GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

સરકારનો વીમા કંપનીઓને આદેશ! 10 જુલાઈ પહેલા જ ફરજીયાત Coronaને લઈને જાહેર કરો પોલિસી, જાણો તમને શું થશે ફાયદો

Corona

ભારતમાં કોવિડ-19ના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે અને લોકોમાં કોરોના (Corona) વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દેશમાં કોરોના વાયરસથી અત્યાર સુધી પાંચ લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર ખૂબ જ મોંઘી છે. એવામાં ઈરડા (Insurance Regulatory and Development Authority)એ ઓછામાં ઓછા સમય માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી ઓફર કરવાની પરવાનગી આપી દીધી છે.

ઈરડાએ દેશમાં કોરોના વાયરસના સંક્રમણના મામલાની વધતી સંખ્યાની વચ્ચે વીમા કંપનીઓને 10 જુલાઈ સુધી શોર્ટ ટર્મ પોલિસી અથવા કોવિડ કવચ વીમા પોલિસી લોન્ચ કરવા કહ્યુ છે. ઈરડાએ દરેક વીમા કંપનીઓને આદેશ કર્યો છે કે તેમણે હવે ગ્રાહકોને ફરજીયાત કોરોના પોલિસી આપવી પડશે. આટલું જ નહીં કંપનીઓએ 10 જુલાઈ પહેલા જ આ પોલિસી જાહેર કરવાની રહેશે.

Corona

આ પોલિસી બે પ્રકારની રહેશે.

  1. ‘કોરોના કવચ’ જેમાં ફક્ત કોરોનાની સારવારની સુવિધા મળશે
  2. ‘કોરોના રક્ષક’ જેમાં ગ્રાહકોને 5 લાખની પોલિસી મળશે

શું છે પોલિસીમાં?

ઈરડાએ આ વિશે ગાઈડલાઈન જાહેર કરતા જણાવ્યું છે કે વીમા પોલિસી સાડા ત્રણ મહિના, સાડા છ મહિના અને સાડા નવ મહિનાની રાખવામાં આવી શકે છે. આ પોલિસી કોરોનાથી સંક્રમિત થવા પર કવરેજ પુરુ પાડશે. આ શોર્ટ ટર્મ પોલિસી રહેશે. ત્રણ મહિનાથી ઓછાની પોલિસીની પરવાનગી નથી આપવામાં આવી. જો કોઈ પોલિસી 12 મહિના માટે જાહેર કરવામાં આવે છે તો તેને શોર્ટ ટર્મ હેલ્થ પોલિસી હેઠળ ગણવામાં નહીં આવે. આ પોલિસી કોઈ પણ વ્યક્તિ અથવા સમુહ માટે હોઈ શકે છે. પોલિસી 31 માર્ચ 2021 સુધી લાગુ રહેશે. વીમા કંપનીઓને આવી વીમા પોલિસીઓ પર કામ કરવા આદેશ આપવામાં આવ્યો છે. જેનું વેટિંગ પીરિયડ 15 દિવસથી વધુ ન હોવુ જોઈએ. કોવિડ વીમા પેલિસી 50 હજારથી પાંચ લાખ સુધીની હોઈ શકે છે.  

Corona

આખા દેશમાં એક સરખુ જ હશે પ્રીમિયમ

ઈરડાએ કહ્યું છે કે આ પ્રકારની પોલિસીનું નામ ‘કોરોના કવચ વીમા’ હોવું જોઈએ. કંપની ત્યાર બાદ તેની પાછળ પોતાનું નામ જોડી શકે છે. ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યુ છે કે આ વીમા પોલિસી માટે સિંગલ પ્રીમિયમ ચુકવણી કરવાની રહેશે. આ પ્રીમિયમ આખા દેશમાં એક સરખુ રહેવું જોઈએ. ક્ષેત્ર અથવા ભૌગોલિક સ્થિતિના હિસાબથી આ વીમા પોલિસી માટે અલગ અલગ પ્રીમિયન ન હોઈ શકે. ઈરડાએ સાથે જ જણાવ્યું કે આ વીમા પોલિસીમાં કોવિડની સારવારની સાથે જ કોઈ અન્ય જુની અથવા નવી બિમારીની સારવારના ખર્ચનો પણ સમાવેશ થવો જોઈએ. 

આ હેઠળ હોસ્પિટલોમાં દાખલ થવા અને ઘરે જ સારવાર લેવા આયુષથી સારવાર કરવા અને હોસ્પિટલમાં દાખલ થવા પહેલા અને બાદના ખર્ચને કવર મળશે. ઈરડાએ જણાવ્યું કે સામાન્ય અને સ્વાસ્થ્ય વીમા કંપનીઓ એ સુનિશ્ચિત કરી લે કે આ પ્રકારની પોલિસી 10 જુલાઈ 2020 પહેલા જ ઉપલબ્ધ હોવી જોઈએ.

Read Also

Related posts

આ સરકારી બેંકમાં મળશે બહુજ સસ્તી લોન, ગ્રાહકોને આકર્ષવા માટે લઈને આવી નવી સ્કીમ

Mansi Patel

30 વર્ષની ઉંમર પહેલા જરૂર કરવું જોઈએ આ 3 જગ્યા પર રોકાણ, ભવિષ્યમાં આપશે ઢગલો લાભ

Arohi

રિલાયન્સની મોડલ ઈકોનોમી ટાઉનશિપમાં જાપાની કંપની ટીસુજુકી કરશે રોકાણ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!