GSTV
Gujarat Government Advertisement

આ રાજ્યમાં મુસ્લિમ વિસ્તારોમાં 6 દિવસમાં જ 127 મોત! Corona નથી કારણ, અધિકારીએ કર્યો મોટો ખુલાસો

આપઘાત

Last Updated on April 11, 2020 by Arohi

દેશના કોવિડ-19 હોટસ્પોર્ટમાંથી એક ઈંદૌર (Indore) પ્રશાસન કોરોના (Corona) વાયરસના વધતા જતા ફેલાવાને નિયંત્રણ કરવા માટે હાથ-પગ મારી રહ્યું છે. પરંતુ હવે અધિકારીઓ સામે કોરોના વાયરસ સામે લડવાના સિલસિલામાં વધુ એક વસ્તુનો ઉમેરો થઈ ગયો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે શહેરમાં મુસ્લિમોમાં અન્ય સમયની તુલનામાં આ સમયે મૃત્યુ દરમાં અસામાન્ય રીતે વધારો નોંધવામાં આવ્યો છે.

મહૂ નામના કબ્રસ્તાનમાં 64 લોકોને દફનાવવામાં આવ્યા

તેમનુ કહેવું છે કે મૃત્યુદરનો આ સિલસિલો પહેલા એક-બે અઠવાડિયાથી ચાલતો આવી રહ્યો છે. ગયા ગુરુવારે શહેરના ચાર કબ્રસ્તાનમાં 21 લોકોને દફનાવવામાં આવ્યા. એકલા મહૂ નાકાના કબ્રસ્તાનમાં 1થી 9 એપ્રિલ સુધી 64 લોકોને દફનાવવામાં આવ્યા છે. જેમાં ગુરુવારે 11 લોકોનો સમાવેશ થાય છે. ખજરાના સ્થિત કબ્રસ્તાનમાં મહિનાના પહેલા 9 દિવસની 34 મૃતદેહોને દફનાવવામાં આવ્યા જેમાંથી એક ગુરુવારે દફનાવવામાં આવ્યો. આ સમયગાળામાં સિરપુરમાં 29 દફનવિધિ કરવામાં આવી. અહીં ગુરૂવારે ત્રણ લોકોને દફનાવવામાં આવ્યા. લુનિયાપુરામાં નવ દિવસમાં 56 લોકોને દફનાવવામાં આવ્યા. તેમાં છ લોકોને ગુરૂવારે દફનાવવામાં આવ્યા. અહીં આંકડો એક રાષ્ટ્રીય હિન્દી દૈનિક છાપામાંથી લેવામાં આવ્યો છે.

માર્ચમાં 130 દફનાવવામાં આવ્યા

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ચાર કબ્રસ્તાનમાં માર્ચ મહિનામાં દફનાવવામાં આવેલા 130 લોકોની તુલનામાં આ એપ્રિલના છેલ્લા છ દિવસોમાં 127ને દફન કરવામાં આવ્યા હતા.

ત્રણ હોસ્પિટલોએ સારવાર કરવાનો કર્યો ઈનકાર

વૃદ્ધ મહિલા મુમતાઝની મોત 7 એપ્રિલે થઈ હતી. તેમના દિકરા મોહમ્મદ ઈકરામે જણાવ્યું કે મારી માતાને છાતીમાં બિમારી હતી અને ત્રણ હોસ્પિટલોએ તેમની સારવાર કરવાની ના પાડી દીધી. ત્યાર બાદ મહારાજા યશવંતરાવના ડોક્ટરોએ તેમને નિમોનિયા છે તેમ જણાવ્યું અને આઈસીયુમાં દાખલ કરી દીધા. તેમનો COVID-19નો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પિતાના ચાર મહિના પહેલા મોત બાદથી તે શોકમાં હતા અને કોઈ સાથે વાત ન હતી કરતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ઉત્તર કોરિયા તબાહીના આરે: કોરોનાએ બરબાદ કર્યું અર્થતંત્ર, કિમ જોંગ ઉને કરી આ જાહેરાત

Pritesh Mehta

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!