GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

ભારતે જે દેશના લોકડાઉન ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો ત્યાં 81,218 કેસ છે, આ દેશના ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો હોત તો લોકડાઉન જ ન હોત

કેસ

21 દિવસના લોકડાઉનનો આજે બીજો દિવસ છે. ભારતે લોકડાઉન માટે ચીનનું મોડલ અપનાવ્યું છે. જ્યારે ભારત પાસે એક બીજો ઓપ્શન પણ હતો. સાઉથ કોરિયાના મોડલને પસંદ કરવાનો. વાત કરતા પહેલાં સંભવિત ચીન અને કોરિયાના કોરોના વાયરસથી બચવાના મોડલ વિશે જોઈ લઈએ અને પછી ભારત સાથેની તેની તુલના કરીએ.

સાઉથ કોરિયા : લોકડાઉનની જગ્યાએ ટેસ્ટ

સાઉથ કોરિયામાં લોકડાઉન નથી. લોકો ઘરની બહાર નીકળી રહ્યા હતા અને સરકારને આ વિચાર જ પસંદ આવી ગયો. એક અઠવાડિયું થયું હતું. કોરોના વાયરસના ગણતરીનાં કેસો જ સામે આવ્યા હતા. સરકારે દવા કંપનીઓ સાથે મીટીંગ કરી અને તમામને ટેસ્ટિંગ કીટ બનાવવાનું કહ્યું. બીજી તરફ કોરિયામાં કોરોના વાયરસ બીજા તબક્કામાં પહોંચ્યો અને આ તરફ હજ્જારો ટેસ્ટ કિટ તૈયાર થઈ ગઈ હતી. એ પછી ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. રસ્તાઓની લેનમાં જ અલગ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું. લોકો કાર લઈ લેનમાં જતા હતા અને 10 મિનિટમાં સેમ્પલ લઈ તેમને રવાના કરી દેવામાં આવતા હતા. ગણતરીના કલાકોમાં જ પરિણામ સામે આવી જતુ હતું. રસ્તાની આજુબાજુથી લઈને ટેલિફોન બૂથમાં પણ ટેસ્ટિંગ સેન્ટર બનાવવામાં આવ્યા. આ સમયે જે લોકોમાં કોરોના વાયરસની પુષ્ટિ થતી હતી તેમને અલગ રાખવામાં આવતા હતા. ગંભીર કિસ્સાઓમાં હોસ્પિટલો ઉભી કરી દેવામાં આવી. કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓએ જેની પણ સાથે મુલાકાત કરી હતી તેમને શોધી શોધી તેમનો ઈલાજ કરવામાં આવ્યો. દક્ષિણ કોરિયાની ડિએગો હોસ્પિટલમાં ઈલાજ કરવા માટે જતા લોકો બસ એક જ વાત કરી રહ્યાં છે કે કોઈ પણ પ્રકારના લોકડાઉન વિના કોરિયાએ ઉત્કૃષ્ટ કામગીરી કરી કોરોનાને કાબૂમાં કરી લીધો. કોરિયામાં અત્યાર સુધીમાં કોરોનાના 9,137 કેસ સામે આવ્યા જેમાંથી 126 લોકોના મોત થયા છે. જે ગ્રાફ ચઢી રહ્યો હતો તે અચાનક ડાઉન થઈ ગયો.

ચીન : સંપૂર્ણ રીતે લોકડાઉન

ચીનના વૂહાન શહેરના સી-ફૂડ માર્કેટમાંથી કોરોના વાયરસના કેસ સામે આવવા લાગ્યા હતા. ચીને આ પછી તુરંત જ વુહાનને પૂરી રીતે લોકડાઉન કરવાનો નિર્ણય લીધો. જનતા ઘરમાં બંધ. તાબડતોબ હોસ્પિટલો બનાવી દેવામાં આવી. કેસ સામે આવી રહ્યાં હતા. લોકોને ઘરેથી પકડી પકડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ખબરો એવી પણ સામે આવી કે ચીન દ્રારા માનવઅધિકારનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ઘણા બાળકોની મોત થઈ ગઈ. કારણ કે તેમની કાળજી રાખનારાઓને પણ આઈસોલેટ કરી દેવામાં આવ્યા હતા. તેમનો ખ્યાલ સરકારે પણ ન રાખ્યો અને તેમની નજીકના કોઈ વ્યક્તિએ પણ ન રાખ્યો. ડ્રોન ઉડાવવામાં આવ્યા. અલીબાબા કંપની સાથે મળી એપ્લિકેશન બનાવવામાં આવી. ડ્રોનથી જ જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓની ડિલેવરી કરવામાં આવી. ચીને હાલ પોતાનો ગ્રાફ ઘટાડી દીધો છે. દુનિયામાં સૌથી વધુ કોરોનાના કેસ ચીનમાં જ છે. Worldometerના જણાવ્યા અનુસાર ચીનમાં 81,218 કેસ છે. જેમાંથી 3,281 લોકોનાં મોત થઈ ચૂક્યા છે અને 4,287 લોકોનો ઈલાજ ચાલી રહ્યો છે. હવે ચીનમાં લોકલ કેસ સામે નથી આવી રહ્યાં.

ભારતે પણ કર્યું લોકડાઉન

ભારતે 21 દિવસનું લોકડાઉન કર્યું. ભારતમાં જે સમયે લોકડાઉન થયું તે સમયે ટેસ્ટ કિટને મોટા સ્તર પર બનાવવાનું કોઈ આયોજન નહોતું. પ્રાઈવેટ લેબને ધીમે ધીમે કોરોના વાયરસ અંગે તપાસ કરવાની અનુમિત આપવામાં આવી. આ વચ્ચે સૌથી સારી ખબર એ આવી કે પુણેની માઈલેબે આશ્વાસન આપ્યું કે તે 1 લાખથી વધારે કિટ ટેસ્ટિંગ માટે બનાવી શકે છે. પણ આ સમાચાર સામે આવતા આવતા ભારતમાં કોરોનાના કુલ 600 કેસ સામે આવી ગયા અને 11 લોકોનાં મોત પણ થયા. 22 માર્ચના રોજ જનતા કર્ફ્યુ દ્રારા ટેસ્ટ કરવામાં આવ્યો અને બાદમાં 25મી તારીખથી સંપૂર્ણ ભારતને લોકડાઉન કરી દેવામાં આવ્યું. પણ ભારતનો ગ્રાફ માત્ર ચીનની માફક લોકડાઉનનો નહીં રહે કોરિયાની જેમ ટેસ્ટિંગ પણ શરૂ રહેશે અને કોરોના સામે લડતું રહેશે. જેથી એક રીતે કોરિયા અને ચીન આમ બંન્નેની ટેક્નિકનો ભારતે ઉપયોગ કર્યો છે.

બીજુ એ કે કોરિયા ખૂબ જ નાનો દેશ છે. જ્યારે ભારતની સંખ્યા ચીન બાદ બીજા ક્રમે 131 કરોડ છે. ભારતના લોકોની કોરિયાની માફક લેન બાય લેન ટેસ્ટિંગ કરવામાં આવે તો તે ભયજનક સાબિત થાય. આથી જ ચીનના લોકડાઉન અને હવે કોરિયાના ટેસ્ટિંગ ફોર્મ્યુલા તરફ ભારત આગળ વધી રહ્યું છે.

READ ALSO

Related posts

વાવાઝોડાની અસર: મુંબઈનો સમુદ્ર તોફાની બન્યો, દરિયાકિનારે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ

pratik shah

તાકાતનો ઘમંડ દેખાડી રહેલા ચીનના આ શાપિત ગામના લોકોને જોઈને કહેશો ઓહ માય ગોડ, અહીં અજમાવે જોર

pratik shah

રાજ્યનાં ઘણા જિલ્લાઓના વાતાવરણમાં આવ્યો અચાનક પલ્ટો, ભારે પવન સાથે વરસ્યો વરસાદ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!