક દેશ-એક પ્રીમિયમ’થી મોંઘુ હશે ‘કોરોના કવચ’

કોરોના

વીમા નિયામક ઇરડાના નિર્દેશ પર કોવિડ-19 માટે વિશેષ રીતે આવતો સ્વાસ્થ્ય વીમો પ્રોડક્ટ ગ્રાહકોના ખિસ્સા પર ભારે પડી શકે છે. વીમા ક્ષેત્રના વિશેષજ્ઞોનું કહેવુ છે કે કોરોના કવચના નામે જારી થતાં આ પ્રોડક્ટનું દેશભરમાં એક સમાન પ્રીમિયમ હશે. પરિણામે કંપનીઓ સરેરાશ વીમા પ્રોડક્ટસની તુલનામાં તેની કિંમત વધારીને રજૂ કરી શકે છે.

ઇરડાએ કહ્યું છે કે 10 જુલાઇ સુધી આ પ્રોડક્ટ બજારમાં આવી જવી જોઇએ અને દેશના તમામ હિસ્સામાં તેના પર સમાન પ્રિમિયમ વસૂલવામાં આવશે. તેનું નિર્ધારણ વીમા કંપનીઓ પોતાના સ્તર પર કરી શકે છે. વીમા કંપનીઓનું કહેવુ છે કે ખૂબ જ ઓછા સમયગાળા માટે નિશ્વિત સમ અશ્યોર્ડનું પ્રિમિયમ સસ્તુ રાખવુ સંભવ નથી.

ટાટા ઇઆઇજી જનરલ ઇન્શ્યોરનસ્ના કાર્યકારી ઉપાધ્યક્ષ પરાગ વેદે કહ્યું કે હાલ અમે કોવિડ-19 સંક્રમણના ઉચ્ચતમ સ્તરની જાણ નથી થઇ. દરરોજ સંક્રમિતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જેમ જેમ તપાસનો દાયરો વધી રહ્યો છે, નવા દર્દીઓની સંખ્યા પણ વધતી જઇ રહી છે અને પ્રિમિયમ નક્કી કરવામાં મુશ્કેલી આવી રહી છે.

ક્લેમનું આવી શકે છે ઘોડાપૂર

વીમા કંપનીઓનું કહેવુ છે કે આ પ્રોડક્ટ ક્ષેત્ર વિશેષના આધારે નહીં વેચી શકાય. તેનું પ્રીમિયમ મેટ્રો શહેરના રેડ ઝોન અને અંતરિયાળ વિસ્તારો માટે એક જ રાખવુ પડશે, જે ખૂબ જ મુશ્કેલ કામ છે. સીમિત સમય માટે આવનારા વીમા કવરમાં ઇલાજ માટે ક્લેમનું પૂર આવી શકે છે.

ઘરે સારવાર મોટુ કારણ

ડિજિટ ઇન્શ્યોરન્સના આદર્શ અગ્રવાલે જણાવ્યું કે સામાન્ય વીમા પ્રોડક્ટમાં હોસ્પિટલમાં દાખલ થવા પર જ ક્લેમ લાગુ થાય છે. પરંતુ કોરોના કવચ અંતર્ગત સંક્રમિતનો ઘરે જ ઇલાજ થાય છે. તો પણ કવર મળશે. પહેલાં તપાસના ગુણોત્તરમાં સંક્રમિતોનો આંકડો 4 ટકા હતો, જે હવે 10 ટકા થઇ ગયો છે.

તે સતત વધતો જઇ રહ્યો છે. આવનારા દિવસોમાં હોસ્પિટલથી વધુ ઘરે દર્દીઓની સારવાર થશે. સામાન્ય રીતે તો હોસ્પિટલથી સસ્તુ પડશે પરંતુ સંખ્યા વધુ હશે. તેવામાં તે નિશ્વિત છે કે કોરોના કવચ આરોગ્ય સંજીવની જેવા માપદંડ પ્રોડક્ટની તુલનામાં મોંઘુ રહેશે.

Read Also

Related posts

રાજસ્થાન ભાજપના 15 ધારાસભ્યોના ગુજરાતમાં ધામા, સોમનાથની આ હોટેલમાં કરાવ્યા 6 રૂમ બુક

Nilesh Jethva

સુશાંતસિંહ મામલે મહારાષ્ટ્ર સરકારે સુપ્રિમમાં રજૂ કર્યો પોતાનો જવાબ, બિહાર સરકાર પર લગાવ્યા આ આરોપ

Karan

પાકિસ્તાનનાં પૂર્વ બોલર શોએબ અખ્તરે આપ્યુ અજીબોગરીબ નિવેદન, આના માટે ઘાસ ખાવા પણ છે તૈયાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!