GSTV

ઓ બાપ રે.. અમદાવાદના જીવનસંધ્યા વૃધ્ધાશ્રમમાં 42 વૃદ્ધોમાં કોરોનાનું સંક્રમણ, મેડિકલ એમ્બ્યુલન્સ રાઉન્ડ ધ ક્લોક તૈનાત કરાઈ

કોરોના

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુરૂવારે પશ્ચિમ ઝોનના નારણપુરા વોર્ડમાં આવેલાં જીવનસંધ્યા વૃધ્ધાશ્રમમાં કોરોના સંક્રમણ મળતા માઈક્રોકન્ટેઈન્મેન્ટ કર્યા બાદ શુક્રવારે વૃધ્ધાશ્રમમાં રહેતા 90 જેટલાં વૃધ્ધોના રેપીડ એન્ટિજન ટેસ્ટ કરતા 42 જેટલા વૃધ્ધો સંક્રમીત થતાં સેનિટાઈઝેશનની કામગીરી કરવા ઉપરાંત મેડિકલ એમબ્યુલન્સને પણ તૈનાત કરી છે.

તંત્ર દ્વારા વૃધ્ધાશ્રમમાં રહેલાં બાકીના વૃધ્ધોના પણ ટેસ્ટ કરવામાં આવશે એમ આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે. મળતી માહીતી પ્રમાણે, નારણપુરા વોર્ડમાં સમર્પણ ટાવર પાસે આવેલાં વૃધ્ધાશ્રમમાંથી કોરોના પોઝિટિવ કેસ મળવાને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું હતુ.

90 વૃધ્ધોના ટેસ્ટમાં 42 વૃધ્ધો કોરોના પોઝિટિવ

કોરોના

શુક્રવારે માઈક્રોકન્ટેઈન્મેન્ટની પ્રક્રીયા કરવાની સાથે તંત્રે મેડિકલ ટીમો દ્વારા આશ્રમમાં રહેતા વૃધ્ધોના રેપીડ ટેસ્ટ કર્યા હતા. શુક્રવારે 90 જેટલા વૃધ્ધોના ટેસ્ટ થતા 42 વૃધ્ધો કોરોના પોઝિટિવ હોવાનું તપાસમાં બહાર આવતા તમામને કવોરન્ટાઈન કરાયા છે. તંત્રે મેડિકલ એમબ્યુલન્સ પણ આ સ્થળે રાઉન્ડ ધ કલોક તૈનાત કરી છે જેના દ્વારા વૃધ્ધોને તત્કાલ સારવાર આપવાના કેસમાં સારવાર ઉપલબ્ધ થઈ શકે.

અમદાવાદમાં સાત મહિના પછી પણ કોરોનાનો પ્રકોપ યથાવત રહેવા પામ્યો છે. બીજી તરફ શિયાળાની ઋતુ એકદમ નજીક આવી ગઈ છે. નિષ્ણાંતોના મત પ્રમાણે ઠંડીની મોસમમાં શ્વસનતંત્રને લગતા ચેપની સંભાવના સૌથી વધારે હોય છે. આ ભીતિને ધ્યાનમાં રાખીને શહેરના સિનિયર સિટીઝન્સ-વડીલોની વિશેષ કાળજી લેવા માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ‘વડીલ સુખાકારી સેવા’નો વિશેષ પ્રારંભ કરવામાં આવ્યો છે.

આજે રાજ્યના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા, કમિશનર મુકેશ કુમાર અને અન્ય ડેપ્યુટી કમિશનરો વચ્ચે યોજાયેલી વિડીયો કોન્ફરન્સ દરમ્યાન લેવાયેલાં આ મહત્ત્વના નિર્ણય અનુસાર, આ કામગીરી માટે પેરામેડિકલ સ્ટાફની 100 ટીમો ગઠીત કરવામાં આવી છે, જે રોજના 2000 જેટલાં વડીલોની હેલ્થની ચકાસણી કરશે.

વૃદ્ધોની વિશેષ કાળજી માટે ખાસ વ્યવસ્થા

કોરોના

જે વૃદ્ધ લોકો હાઇપર ટેન્શન, મધુપ્રમેહ-ડાયાબિટીસ, કિડનીના રોગો કે એવા કોઈ બીજા રોગોથી પિડાતા હોય તેમની વિશેષ કાળજી લેવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે. ત્રણ પેરામેડિકલ સભ્યોની બનેલી ટીમ વરિષ્ઠ નાગરિકોના ઘેર જઈ તેમની ઘેરબેઠાં ચકાસણી કરશે. જેમાં શરીરનું તાપમાન, બીપી, ઓક્સિજન લેવલ, નાડીના ધબકારા, બ્લડસુગરની માપણી કરી અન્ય શારીરિક તકલિફોની નોંધ કરશે.

ઉપરાંત વડીલોની રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે ખાસ ઈમ્યુનિટી બુસ્ટર પેકેટ આપવામાં આવશે. જેમાં વિટામીન ‘સી’ની ગોળીઓ, ઝિન્ક ટેબલેટ, શમશમીવટી, ઓર્સેનિકમ આલ્બમ વગેરે વિનામૂલ્યે આપવામાં આવશે. ઉપરાંત પ્રત્યેકની આરોગ્ય ચકાસણીની વિગતો જાળવવા તેમજ તેનું વિશ્લેષણ કરવા એક મોબાઈલ ફોન આધારિત સોફટવેર વિકસાવવામાં આવેલ છે.

તેમજ ચકાસણી દરમ્યાન કોરોનાના કોઈ લક્ષણો જણાય તો તેમનો રેપિડ એન્ટીજન ટેસ્ટ તેમના ઘરે જ કરવામાં આવશે અને રિપોર્ટ પોઝિટિવ આવે તો તેમની સારવાર માટે સંજીવની ટીમને કામે લગાડાશે. આમ અન્ય કો-મોર્બિડ કંન્ડીશન ધરાવતા વૃદ્ધોની સંક્રમણની આગોતરી જાણ થઈ જતાં અચાનક તબિયત વધુ બગડતી અટકાવી શકાશે.

આ પ્રકારની સેવા દેશભરમાં પહેલી હોવાનો દાવો કરી મ્યુનિ. તંત્રએ જણાવ્યું હતું કે આ સેવા ખૂબ જ અસરકારક સાબિત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાના સંક્રમણને રોકવા અગાઉ ધનવંતરી આરોગ્ય રથ, 104 યોજના, સંજીવની સેવા, ડોક્ટર મિત્ર, માનસશાસ્ત્રીય માર્ગદર્શન જેવી અનેક યોજનાઓ અમલમાં મૂકી છે.

કોરોનામાં 60 ટકા મૃત્યુ વૃદ્ધ દર્દીઓના થયા છે

અમદાવાદમાં કોરોનાના દર્દીઓના અત્યાર સુધીમાં થયેલાં મૃત્યુમાં 60 ટકા મૃત્યુ 60 વર્ષની મોટી ઉંમરના અને અન્ય લોહીનું દબાણ, અસ્થમા, કીડની, ડાયાબિટીસની બીમારી હોય તેવા કો-મોર્બિડ કંન્ડીશન ધરાવતા દર્દીઓના થયા છે. આ સંજોગોમાં આવી રહેલી ઠંડીની ઋતુમાં વડીલોનો વધુ ખ્યાલ રાખવાની જરૂરીયાત છે, આ સંદર્ભમાં મ્યુનિ.ને નવી સેવા કાર્યરત કરી છે. આ સેવાની ટીમો જ્યાં વધુ કેસો નોંધાયા છે અને મૃત્યુ થયા છે, તે વિસ્તારોથી કામગીરી શરૂ કરશે અને જરૂરિયાત પ્રમાણે ટીમો વધારાશે પણ ખરી.

Read Also

Related posts

શુભમન ગિલની તસવીર જોઈને યુવરાજસિંઘે આપી આ સલાહ

Pravin Makwana

તારક મહેતા સિરિયલના લેખકે આત્મ હત્યા કરી, આર્થિક સંકટનું કારણ લખ્યું

Pravin Makwana

ઓડિશાને હરાવીને ટોચ પર પહોંચી એટીકે મોહન બગાન, કૃષ્ણા બન્યો વિજયનો હીરો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!