GSTV

વિશ્વમાં કોરોના સંક્રમણનો આંક 2 કરોડને પાર, ફક્ત 3 દેશોમાં જ છે 50 ટકાથી વધારે કેસ

વિશ્વમાં કોરોના મહામારીનો આંક સતત વધી રહ્યો છે. વિશ્વમાં કોરોના સંક્રમણનો આંક 2 કરોડ 71 હજાર થયો છે. વિશ્વમાં કોરોનાને કારણે 7.35 લાખ લોકોના મોત પણ થયા છે. વિશ્વમાં 1.30 કરોડ લોકો કોરોનાને મ્હાત આપીને સાજા થઈ ચૂક્યા છે. વિશ્વમાં 64 લાખથી વધુ એક્ટિવ કેસ છે. વિશ્વમાં સૌથી વધુ સંક્રમણ અમેરિકામાં 52 લાખને પાર થયું છે. તો બ્રાઝીલમાં પણ કોરોના સંક્રમણની સંખ્યા 30 લાખને પાર થઈ ગઈ છે. તો ત્રીજા નંબરે ભારતમાં 22.26 લાખથી વધારે કોરોના સંક્રમણના કેસો આવ્યા છે. વિશ્વમાં કોરોના મહામારીનો વ્યાપ 215 દેશોમાં પહોંચી ચૂક્યું છે. કોરોનાના કેસોમાં સતત વધારો ભારત સહિત અમેરિકા અને બ્રાઝીલમાં વધી રહ્યા છે.

અમેરિકામાં 1.66 લાખથી વધુ લોકોના થઈ ચૂક્યા છે મોત

વિશ્વના 215 દેશોમાં કોરોના સંક્રમણ પહોંચી ચૂક્યું છે. જેમાં વિશ્વના કુલ સંક્રમણના 50 ટકાથી વધારે કેસ ફક્ત આ ત્રણ દેશોમાં થયા છે. વિશ્વમાં અમેરિકામાં 52 લાખ પોઝીટીવ કેસમાં 1.66 લાખ લોકોના મોત થયા છે. અમેરિકામાં અત્યાર સુધી 26.65 લાખ જેટલા લોકોસાજા થઈ ચૂક્યા છે તો 23.70 લાખ લોકોમાં હજુ પણ કોરોના એક્ટિવ છે.
બ્રાઝીલમાં 1 લાખથી વધુ લોકોના થયા મોત

બ્રાઝીલમાં 30.35 લાખથી વધુ લોકોમાં ફેલાઈ ચૂક્યું છે સંક્રમણ

વિશ્વમાં બીજા નંબર પર બ્રાઝિલમાં આવે છે. જ્યાં કોરોના સંક્રમણની સંખ્યા 30.35 લાખથી વધુ લોકોમાં પહોંચી ગયો છે. જેમાં 1.01 લાખ લોકોના કોરોના સામે જંગ હારી ગયા છે. બ્રાઝીલમાં 21 લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યાછે જ્યારે હજુ પણ 8.16 લાખ લોકોમાં કોરોનાના એક્ટિવ કેસ જોવા મળ્યા છે.

ભારતમાં 15.60 લાખ લોકો થઈ ચૂક્યા છે સાજા

ભારતમાં કોરોના સંક્રમણના કેસો 22.43 લાખથી વધુ લોકો સુધી પહોંચી ચૂક્યું છે. ભારતમાં 6.38 લાખ લોકોમાં હજુ પણ એક્ટિવ કેસ છે. ભારતમાં 15.60 લાખ લોકો કોરોનાને હરાવી ચૂક્યા છે. જ્યારે 44842 લોકો કોરોના સામે જંગ હારી ગયા છે. ભારતમાં સૌથી વધુ સંક્રમણના કેસ મહારાષ્ટ્રમાં 5 .12 લાખ થઈ ગયા છે. વિશ્વના 5 દેશો બાદ મહારાષ્ટ્રનો નંબર આવે છે. તામિલનાડુમાં પણ કોરોના સંક્રમણનો આંક 3 લાખને પાર થયો છે. તામિલનાડુમાં વધુ 6 હજાર જેટલા નવા કેસ આવ્યા છે.

READ ALSO

Related posts

RSSના આર્થિક સંગઠનની મોદી સરકારને સલાહ, MSPની નવી ગેરેન્ટી વાળું બિલ લાવો

Pravin Makwana

સાંસદોના ધરણા/ આખી રાત સંસદની બહાર ધરણા કરશે સાંસદો, આપના સાંસદે તો ચાદર અને તકિયા પણ મગાવ્યા

Pravin Makwana

ઘરના છોકરા ઘંટી ચાટે….મોદી રાજમાં દેશનું આટલુ દેવુ હોવા છતાં અનેક દેશોને આપી છે લોન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!