GSTV

દેશમાં કોરોનાની સ્થિતિ બની અતિગંભીર: એક જ દિવસમાં 60,000થી વધુ કેસ નોંધાયા, વધુ 937ના મોત

કોરોના

ભારતમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો આવી રહ્યો છે. દેશમાં શુક્રવારે સતત બીજા દિવસે કોરોનાના નવા 60,000થી વધુ કેસ નોંધાયા હતા, જે દર્શાવે છે કે કોરોનાની સ્થિતિ ગંભીરથી અતિ ગંભીર બની રહી છે.દેશમાં શુક્રવારે કોરોનાના નવા 60,975 કેસ સાથે કુલ કેસ 20,80,905 થયા હતા જ્યારે 24 કલાકમાં 937નાં મોત સાથે કુલ મૃત્યુઆંક 42,510 થયો છે. જોકે શુક્રવારે કોરોનાના 48,727થી વધુ દર્દી સાજા થયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 14,19,074 દર્દી સાજા થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે તેમ પીટીઆઈની રાજ્યવાર ટેલીમાં જણાવાયું હતું.

ભારતને રિકવરી રેટમાં સતત વધારા અને મૃત્યુદર નીચો રાખવામાં મળી સફળતા

દેશમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો હતો કે ભારતે રિકવરી રેટમાં સતત વધારા અને મૃત્યુદર વૈશ્વિક સરેરાશ કરતાં નીચો રાખવાની એમ બે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. દેશમાં રિકવરી રેટ સતત વધીને 68.19 ટકાથી વધુ થયો છે જ્યારે મૃત્યુદર વધુ ઘટીને 2.05 ટકા થયો છે. આ બંને બાબત દર્શાવે છે કે ભારતમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓ અને એક્ટિવ કેસની સંખ્યા વચ્ચે અંદાજે 7.7 લાખથી વધુનું અંતર વધી રહ્યું છે.

ભારતમાં એકબાજુ કોરોનાના પહેલાં 1 લાખ કેસ 110 દિવસમાં નોંધાયા હતા જ્યારે હવે દર બે દિવસમાં એક લાખ કેસ નોંધાઈ રહ્યા છે. બીજીબાજુ રિકવરી રેટ સતત વધી રહ્યો છે. 15મી જૂને રિકવરી રેટ 51.08 ટકા હતો, જે 7મી ઑગસ્ટે વધીને 68.19 ટકા થયો છે. આ જ સમયમાં એટલે કે 15મી જૂને કોરોનાના કુલ કેસમાં એક્ટિવ કેસનું પ્રમાણ 46.06 ટકા હતું, જે 7હમી ઓગસ્ટે ઘટીને 29.96 ટકા થઈ ગયું છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

સ્વાસ્થ્ય મંત્રાલયે આ આંકડાઓના આધારે દાવો કર્યો હતો કે દેશમાં કોરોનાના દૈનિક કેસમાં વધારો થતો હોવા છતાં સિૃથતિ એકંદરે નિયંત્રણ હેઠળ છે અને ચિંતાજનક નથી. છતાં લોકોએ સાવધાની રાખવી જોઈએ. દેશમાં કોરોના સામેની લડતમાં હોસ્પિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવા અને હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓની અસરકારક સારવાર પર ભાર મૂકવાના કારણે દેશમાં કોરોનાની સિૃથતિને નિયંત્રણ હેઠળ રાખી શકાઈ છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

Corona

દરમિયાન કોરોનાની રસી બનાવી રહેલી સિરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે તેણે ભારત તથા અન્ય ઓછી અને મધ્યમ આવકવાળા દેશો માટે કોવિડ-19ની રસીઓના 10 કરોડ ડોઝનું ઉત્પાદન કરવા માટે ગાવિ અને બીલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે જોડાણ કર્યું છે.

સીરમ ઈન્સ્ટિટયૂટે જણાવ્યું હતું કે, આ જોડાણ મારફત સિરમ ઈન્સ્ટિટયૂટને ઉત્પાદન ક્ષમતા વધારવામાં મદદ કરવા માટે એડવાન્સમાં મૂડી પૂરી પાડવામાં આવશે, જેથી એક વખત કોરોનાની રસીને નિયામકો તથા વિશ્વ આરોગ્ય સંસૃથાની મંજૂરીઓ મળી જાય પછી ગાવિ કોવેક્સ એએમસી હેઠળ 2021ના પહેલા છ મહિના સુધી ભારત અને અન્ય ઓછી-મધ્યમ આવકવાળા દેશોમાં વિતરણ માટે પર્યાપ્ત ડોઝનું ઉત્પાદન કરી શકાય. વધુમાં કંપનીએ જણાવ્યું હતું કે તેણે કોરોનાની રસીના પ્રત્યેક ડોઝની કિંમત ત્રણ ડોલર એટલે કે અંદાજે રૂ. 225 નિશ્ચિત કરી છે. આ નાણાકીય મદદથી એસ્ટ્રાજેનેકા અને નોવાવેક્સની સંભવિત રસીઓના ઉત્પાદનમાં પણ મદદ થશે.

રશિયા કોરોનાની રસીની 12મીએ નોંધણી કરાવશે

સમગ્ર વિશ્વમાં કહેર મચાવનાર કોરોના વાઈરસની રસી બનાવવામાં રશિયાએ બાજી મારી છે. રશિયાના સ્વાસ્થ્ય મંત્રી મિખાઈલ મુરાશ્કોએ જણાવ્યું હતું કે, રશિયાની કોરોનાની રસી ટ્રાયલમાં સફળ રહી છે અને હવે ઑક્ટોબર મહિનાથી દેશમાં વ્યાપક સ્તરે તે લોકોને રસી આપવાનું કામ શરૂ કરશે.

તેણે કહ્યું કે આ રસી લગાવવા માટેનો બધો જ ખર્ચ સરકાર ઉઠાવશે. બીજીબાજુ નાયબ સ્વાસ્થ્ય મંત્રી ઓલેગ ગ્રિદનેવે કહ્યું કે રશિયા 12મી ઓગસ્ટે દુનિયાની પહેલી કોરોના રસીની નોંધણી કરાવશે. ગ્રિદનેવે ઉફા શહેરમાં કહ્યું કે, અત્યારે રસીના પરિક્ષણનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. આ પરિક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમારે એ સમજવાનું રહેશે કે આ રસી સલામત છે.

Read Also

Related posts

રાજ્યસભામાં તોડફોડ વચ્ચે ખેડૂત બિલો પાસ, કોરોનાના કેર વચ્ચે સાંસદ સમરાંગણમાં ફેરવાઈ

pratik shah

રાજ્યસભામાં નિયમો તૂટશે તો કાલે પણ માઈક તોડીશ : સાંસદની ચીમકી

Bansari

ભાજપ અને કોંગ્રેસના આ ધારાસભ્યોને વિધાનસભામાં નહીં મળે પ્રવેશ, કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટીવ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!