GSTV

IPL અને ઓલમ્પિક કેન્સલ થશે પણ ભારતમાં યોજાનારી આ ટૂર્નામેન્ટન કેન્સલ નહીં થાય

coronavirus

Last Updated on April 14, 2020 by Karan

કોરોનાના કારણે ટોક્યો ઓલમ્પિક એક વર્ષ માટે રદ્દ કરી દેવામાં આવી છે. તમામ ટૂર્નામેન્ટ કેન્સલ કરવામાં આવી રહ્યા છે. ભારતમાં ઈન્ડિયન પ્રીમીયર લીગની 13મી સિઝન અને ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે જ યોજાનારો ટી ટ્વેન્ટી વિશ્વકપ રદ્દ થાય તેવી અણી પર આવી ગયો છે. દુનિયાભરમાં કોરોના વાઈરસની મહામારીથી આશરે સવા લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. ભારતમાં પણ મૃત્યુ પામનારાઓનો આંકડો 300 ઉપર છે. આમ છતાં ભારત એક મોટા ટૂર્નામેન્ટનું આયોજન કરી શકે છે.

બોક્સિંગની યજમાની

ભારતીય બોક્સિંગ ફેડરેશને આ અંગે ખુલાસો કર્યો છે કે ભારત નવેમ્બર અને ડિસેમ્બરમાં મહિલા અને પુરૂષ એશિયાઈ બોક્સિંગ ચેમ્પિયનશીપની યજમાની કરશે. બીએફઆઈએ ભરોસા સાથે કહ્યું છે કે, ત્યાર સુધીમાં કોવિડ-19ની મહામારી પૂર્ણ થઈ ચૂકી હશે.

1982 બાદ આયોજન

ભારતે છેલ્લે પુરૂષ એશિયાઈ ચેમ્પિયનશિપનું આયોજન મુંબઈમાં 1980માં કર્યું હતું. જ્યારે મહિલા ચેમ્પિયનશીપની યજમાની 2003માં હિસારમાં કરી હતી. ગત્ત વર્ષથી ટૂર્નામેન્ટમાં પુરૂષ અને મહિલા વર્ગના મુકાબલાઓનું આયોજન એક સાથે થવા લાગ્યું. બીએફઆઈના કાર્યકારી નિર્દેશક આરકે સચેતીએ કહ્યું છે કે, એશિયાઈ બોક્સિંગ પરિસંઘની બેઠક બાદ ફેબ્રુઆરીમાં ભારતને યજમાની મળી હતી. ટૂર્નામેન્ટનું આયોજન નવેમ્બર-ડિસેમ્બરના રોજ કરવામાં આવશે અને તમામ વસ્તુઓ સામાન્ય થઈ જતા શહેર પર નિર્ણય લેવામાં આવશે.

જૂન મહિના સુધી બધુ ઠીક થઈ જશે

આર.કે.સચેતીના કહ્યા અનુસાર, એમાં કોઈ શંકા નથી કે અત્યારે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે પણ અમને વિશ્વાસ છે કે જૂન મહિના સુધીમાં આ બધુ થાળે પડી જશે. એ પછી સામાન્ય ગતિવિધિઓ શરૂ થતા ત્રણથી ચાર મહિના લાગશે. આ પ્રતિયોગિતાનું આયોજન સામાન્ય રીતે બે વર્ષે એક વખત કરવામાં આવે છે. પણ ભૂતકાળમાં આયોજન દર વર્ષે પણ થઈ ચૂક્યું છે. સચેતીએ કહ્યું કે, બોલી જાન્યુઆરીમાં લગાવવામાં આવી હતી. કોવિડ-19 સાથે જોડાયેલી સ્થિતિમાં થોડો સુધાર થશે તો એશિયાઈ બોક્સિંગ પરિસંઘ ઔપચારિક ઘોષણા કરશે.

READ ALSO

Related posts

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Zainul Ansari

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

Health / સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે Green Tea, આનું સેવન કરવાનો સૌથી ઉત્તમ સમય અને શ્રેષ્ઠ રીત જાણો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!