GSTV

કોરોના ઇમ્પેક્ટ : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સિરીઝ મોકૂફ રાખવાની ફરજ પડી

Last Updated on August 7, 2020 by Mansi Patel

ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં વન-ડે સિરીઝ રમવા માટે ભારત આવનારી હતી પરંતુ કોરોના વાયરસની મહામારીને કારણે શુક્રવારે આ સિરીઝ પડતી મૂકવાનો નિર્ણય લેવાયો હતો. ભારત અને ઇંગ્લેન્ડ આ સિરીઝમાં ત્રણ વન-ડે અને ત્રણ ટી20 મેચની સિરીઝ રમનારી હતી. હવે ભારત અને ઇંગ્લેન્ડ 2021માં ટેસ્ટ સિરીઝ રમી લે ત્યાર બાદ આ મેચો યોજી શકાશે.

બંને ક્રિકેટ બોર્ડ સપ્ટેમ્બરની સિરીઝ 2021 સુધી મુલતવી રાખવા સહમત


બીસીસીઆઈએ જણાવ્યું હતું કે બંને ક્રિકેટ બોર્ડ સપ્ટેમ્બરની સિરીઝ 2021 સુધી મુલતવી રાખવા સહમત થયા છે. ઇંગ્લેન્ડની ટીમ જાન્યુઆરી થી માર્ચ 2021માં ટેસ્ટ સિરીઝ રમી લે ત્યાર બાદ વન-ડે રમશે. આ ઉપરાંત 2021ના જૂન મહિનામાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડશે. બોર્ડ સેક્રેટરી જય શાહે આ નિવેદનમાં જણાવ્યું હતું કે અમે હાલમાં ક્રિકેટને ફરીથી શરૂ કરવાના પ્રયાસો કરી રહ્યા છીએ ત્યારે બીસીસીઆઈ અને ઇસીબી આ સિરીઝની તારીખો સહિતના વિગતવાર કાર્યક્રમ અંગે કામ કરી રહ્યા છીએ.

Related posts

VIDEO: બાબા કા ઢાબાને ફેમસ કર્યા બાદ ગૌરવ વાસને હવે આ કાકાને ફેમસ કર્યા, પાંદડા પર આઈસ્ક્રીમ વેચતો વીડિયો થયો વાયરલ

Pravin Makwana

વાર્યા નહીં, હાર્યા વળ્યા/ રસી નહીં લીધી હોય તે જે વેપારીની દુકાન પોલીસ બંધ નહીં કરાવે, ચેકિંગ પણ નહીં: મળી આ છૂટ

Bansari

ખેડૂતો માટે ખુશખબર: આવતીકાલથી ખાતામાં આવવાના શરૂ થઈ જશે સરકારના રૂપિયા, ફટાફટ આ કામ પતાવી લેજો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!