GSTV

ધ્યાન રાખજો: અમદાવાદમાંથી કોરોનાની ઘાત હજૂ ટળી નથી, મોટી ઘાત આવવાની છે શક્યતા

અમદાવાદ શહેર જે શહેરે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેરને સહન કર્યો છે. અમદાવાદમાં જેટલા કેસ નોંધાયા તેટલા સમગ્ર ગુજરાતમાં અન્ય કોઇ શહેરમાં નથી નોંધાયા. અમદાવાદ બાદ અન્ય શહેરોમાં ઝડપભેર કેસો વધી રહ્યા છે. જેથી અમદાવાદ પરથી કોરોનાની ઘાત ટળી ગઇ તેવું લોકો માનવા લાગ્યા છે.
પણ હકિકત ગંભીર છે.

અમદાવાદ પરથી હજુ ઘાત ટળી નથી. બલ્કે અમદાવાદ પર તો હજુ વધુ મોટી ઘાત આવે તેવી સ્થિતી સર્જાઇ રહી છે. કેમ કે અમદાવાદમાં ફરી વાયરસ લોડ વધી રહ્યો છે. ફરી એકવખત કોવિડની ખાનગી હોસ્પિટલ્સ ભરચક થવા લાગી છે. ત્યાં સુધી કે ખાનગી હોસ્પિટલ્સમાં વેઇટીંગ લિસ્ટ ચાલી રહ્યું છે. અમદાવાદમાં હાલમાં એવા કેસો પણ સામે આવી રહ્યા છે, જે કોરોનાને સમજવામા વધુ કઠીન બનાવી રહ્યા છે.

કેમ કે સામાન્ય રીતે અત્યાર સુધીમાં કોરોનાનો ચેપ લાગી ચૂકેલા દર્દીઓ કોરોનાથી મુક્ત થયા પછી ફરી સંક્રમિત નહોતા થઈ રહ્યા છે. પરંતુ હવે તો એવા કેસો પણ સામે આવી રહ્યા છે, જેમાં એકવખત કોરોનાનો ભોગ બનેલા દર્દી ફરી કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે.

READ ALSO

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!