GSTV

દેશમાં Coronaનો નવો રેકોર્ડ, મોદી સરકારના ચોપડે ચેપ કાબૂમાં પણ આજે આવ્યા નવા 62 હજાર કેસ

Corona

દેશમાં કોરોના (Corona) સંક્રમણના દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 62,000 કરતા પણ વધારે નવા કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા અપડેટ પ્રમાણે હવે દેશમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 20 લાખ કરતા પણ વધી ગઈ છે અને તેમાંથી 41,585 લોકો મૃત્યુ પામ્યા છે.

અત્યાર સુધીમાં 13,78,000 કરતા પણ વધારે લોકો કોરોનાને માત આપીને સાજા થઈ ગયા છે તથા એક્ટિવ કેસની સંખ્યા 6 લાખ કરતા પણ વધારે છે. આઈસીએમઆરના અહેવાલ પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં 2 કરોડ 27 લાખ કરતા પણ વધારે સેમ્પલ ટેસ્ટ કરાયા છે. ગઈકાલે એટલે કે ગુરૂવારે 6,39,000 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

Corona

દરરોજ 50 હજાર કરતા વધુ નવા કેસ

ઓગષ્ટ મહીનાની શરૂઆતથી જ દેશમાં દરરોજ સામે આવતા નવા દર્દીઓની સંખ્યા 50,000 કરતા વધારે થઈ ગઈ છે. પહેલી ઓગષ્ટથી છઠ્ઠી ઓગષ્ટ સુધીમાં અનુક્રમે 57 હજાર, 54 હજાર, 52 હજાર, 52 હજાર, 52 હજાર, 56 હજાર કરતા પણ વધારે કેસ સામે આવ્યા છે.

આ રાજ્યોમાં સૌથી વધુ એક્ટિવ કેસ

એક રીતે દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 6 લાખ કરતા વધારે છે પરંતુ તેમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રના છે. માત્ર મહારાષ્ટ્રમાં જ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1,46,000 કરતા વધારે છે. તે સિવાય આંધ્ર પ્રદેશમાં 82 હજાર કરતા વધારે, કર્ણાટકમાં 75 હજાર કરતા વધારે, તમિલનાડુમાં 53 હજાર કરતા વધારે અને ઉત્તર પ્રદેશમાં 43 હજાર કરતા વધારે એક્ટિવ કેસ છે.

Corona

આ રાજ્યોમાં સૌથી વધારે મૃત્યુ

કોરોનાથી થતા મૃત્યુ મામલે પણ મહારાષ્ટ્ર પહેલા ક્રમે છે. મહારાષ્ટ્રમાં મૃતકોની સંખ્યા 16,476 થઈ ગઈ છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડુમાં 4461, દિલ્હીમાં 4044, કર્ણાટકમાં 2804 અને ગુજરાતમાં 2556 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. તે સિવાય ઉત્તર પ્રદેશમાં 1857, પશ્ચિમ બંગાળમાં 1846, આંધ્ર પ્રદેશમાં 1681 અને મધ્ય પ્રદેશમાં 929 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.

Read Also

Related posts

મોટા સમાચાર/ સલમાન ખાન, કરણ જૌહર અને ભણશાલી સહિત 8 બોલિવૂડ સેલિબ્રિટીને કોર્ટનું તેડું, નહીં હાજર થાય તો ફરિયાદ થશે

Pravin Makwana

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના રેકોર્ડબ્રેક 1410 કેસ સામે આવ્યા, કુલ મૃત્યુઆંક 3289 પર પહોંચ્યો

Nilesh Jethva

સંસદમાં હોબાળાનો દિવસ: ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે એવી કઈ ટિપ્પણી કરી કે, ચાર વખત સંસદની કાર્યવાહી થઈ ઠપ્પ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!