GSTV

મોટા સમાચાર/પીએમ મોદીના આ નિર્ણયના કારણે દેશમાં ઘટી રહ્યાં છે કોરોના સંક્રમણના કેસ, રિકવરી રેટ 88 ટકાએ પહોંચ્યો

કોરોના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રેંડ ચેલેન્જર્સની વાર્ષિક બેઠકને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધિત કરતા કહ્યું કે, આજે ભારતમાં કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો આવ્યો છે અને રિકવરિ રેટ 88%એ પહોંચી ગયો છે. તેમણે કહ્યું કે, આ એટલા માટે શક્ય બન્યું છે કારણ કે ભારતે સૌથી પહેલા લોકડાઉન લગાવ્યું અને લોરોને માસ્ક પહેરવા માટે પ્રેરિત કર્યાં.

ભારતમાં રિકવરી રેટ 88 ટકા

તેમણે કહ્યું કે, કોરોનાની વેક્સિન વિકસિત કરવાના મામલે અમે આગળ છીએ અને તેમાંથી કેટલીક તો એડવાન્સ સ્ટેજમાં છે. આજે આપણે જોઈ રહ્યાં છીએ કે દેશમાં કોરોના સંક્રમણના કેસ દિનપ્રતિદિન ઘટી રહ્યાં છે અને તેની વૃદ્ધિદરમાં ઘટાડો આવ્યો છે. ભારતમાં આજે રિકવરિ રેટ પણ 88% થઈ ગયો છે.

તેમણે કહ્યું, આવું એટલા માટે શક્ય થયું કારણ કે ભારતમાં લોકડાઉન કરનારો પહેલો દેશ હતો. ભારત પહેલા દેશોમાં હતો જેણે માસ્કના ઉપયોગને લઈને લોકોને પ્રોત્સાહિત કર્યાં. સંક્રમણની જાણ થતાં જ ભારતે અસરકારક રીતે કામ કર્યું અને રેપિડ એન્ટિજન ટેસ્ટ શરૂ કરનારા પહેલાં દેશોમાં હતો.

કોરોના

કોરોનાને મ્હાત આપવા ભારતની આવી છે તૈયારીઓ

તેમણે કહ્યું, અમે અહીં અટકવાના નથી. અમે વેક્સિન વિતરણનું તંત્ર પણ વિકસિત કરી રહ્યાં છીએ. ભારતે સ્વસ્છતા વધારવા અને શૌચાલયોની સંખ્યા વધારવા સહિત અનેક પ્રયાસો કર્યાં છે જે સારા સ્વસ્થ્યની દેખરેખ સિસ્ટમમાં પણ યોગદાન આપી રહ્યાં છે.

ઉલ્લેખનિય છે કે, ગ્રેંડ ચેલેજેસ છેલ્લા 15 વર્ષોથી સ્વાસ્થ્ય અને વિકાસ ક્ષેત્રમાં પડકારનું સમાધાન કરવામાં નવાચારના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા માટે કામ કરી રહ્યું છે. ગ્રેંડ ચેલેજીસ ઈન્ડિયાની સ્થાપના ભારત સરકારે જૈવ-ટેક્નોલોજી વિભાગ અને બિલ એન્ડ મિલિંડા ગેટ્સ ફાઉન્ડેશનની ભાગીદારીથી 2012માં કરાવામાં આવી હતી.

Read Also

Related posts

દરેક નાગરિકને મોદી સરકાર આપી રહી છે 1,30,000 રૂપિયા? જાણો વાયરલ થઇ રહેલા આ મેસેજની શું છે હકીકત

Bansari

અહેમદ પટેલઃ સંકટમોચક અને અડીખમ યોદ્ધાની વિદાય, કોંગ્રેસને ન પૂરાય એવી પડી ખોટ

pratik shah

અમર- અકબર, એન્થનીની ત્રિપૂટીમાં અહેમદ પટેલનું આવતું નામ, 28 વર્ષની ઉંમરે અહેમદ પટેલ સાંસદ બન્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!