GSTV

કોરોનામાં હોસ્પિટલોએ ખંખેર્યા હોય તો અહીં કરો ઓનલાઈન ફરિયાદ, 10 ટકા દંડ સાથે રિટર્ન મળશે રૂપિયા

Last Updated on December 11, 2020 by pratik shah

અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન(આહના) દ્વારા ખાનગી હોસ્પિટલોમાં કોવિડ સારવારના બિલ મુદ્દે થતાં વિવાદોનો ઉકેલ લાવવા માટે ‘કોવિડ પેશન્ટ બિલિંગ કમ્પલેઇન રિડ્રેસલ સેલ’ની રચના કરવામાં આવી છે. જેમાં દર્દી કે તેના પરિવારજનોએ આહનાની વેબસાઇટ પર ઓનલાઇન ફરિયાદ નોંધવવાની રહેશે અને જો ફરિયાદ સાચી સાબિત થાય તો વધારે લેવાયેલો ચાર્જ અને ૧૦ ટકા રકમ દંડ પેટે દર્દીને પરત ચૂકવવી પડશે. બિલિંગ વિવાદ મુદ્દે રચાયેલા સેલમાં ફરિયાદ અંગે વિવિધ નિયમો બનાવાવમાં આવ્યા છે.

બિલિંગ વિવાદ મુદ્દે રચાયેલા સેલમાં ફરિયાદ અંગે વિવિધ નિયમો બનાવાવમાં આવ્યા

આહના દ્વારા આજે પરિપત્ર જારી કરી આ સેલની રચના કરવામાં આવી છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોવિડ સારવાર માટે લેવાતા ચાર્જમાં પારદર્શકતા જરૃરી છે. કોવિડ સારવાર માટે સરકાર અને આહના દ્વારા વિવિધ દર નક્કી કરવામાં આવ્યા છે. આ મુદ્દે થતાં વિવાદોનો ઉકેલ લાવવા કોવિડ પેશન્ટ બિલિંગ રિડ્રેસલ સેલની રચના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કોવિડ પેશન્ટ બિલિંગ રિડ્રેસલ સેલની રચના કરવાનો નિર્ણય કરવામાં

પહેલી નવેમ્બર-૨૦૨૦ બાદ ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલા દર્દીઓ કે તેના પરિવાજનો ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકશે. આ ઉપરાંત પહેલી નવેમ્બર પહેલા દાખલ અને ડિસ્ચાર્જ થયેલા દર્દીઓના બિલિંગ વિવાદ મુદ્દે પણ એક અલગ પ્રક્રિયા વિચારાધિન છે.

દર્દીઓના બિલિંગ વિવાદ મુદ્દે પણ એક અલગ પ્રક્રિયા વિચારાધિન

ઓનવાઇ ન કમ્પલેઇનમાં જનરલ વોર્ડ અને રેગ્યુલર આઇ.સી.યુ.માં મ્યુનિસિપલ કોર્પોરેશને નક્કી કરેલા ચાર્જ કરતા વધારે ચાર્જ માગવામાં આવે તો ફરિયાદ થઇ શકશે. આ ઉપરાંત પ્રાઇવેટ બેડ કે ડિલક્સ રૃમ માટે આહનાએ નક્કી કરેલા દર કરતા વધુ ચાર્જ લેવાય તો ફરિયાદ થઇ શકશે. વીમા કંપનીઓ દ્વારા થતા ગેરવાજબી કપાત તેમજ હોસ્પિટલ દ્વારા કોઇ ચૂકવણીની રસીદ ન આપવામાં આવે તો ઓનલાઇન ફરિયાદ થઇ શકશે. આ ચારેય કારણ સિવાય કોઇ કારણ અંગેની ફરિયાદ ન લેવાનું એસોસિએશન દ્વાર નક્કી કરાયું છે.

આ ઉપરાંત ફરિયાદ કરતા સમયે ફરિયાદી તરફથી પ્રોસેસિંગ ચાર્જ તરીકે રૃપિયા એક હજાર આપવાના રહેશે અને ફરિયાદ સાચી હોય તો આ પૈસા રિફંડ કરવામાં આવશે. આ ઉપરાંત ફરિયાદ સાચી હોય તો હોસ્પિટલ દ્વારા વધારે લેવાયેલો ચાર્જ દસ ટકા દંડ સાથે દર્દીને ચૂકવવામાં આવશે. ઓવરચાર્જીંગ, વીમા કંપનીઓ દ્વારા ગેરવાજબી કપાત તેમજ હોસ્પિટલો દ્વારા રસીદ ન આપવા સહિતની ફરિયાદના વિકલ્પ

READ ALSO

Related posts

Breaking / નિવૃત્તિ પહેલા રાકેશ અસ્થાનાને મોદી સરકારની મોટી ભેટ, દિલ્હી પોલીસના કમિશનર બન્યા ગુજરાત કેડરના IPS

Zainul Ansari

વડાપ્રધાન મોદીને બંગાળના મુખ્યમંત્રી મળ્યા મમતા બેનર્જી, પેગાસસ પર સર્વપક્ષીય પરિષદ બોલાવવાની કરી માંગ

pratik shah

નવું સંકટ: અમેરિકામાં નવી બીમારીનો ખતરો વધ્યો અનેક લોકો થયા સંક્રમિત: દર્દીઓથી ઉભરાઈ હોસ્પિટલો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!