GSTV

કોરોનાના કારણે ફાર્મેસી ઈંડસ્ટ્રીએ પકડી રફ્તાર, આ કારણે વધી રહી છે રોજગારની તકો

Last Updated on October 20, 2020 by Ankita Trada

કોરોના સંક્રમણે ફાર્મા કંપનીઓનું રેવન્યૂ અને શેરની કિંમતો વધારી દીધી છે. ફાર્મસી સાથે જોડાયેલ રોજગારમાં પણ વધારો કર્યો છે. સ્ટોર અને ઓનલાઈન મેડિરલ સ્ટોર પરથી દવા ડિલીવરીની કારણે આ ઈંડસ્ટ્રીના રોજગારમાં વધારો થયો છે. ઈંડસ્ટ્રીથી જોડાયેલ એક્સપર્ટ્સનું કહેવુ છે કે, આગામી બે-ત્રણ ત્રિમાસિકમાં આ સેક્ટરમાં ફાર્માસિસ્ટ અને ડિલીવરી બોયની માગ 8 થી 10 ટકા વધી જશે.

આગામી 9 મહીનામાં 90 હજાર નોકરીઓ

એક્સપર્ટ્સનું કહેવુ છે કે, ફાર્મેસી સેક્ટરના બિઝનેસમાં વધારો કરવાની જગ્યાએ આગામી 6 થઈ 9 મહીનામાં 64 થી 90 હજાર નોકરીઓ ઊભી થઈ શકે છે. ટીમલીજનું કહેવુ છે કે, ફાર્માસ્યૂટિકલ્સ મેન્યૂફેક્ચરિંગ સેક્ટરમાં ભલે જ રોજગારમાં ધીમાપણું દેખાઈ રહ્યુ છે, પરંતુ તેની સાથે જોડાયેલ રિટેલિંગ અને લોજિસ્ટિક સેક્ટરમાં નોકરીઓમાં તેજી આવી છે. ખરેખર ગ્રાહકોની દવાઓની વધતી જરૂરિયાતના કારણે દવા ડિલીવરીનું કામ ખૂબ જ વધ્યુ છે. કોવિડ-19 ના કારણે મોટી સંખ્યામાં લોકો ઘર બેઠા દવા મંગાવી રહ્યા છે. ઈ-ફાર્મેસી પણ દવા ડિલીવરી વધી છે. ડૉક્ટર બુકિંગ, મેડિકલ, સ્કેનિંગ, ઓર્ડર બુકિંગ, કન્સાઈનમેન્ટ, ડિલવરી, એખાઉન્ટિંગ અને કસ્ટમર રિલેશનશિપ જેવા સેગમેંટમાં રોજગારમાં વધારો જોવામા આવી રહ્યો છે. ટીમલીઝની વેબસાઈટથી જાણવા મળ્યુ છે કે, ફાર્મસી સેક્ટરમાં ફેબ્રુઆરીથી સપ્ટેમ્બરની વચ્ચે અલગ-અળગ ભૂમિકાઓમાં 56 ટકાનો વધારો જોયો છે.

ઓનલાઈન ફાર્મેસીના બિઝનેસમાં રફ્તારથી રોજગાર વધ્યો

એક્સપર્ટ્સ પ્રમાણે છેલ્લા 6 મહીનાઓમાં ફાર્મેસી, ઈ-ફાર્મેસી અને તેનાથી જોડાયેલ બિઝનેસમાં 10 થી 14 હજાર લોકોને રોજગાર મળ્યો છે. આ સમયે ફાર્મા રિસર્ચ, ડિસ્ટ્રીબ્યૂશન, મેન્યૂફેક્ચરિંગ, રિટેલિંગ અને લોજિસ્ટિક્સમાં 15 થી 16 લાખ લોકોને રોજગાર મળ્યો છે. તેમાંથી 8 થી 9 લાખ લોકો સંગઠિત સેક્ટરમાં છે. દવા કંપનીઓ અને મેન્યૂફેક્ચરિંગ યૂનિટોને રિવર્સ માઈગ્રેશનના કારણથી લોકોની ભરતીઓ કરવામાં પરેશાની આવી રહી છે, પરંતુ દવા દુકાનો અથવા ફાર્મેસીમાં લોકોનો રોજગાર વધ્યો છે. 1mg અને ફાર્મઈજી જેવી ઈ-ફાર્મેસી કંપનીઓને લોકોની ભરતીઓ વધારી છે કારણ કે, ઓનલાઈન ઓર્ડર કરવાનું પસંદ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

60 મિનિટ 41 વર્ષ… આખરે કોણ છે આ મહિલા જેણે હોકી ટીમને એક વિદ્યાર્થીની જેમ શીખવ્યું

Pritesh Mehta

મોટા આક્ષેપો/ રાજ્યો સાથે ભેદભાવ ના કરે મોદી સરકાર, ભાજપ શાસિત રાજ્યોને અપાય છે વેક્સિનમાં પ્રાયોરિટી

Vishvesh Dave

ક્રૂર હત્યા/ અમદાવાદમાં પૂર્વ પતિએ જ યુવતીને ચપ્પુના 27 ઘા માર્યા, પ્રેમલગ્ન કરી છોડીને આવતી રહેતાં બદલો લીધો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!