GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

કાળમુખો કોરોના: દેશભરમાં ચેપગ્રસ્તોની સંખ્યા 1.98 લાખને પાર, પરિસ્થિતિ વધુ ગંભીર

Corona

સમગ્ર દેશમાં અનલોક-1 લાગુ થયું છે. ત્યારે બીજીતરફ દેશમાં જીવલેણ કોરોના વાયરસથી પોઝિટિવ કેસની સંખ્યા બે લાખને નજીક પહોંચી ગઈ છે. દેશમાં જીવલેણ વાયરસનો ભરડો યથાવત છે, જોકે બીજીતરફ દેશમાં કોરોનાના રિકવર કેસની સંખ્યા વધી રહી છે. આગામી પાંચ  દિવસોમાં રિકવર કેસની સંખ્યા એક્ટિવ કેસ કરતા પણ આગળ નીકળી જશે તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે.

જીવલેણ વાયરસનો ભરડો યથાવત

જ્યારે આ જીવલેણ વાયરસથી અત્યાર સુધીમાં 5 હજારથી વધુ લોકોનાં કરૂણ મોત નિપજ્યા છે. આમ દિવસેને દિવસે પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે. જ્યારે દેશમાં કોરોનાનાં વાયરસથી સારવાર દરમ્યાન ૯૫,૭૫૪ દર્દીઓ સ્વસ્થ થઈને પરત ફર્યા છે.

  • દેશમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા બે લાખને નજીક
  • દેશમાં કોરોનાના પોઝિટિવ કેસઃ ૧,૯૮,૩૭૦
  • અત્યાર સુધી કોરોનાથી દેશમાં મૃત્યુઆંકઃ ૫,૬૦૮
  • દેશમાં કોરોનાના ૯૫,૭૫૪ દર્દીઓ સાજા થયા

દેશમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા બે લાખને નજીક

  • ભારતમાં કોરોનાના રિકવર કેસની સંખ્યામાં વધારો
  • આગામી પાંચ દિવસમાં એક્ટિવ કેસ કરતા રિકવર કેસની સંખ્યા વધે તેવું અનુમાન

કોરોનાથી દેશમાં મૃત્યુઆંકઃ ૫,૬૦૮

છેલ્લા એક દિવસમાં દેશમાં સાત હજાર સાતસો 22 નવા પોઝિટિવ કેસ નોંધાવાથી આરોગ્ય તંત્ર પણ ચિંતિત છે. કુલ પોઝિટિવ કેસની સંખ્યા એક લાખ 98 હજાર 370 સુધી પહોંચી છે.જેમાં 96 હજાર 997 એક્ટિવ કેસ છે.છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં કોરોનાથી 201 દર્દીના મોત થયા અને કુલ મૃત્યુઆંક 5,608 થયો છે..છેલ્લા એક દિવસમાં ત્રણ હજાર આઠસો 92 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે..અને અત્યાર સુધી 95 હજાર 754 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે.

READ ALSO

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!