GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

Coronaથી બચવા રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે વધારવી તે જણાવશે આ વેબ પોર્ટલ, જાણો શું છે ખાસ

Corona

એમ.એસ.યુનિ.ની ટેકનોલોજી અને એન્જિનિયરીંગ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી માહિલ દૂધાત, આકાશ સોરઠિયા સહિત સ્ટાર્ટ સેલના બે પ્રોફેસર તેમજ ન્યૂટ્રીશન વિભાગમાંથી રિસર્ચરે એક વેબ પોર્ટલ બનાવ્યું છે. જેમાં કોરોના (Corona) થી બચવા રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે વધારવી તેનું માર્ગદર્શન આપવામાં આવશે. વિદ્યાર્થી માહિલે કહ્યું કે કોરોનાને ૧૦૦ ટકા તો રોકી શકવાના નથી પણ કેસ ઓછા આવે તે માટે રોગપ્રતિકારક શક્તિ સારી હોવી જરૂરી છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવા શું ખાવું તેની સલાહ આપવામાં આવશે

આ માટે અમે એક મહિનામાં વેબ પોર્ટલ તૈયાર કર્યું છે. જેમાં વ્યક્તિ વેબ પોર્ટલમાં એન્ટર થશે એટલે તેની ઉંમર, હેલ્થની હિસ્ટ્રી તેમજ રોજના ડાયટ વિશે પૂછવામાં આવશે. તેના આધારે તેને રોગપ્રતિકારક શક્તિ વધારવા શું ખાવું તેની સલાહ આપવામાં આવશે. વેબ પોર્ટલ પરથી યુનિ.ના જ ડોક્ટર તેમજ ન્યુટ્રીશન વિભાગના પ્રોફેસર વ્યક્તિના હેલ્થનું ધ્યાન રાખશે. ફક્ત કોરોના જ નહીં પણ તેને કારણે થયેલા લોકડાઉનમાં લોકો બેઠાળું જીવન જીવ્યા છે જેથી ભવિષ્યમાં બીમારી વધી શકે છે તેને ધ્યાનમાં રાખીને રોગપ્રતિકારક શક્તિ વધારતો ડાયટ પ્લાન પણ મૂક્યો છે.

બાળકો અને પુખ્તવયના લોકોને શું ખાવું જોઈએ?

જેમાં બાળકોએ દિવસ અને રાત બંને સમય દૂધ પીવાની સાથે રોજ બે બદામ, એક-એક અંજીર અને ખજૂર, ફળ, જમવામાં રોટલી, દાળ-ભાત શાક તેમજ દહીં લેવું જોઈએ. જ્યારે પુખ્તવયના લોકોએ રોજ રાત્રે હળદરવાળું દૂધ, ૪ બદામ, ખજૂર, અંજીર અને અળસી ખાવી જોઈએ. જમવામાં વિવિધ શાકભાજી અને દહીં સાથે જુવાર, બાજરી, મકાઈ અથવા ઘઉંની રોટલીનો સમાવેશ કરવો જોઈએ.

Read Also

Related posts

હોટ-સ્પોટ બની રહેલા પશ્ચિમના વિસ્તારો, શહેરમાં વાયરસનું જોર ઘટ્યું છેલ્લા 24 કલાકમાં 162 કેસો નોંધાયા

pratik shah

શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય: ધો.10-12ની પૂરક પરીક્ષાઓ જુલાઈમાં નહી લેવાય, વધતા કેસો વચ્ચે સપ્ટેમ્બર સુધી શક્ય નથી

pratik shah

શહેરનાં વાતાવરણમાં આવ્યો પલ્ટો, વહેલી સવારથી અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!