GSTV

ભારતની કોરોનામાં પણ નંબર ગેમ, અમેરિકા પ્રથમ અને ભારત બીજાક્રમે : 90 લાખે પહોંચ્યા કોરોનાના કેસો

અમેરિકા બાદ ભારત એવો બીજો દેશ બની ગયો છે જ્યાં કોરોનાના 90 લાખથી વધારે કેસ થઈ ચુક્યા છે.જોકે ભારત માટે રાહતની વાત એ છે કે, 80 લાખથી 90 લાખ સુધી પહોંચવામાં ભારતને 22 દિવસ લાગ્યા છે. જે બતાવે છે કે, છેલ્લા સપ્તાહમાં સંક્રમણ ઓછુ છે. જોકે હવે કોરોનાની બીજી લહેર ચાલુ થઈ ગઈ છે ત્યારે કોરોનાના કેસમાં ફરી ઉછાળો આવી શકે છે.

કોરોનાના કેસમાં ફરી ઉછાળો આવી શકે છે

ગુરુવારે ભારતમાં બીજા 45,000 નવા કેસ સામે આવ્યા બાદ આંકડો હવે 90.04 લાખ પર પહોંચી ચુક્યો છે. જ્યારે કોરોનાથી ભારતમાં અત્યાર સુધીમાં 1.32 લાખ મોત થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 584 લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલમાં કોરોનાના આખા દેશમાં 4.43 લાખ એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 44807 લોકોને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

કોરોના

છેલ્લા 24 કલાકમાં 44807 લોકોને હોસ્પિટલમાંથી રજા અપાઈ

જોકે કેસ ઓછા થવા પાછળનુ એક કારણ ટેસ્ટિંગમાં થઈ રહેલો ઘટાડો પણ છે. ભારતમાં સપ્ટેમ્બર મહિનાના મધ્યમાં કોરોના પીક પર પહોંચ્યો હતો અને એ પછી તેનો પ્રકોપ ઘટયો હોવાનુ આંકડા કહી રહ્યા છે. સપ્ટેમ્બર મહિનામં માત્ર 11 દિવસમાં કોરોનાના કેસ 40 લાખથી 50 લાખ પર પહોંચી ગયા હતા. ભારતમાં નવેમ્બર મહિનામાં 8.2 લાખ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે અમેરિકામાં આ મહિને જ 25 લાખ નવા કેસ નોંધાયા છે. ફ્રાંસ 7.3 લાખ કેસ સાથે દુનિયામાં ત્રીજા નંબરે છે.

READ ALSO

Related posts

કાશ્મીરમાં આતંકીઓનો નવો પેંતરો: હવે સ્લો ઇન્ટરનેટ પર ચાલતી Appsનો ઉપયોગ કરી રહ્યાં છે આતંકવાદી સંગઠનો

Bansari

ચોંકાવનારું/ ઈંગ્લેન્ડના ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસરની ચેતવણી, રસી મેળવનાર વ્યક્તિ પણ વાયરસનું સંક્રમણ ફેલાવી શકે!

pratik shah

ભાજપ ઇલેકશન મોડમાં: રામ જન્મભૂમિમાં દાન આપનારને મળશે તક, ટીકીટ વાંચ્છુઓના ધાડેધાડાં જોઇને અટપટાં નિયમો ઘડયાં

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!