GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

કોરોના વાયરસનું સંકટ વધ્યું, ભારતીય અર્થતંત્રને પણ ગંભીર ફટકો પડ્યો

કોરોના વાઇરસના વધતા સંકંટને કારણે ભારતીય (corona)અર્થતંત્રને પણ ગંભીર ફટકો પડ્યો છે. આ સંકંટમાંથી ઉગરવા માટે ત્રણ લાખ કરોડના પેકેજની જરુરત પડે તેમ છે. એસબીઆઇના અર્થશાસ્ત્રીઓએ જણાવ્યુ કે એક લાખ (corona) ૭પ લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાતમાં માત્ર ૭૩ હજાર કરોડ જ નવી ફાળવણી છે. જ્યારે કે બાકીનુ ફંડ તો બજેટમાં જ ફાળવાઇ ચૂક્યુ હતુ.

કોરોના વાઇરસના વધતા સંકંટને કારણે ભારતીય અર્થતંત્રને પણ ગંભીર ફટકો પડ્યો

લોકડાઉને લોકોને ઘરે પૂરી દીધા છે પણ તેણે ભારતીય અર્થતંત્રને પણ બેડી લગાવી દીધી છે. આ બેડી તોડવી હવે મુશ્કેલ બની રહી છે. એસબીઆઇના અર્થશાસ્ત્રીઓનુ માનીએ તો વિકાસ દર બે ટકા સુધી જઇ શકે છે. આ દરમિયાન લેબર અને કેપિટલ ઇન્કમમાં ત્રણ લાખ ૬૦ હજાર કરોડની ખોટનુ અનુમાન છે. આ ખોટને પૂરવા માટે ત્રણ લાખ કરોડના પેકેજની જરૂરત છે. આ દરમિયાન હોટલ, શિક્ષણ.. પેટ્રોલિયમ અને કૃષિ ક્ષેત્રમાં પણ માતબર નુકસાન જશે. આ ક્ષેત્રોનો જીડીપીમાં ત્રીસ ટકા જેટલુ યોગદાન છે. સરકાર આમ તો એક લાખ ૭પ હજાર કરોડના પેકેજની જાહેરાત કરી ચૂકી છે પરંતુ વાસ્તવિકતા એ છે કે તેમાં નવી ફાળવણી માત્ર ૭૩ હજાર કરોડની જ છે. જ્યારે કે બાકીના ફંડની જાહેરાત તો તો બજેટમાં જ કરી ચૂક્યા છે. એસબીઆઇની નોટમાં જણાવાયુ છે કે બેંકો દ્વારા વિતરીત ૯૮ ટકા કરજ કોરોના પ્રભાવિત ર૮૪ જિલ્લાઓમાં છે. બે લાખ દસ હજાર કરોડના કરજમાં એક લાખ ર૦ હજાર કરોડ ઔદ્યોગિક અને ર૦ હજાર કરોડ પર્સનલ લોનમાં ફાળવાયા હતા.

આ દરમિયાન લેબર અને કેપિટલ ઇન્કમમાં ત્રણ લાખ ૬૦ હજાર કરોડની ખોટનુ અનુમાન

મહત્વનુ છે કે વિશ્વ વ્યાપાર સંગઠનનુ માનવુ છે કે કોવિડ નાઇન્ટીનને કારણે વિશ્વભરના ૩૩ ટકા વ્યવસાયને અસર થવાની છે.આના પર કાબૂ નહી મેળવાય તો અત્યાર સુધીની સૌથી મોટી મંદીનો પણ સામનો કરવો પડશે. ગોલ્ડમેન શાસ પણ કોરોના સંકટ સામે ભારત સરકારના આર્થીક ક્ષેત્રના પ્રયાસોની ટીકા કરી ચૂક્યુ છે. ગોલ્ડમેનનુ માનવુ છે કે આર્થિક સંકટ સામે ભારત સરકારનુ વલણ આક્રમક નથી દેખાઇ રહ્યુ.

READ ALSO

Related posts

કોરોના વાયરસે લીધો આ પાકિસ્તાની ક્રિકેટરનો જીવ, પરિવારે ઉતાવળમાં દફનાવી દીધો

Bansari

Cricket વર્લ્ડકપ જીતાડનારો આ બોલર થઈ ગયો હતાશ, બાળકો સહિત છોડવા માગે છે દેશ

Mansi Patel

પ્રેગનેન્સીમાં રાખો આ બાબતોનું ખાસ ધ્યાન, નહીં તો ડિલીવરી સમયે થશે તકલીફ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!