દેશમાં કોરોના વાયરસનો કહેર હજૂ પણ ચાલુ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 41,810 કેસ સામે આવ્યા છે અને 496 લોકોના મોત પણ થયા છે. આ સાથે જ દેશમાં કુલ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા હવે 93,92,920 થઈ ગઈ છે.
દેશમાં 28 નવેમ્બર સુધીમાં કુલ કોરોના ટેસ્ટની સંખ્યા
ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદના જણાવ્યા પ્રમાણે દેશમાં 28 નવેમ્બર સુધીમાં કોરોના વાયરસ માટે કુલ 13,95,03,803 સેમ્પલ ટેસ્ટ લેવામાં આવ્યા છે. જેમાંથી 12,83,449 ટેસ્ટ થયા છે.
With 41,810 new #COVID19 infections, India's total cases rise to 93,92,920
— ANI (@ANI) November 29, 2020
With 496 new deaths, toll mounts to 1,36,696 . Total active cases at 4,53,956
Total discharged cases at 88,02,267 with 42,298 new discharges in last 24 hrs. pic.twitter.com/JdmcMRBjm1
કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકા છે. જ્યાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બે લાખથી પણ વધારે કેસ આવ્યા છે. આ દરમિયાન 1400થી વધારે લોકોના મોત પણ થયા છે.
જોન હોપકિંસ યુનિવર્સિટીના જણાવ્યા પ્રમાણએ અમેરિકામાં આ અગાઉ 21 નવેમ્બરે કોરોનાના 189,000 નવા કેસ આવ્યા હતા. તો વલી છેલ્લા 24 કલાકમાં કોરોના મહામારીના 205,557 નવા કેસની પુષ્ટિ બાદ દેશમાં કોરોના સંક્રમિત લોકોનો આંકડો ભયાનક સ્તરે પહોંચીને 1.39 કરોડની પાસે પહોંચી ગયો છે.
વિશ્વમાં કોરોનાની અપડેટ
દેશ | સંક્રમિત | મોત | સાજા થયા |
અમેરિકા | 13,610,357 | 272,254 | 8,041,239 |
ભારત | 9,390,791 | 136,705 | 8,799,249 |
બ્રાઝિલ | 6,290,272 | 172,637 | 5,562,539 |
રશિયા | 2,242,633 | 39,068 | 1,739,470 |
ફ્રાન્સ | 2,208,699 | 52,127 | 161,137 |
સ્પેન | 1,646,192 | 44,668 | ઉપલબ્ધ નથી |
યૂકે | 1,589,301 | 57,551 | ઉપલબ્ધ નથી |
ઈટલી | 1,538,217 | 53,677 | 696,647 |
અર્જેન્ટીના | 1,407,277 | 38,216 | 1,235,257 |
કોલમ્બિયા | 1,290,510 | 36,214 | 1,189,499 |
આ દરમિયાન અમેરિકામાં 1404 લોકોના મોત પણ થયા છે. તેથી અહીં મૃત્યુ પામનારા લોકોની કુલ સંખ્યા હવે 264,866 થઈ ગઈ છે. કોરોના મહામારીની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં અહીં 4,947,446 લોકો સંપૂર્ણ પણે સ્વસ્થ પણ થઈ ગયા છે.
અમેરિકા સમગ્ર વિશ્વમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે. જ્યારે બીજા નંબર પર ભારત અને ત્રીજા નંબરે બ્રાઝિલ છે. વિશ્વભરમાં કોરોના વાયરસથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા 6.09 કરોડથી પણ વધારે થઈ ગઈ છે. આ મહામારીથી અત્યાર સુધીમાં 14.32 લાખથી પણ વધારે લોકોના મોત થઈ ગયા છે.
READ ALSO
- બજેટ પહેલાં PSU કંપનીઓના ખાનગીકરણની પૉલિસીને કેબિનેટની લીલી ઝંડી, જાણો તેની શું અસર થશે?
- હોલિવૂડમાં લગનીયા લેવાયા: જગપ્રખ્યાત મોડલ પામેલાએ છઠ્ઠીવાર કર્યા લગ્ન, આ વખતે પોતાના જ બોડીગાર્ડને બનાવ્યો મનનો માણિગાર
- પત્ની હતી ગર્ભવતી આવેશમાં આવીને પતિએ કર્યું એવું કામ કે પોલીસે ધકેલી દીધો જેલના સળિયા પાછળ
- ચકચાર/ અમેરિકામાં એક ભારતીય તબીબે એક મહિલા ડોક્ટરની ગોળી મારીને જાતે કરી લીધો આપઘાત, કેન્સરથી હતા પીડિત
- જામનગરમાં ભુમાફિયા જયેશ પટેલનો આતંક: કરાવ્યું ફાયરિંગ, પોલીસે 4 ઈસમો સામે ગુનો નોંધ્યો