GSTV

ચીનમાં કોરોનાનો કહેર: મોબાઈલ મોંઘા થવાની શક્યતા, ભારતીય બજાર પર થશે ઉંડી અસર

ચાઇનામાં કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક પણ વધ્યો છે. સાથે સાથે આ દેશમાં વેપાર પર પણ ગંભીર અસર જોવા મળી છે, અને મોટા ભાગની કંપનીઓ કામચલાઉ રીતે બંધ થઈ ગઈ છે. તો તેની અસર ભારતનાં ફોન ઉદ્યોગ પર પણ પડશે જેમાં ભારતનાં સ્માર્ટફોન અને ફીચર ફોનની કિંમતોમાં વધારો થવાનો છે.

માર્કેટ જાણકારોની માનીએ તો, 15 દિવસમાં સૌથી વધુ સ્માર્ટફોન મેનુફાઇક્ચરિંગની કિંમતોમાં વધારો થયો છે.આની સૌથી વધુ અસર ફિચર ફોન પર પડશે.ફિચર ફોન નિર્માતા કંપની કિંમતોમાં વધારો કરે તેવા એંધાણ છે.

ફિચર ફોન નિર્માતા કંપની megUS ચીફ સેલ્સ ઓફિસર નિખિલ ચોપરા મુંજબ ફીચર ફોનની કિંમતમાં 10 ટકાનો વધારો થયો.મતલબ 10 હજાર રૂપિયા વાળા ફોનની કિંમતમાં 1000 રૂપિયાનો વધારો થવાની શક્યતા છે.જ્યારે સ્માર્ટ ફોનની કિંમતમાં 6 થી 7 વધારો થવાની શક્યતા છે.એવામાં 40000 રૂપિયા સુધીના સ્માર્ટ ફોનમાં 3 હજાર રૂપિયા કિંમત વધી શકે છે.તેણે કહ્યુ કે આ અસર આવનારા 15 દિવસમાં જ જોવા મળશેય

ભારતમાં પ્રિમિયમ સ્માર્ટફોનનું માર્કેટ સીમિત છે, એવામાં કિંમત વધાવા પર ઓછી અસર પ્રિમિયમ સ્માર્ટ ફોન પર પડશે. રિસર્ચ એનાલિસ્ટ અદવૈત ચોપરા મુજબ ચીની શટડાઉનનું સૌથી વધુ અસર એવા સ્માર્ટ ફોન પર પડશે જે પુરી રીતે ચીનથી આયાત કરવામાં આવે છે. ચીનથી ભારતમાં આયાત થતા સ્માર્ટ ફોનમાં એપલના સ્માર્ટ ફોન છે. ચીનના શટડાઉનની છ મહિના સુધી અસર દેખાશે.આના કારણે ચીનમાં કંપોનેટ પ્રાઇસ વધવાનું અને સ્ટોરેજનું ખતમ થવાનું છે.સપ્લાઇ અને વધુ ડિમાન્ડને કારણે કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે.ચોપરાએ જણાવ્યા મુજબ વધેલી કિંમતોની 60થી 180 દિવસમાં અસર થશે.

READ ALSO

Related posts

મુંબઈની એક હોસ્પિટલમાં 26 નર્સ અને 3 ડૉક્ટર્સ કોરોના પોઝિટીવ, પુણેમાં 42 ડૉક્ટર્સ ક્વારન્ટાઈનમાં

Pravin Makwana

કેટલી છે રાષ્ટ્રપતિની એક મહિનાની સેલરી, 30 ટકા કપાયા બાદ મળશે કેટલું વેતન? અહીં જાણો

Bansari

ન્યૂયોર્કમાં 1.23 લાખ લોકોને કોરોના સ્પર્શી ગયો, લડાઈ માટે ટ્રમ્પે 1000 સૈનિકોને ઉતાર્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!