GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

સમગ્ર દેશમાં કોરોનાના 3374 કેસ, 275 જિલ્લા કોરોનાની ઝપટમાં આવ્યા

Corona

દેશભરમાં કોરોના વાયરસના કારણે સત્તાવાર રીતે મૃત્યુઆંક વધીને 79 થઇ ગયો છે. જ્યારે કે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 3374 કેસ થયા છે. અત્યાર સુધીમાં દેશના 275 જિલ્લા કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં પોણા પાંચસો નવા કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે, અત્યાર સુધીમાં કોરોનાના 267 દર્દીઓ સાજા થઈ ચુક્યા છે.

આયુષ્માન યોજના હેઠળ કોરોનાનો નિઃશુલ્ક ટેસ્ટ અને સારવાર

સ્વાસ્થ્ય મંત્રાલયે સાર્વજનિક સ્થળોએ કોરોના સંક્રમિતોના થૂંકવાના કારણે કોરોના ફેલાયો હોવાની આશંકા દર્શાવી છે. સાથે જ તેમણે જણાવ્યું કે, આયુષ્માન યોજના હેઠળ કોરોનાનો નિઃશુલ્ક ટેસ્ટ અને સારવાર કરવામાં આવશે. લવ અગ્રવાલે જણાવ્યું કે કૃષિ ક્ષેત્રને લોકડાઉનમાંથી મુક્તિ અપાઇ છે.

દેશભરમાં 27 હજારથી પણ વધુ રાહત શિબિર

ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારો લોકડાઉનને સારી રીતે અમલ કરાવી રહી છે. જરૂરી વસ્તુઓ અને સેવાઓની સ્થિતી પણ યોગ્ય રીતે ચાલી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, 27,661 રાહત શિબિરો અને આશ્રય સમગ્ર ભારતના અલગ અલગ રાજ્યોમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. 23,924 સરકાર દ્વારા અને 3737 ખાનગી સંગઠનો દ્વારા આ કાર્ય થઈ રહ્યું છે. 12.5 લાખ લોકોને તેનાથી આશ્રય મળ્યો છે. આ સાથે જ 19460 ખાદ્ય શિબિરો પણ લગાવામાં આવી છે.

કોરોના વાયરસ હવામાં ફેલાતો નથી

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા કહેવામાં આવ્યું છે કે, હવામાં ફેલાયેલા કોરોના વાયરસ અંગે હજી સુધી કોઈ પુરાવા મળ્યા નથી. આરોગ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે, હાલમાં કોવિડ -19 કેસની સંખ્યા 4.1 દિવસમાં બમણી થઈ ગઈ છે, જ્યાં સુધી તબ્લીગી જમાતની ઘટના નહોતી બની ત્યાં સુધી આ આંક 7.4 દિવસમાં થતો હતો.

READ ALSO

Related posts

flipkartને થઈ ગઈ ચાંદી જ ચાંદી, વોલમાર્ટની આગેવાનીવાળા સમૂહોએ કર્યું અબજોનું રોકાણ

Pravin Makwana

કોરોનાને નાથવા માટે ભારતમાં થઈ રહ્યો છે આ 6 દવાનો ઉપયોગ, જાણો કઈ કિંમતે મળશે

Pravin Makwana

ગુજરાતમાં દર 2 મીનિટથી ઓછા સમયમાં એક વ્યક્તિ થાય છે કોરોનાથી સંક્રમિત, ખરાબ છે સ્થિતિ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!