GSTV

દુનિયાભરમાં વધી રહ્યુ છે કોરોનાનો કહેર, અત્યાર સુધીમાં આટલા કરોડ લોકો થઈ ચૂક્યા છે સંક્રમિત

દુનિયાભરમાં કોરોના ચેપનો આંકડો 3 કરોડ 6 લાખને પાર થઈ ગયો છે. જ્યારે કુલ મોતની સંખ્યા 9 લાખ 55 હજારથી વધી ગઈ છે. રવિવારે જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ માહિતી જાહેર કરવામાં આવી હતી.

યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, રવિવાર સવાર સુધી વિશ્વમાં કોરોના ચેપની સંખ્યા 3 કરોડ 6 લાખ 74 હજાર થઈ ગઈ છે. અમેરિકામાં વિશ્વમાં સૌથી વધુ કોરોના કેસ છે. ત્યાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 67 લાખ 64 હજાર 780 રહી છે. અમેરિકામાં કોરોનાથી અત્યાર સુધી 1 લાખ 99 હજાર 258 લોકોનાં મોત નીપજ્યાં છે. આ કડીમાં ભારત બીજા ક્રમે છે. ભારતમાં કોરોના ચેપનું પ્રમાણ 53 લાખ 53 લાખ 8 હજાર છે અને મૃત્યુ પામેલાં લોકોની સંખ્યા 85 હજાર 619 પર પહોંચી ગઈ છે.

યુનિવર્સિટીના જણાવ્યા પ્રમાણે બ્રાઝિલમાં 45 લાખ 28 હજાર, રશિયામાં 10 લાખ 92 હજાર, પેરુમાં 7 લાખ 56 હજાર, કોલમ્બિયામાં 7 લાખ 50 હજાર, મેક્સિકોમાં 6 લાખ 94 હજાર, દક્ષિણ આફ્રિકામાં 6 લાખ 59 હજાર, સ્પેનમાં 6 લાખ 40 હજાર, આર્જેન્ટિનામાં 6 લાખ 22 હજાર, ફ્રાન્સમાં 4 લાખ 67 હજાર, ચિલીમાં 4 લાખ 44 હજાર, ઈરાનમાં 4 લાખ 19 હજાર, બ્રિટનમાં 3 લાખ 92 હજાર, બાંગ્લાદેશમાં 3 લાખ 47 હજાર, સાઉદી અરેબિયામાં 3 લાખ 29 હજાર અને ઇરાકમાં 3 લાખ 15 હજાર કેસ છે. કોરોનાથી થયેલા મોતનાં મામલામાં 1 લાખ 36 હજારનાં આંકડા સાથે બ્રાઝિલ બીજા સ્થાને છે.

READ ALSO

Related posts

કામના સમાચાર/ ટ્રેનની કન્ફર્મ ટિકિટ પર બદલી શકો છે પેસેન્જરનું નામ, જરૂરિયાત પ્રમાણે આ રીતે ચેન્જ કરો ડિટેલ

Bansari

લોન મોરેટોરિયમ/ ચશ્મા વેચનારા એક વ્યક્તિએ 16 કરોડ લોકોને કરાવ્યો 6,500 કરોડનો ફાયદો

Karan

કોરોના દર્દીઓનું મગજ 10 વર્ષ ઘરડું થયાનો સંશોધનમાં ખુલાશો, સાજા થયા પછી માનસિક સ્થિતિમાં ઘટાડો

Karan
Do NOT follow this link or you will be banned from the site!