GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

સ્વાસ્થ મંત્રાલયનો દાવો, ભારતમાં દસ લાખની વસ્તી પર કોરોના સંક્રમણના કેસ અને મૃત્યુનું પ્રમાણ અન્ય દેશોની તુલનામાં ઓછુ

દેશમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસો વચ્ચે સ્વાસ્થ મંત્રાલયે મંગળવારે દાવો કર્યો છે કે, ભારતમાં દસ લાખની વસતી પર કોરોના સંક્રમણવા કેસ અને મૃત્યુનું પ્રમાણ દુનિયાના અન્ય દેશોની તુલનામાં ઓછુ છે. મંત્રાલયે 6 જૂલાઇએ વિશ્વ સ્વાસ્થ સંગઠનની એક રિપોર્ટને હવાલે જણાવ્યુ કે ભારતમાં પ્રતિ દસ લાખ વસતી પર કોરોના સંક્રમણના કેસનો આંકડો 505.37 છે જ્યારે વૈશ્વિક સરેરાશ 1453.25 છે. ચિલીમાં પ્રતિ દસ લાખની વસકી પરર 15,459.8 કેસ છે જ્યારે પેરુમાં આ પ્રમાણ 9070.8 છે.

આ દેશમાં કોરોના મચાવી રહ્યો છે આતંક

વિશ્વ સ્વાસ્થ સંગઠનની રિપોર્ટ અનુસાર પ્રતિ દસ લાખની વસ્તી પર અમેરિકામાં 8,560.5 કેસ, બ્રાઝિલમાં 7,419.1, સ્પેનમાં 5,358.7, રશિયામાં 4,713.5, બ્રિટનમાં 4,204.4, ઇટાલીમાં 3,996.1 અને મેક્સિકોમાં 1,955.8 કેસ છે. આ સાથે પ્રતિ દસ લાખની વસતી પર ભારતમાં મૃત્યુના કેસ 14.27 છે જ્યારે વૈશ્વિક સરેરાશ કેસ 68.29 છે. રિપોર્ટ મુજબ બ્રિટનમાં પ્રતિ દસ લાખ વસતી પર 651.4 મોતના કેસ છે. જ્યારે સ્પેનમાં 607.1, ઇટાલીમાં 576.6, ફ્રાન્સમાં 456.7, અમેરિકામાં 391.0, પેરુમાં 315.8, બ્રાઝિલમાં 302.3 અને મેક્સિકોમાં 235.5 મોતના કેસ છે. બીજી તરફ દેશમાં કોરોના સંક્રમણના કેસો વધીને સાત લાખને પાર પહોંચી ગયા છે જ્યારે કુલ મૃત્યુઆંક પણ વધીને 20 હજારની ઉપર નીકળી ગયો છે. સ્વાસ્થ મંત્રાલયે કહ્યુ કે કોરોના સંક્રમણના કેસોને લઇને ભારતમાં સ્વાસ્થ પ્રણાલીમાં સતત સુધારો થઇ રહ્યો છે.

Related posts

અમેરિકાએ નાગરિકોને પાકિસ્તાન જવાની કરી મનાઈ : આ છે 3 મોટા કારણો

Mansi Patel

ચીન અને ભારત અહીં સામસામે પણ આ દેશમાં ભારત, ચીન અને પાકિસ્તાનના સૈનિકો એક સાથે લશ્કરી કવાયતમાં જોડાશે

Pravin Makwana

કરોડો રૂપિયાનો ચોખ્ખો નફો કરનાર સરકારી કંપનીનો નફો 80 ટકા ઘટ્યો, આ કારણો ગણાવ્યા જવાબદાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!