GSTV

Corona Health Insurance Policy: કોરોના કવચ કે કોરોના રક્ષક? જાણો કોરોના થાય તો કઇ પોલીસી તમારા માટે છે લાભકારક

કોરોના

કોરોના સંકટને ધ્યાનમાં લેતા માર્કેટમાં વિશેષ કોરોના પોલીસી ઉપલબ્ધ છે. કોરોના કવચ અને કોરોના રક્ષક આવી જ વિશેષ પોલીસી છે. બંને કોરોનાની સારવાર દરમિયાન હોસ્પિટલના ખર્ચને કવર કરતી પોલીસીઓ છે. આ બંને નાના સમયગાળાની પોલીસીઓ છે.કોરોના કવચ અથવા કોરોના રક્ષક પોલીસીમાંથી કઇ પોલીસી લેવી તે નક્કી કરવા માટે આ બંને પોલીસીઓની પૂરી જાણકારી હોવી જરૂરી છે. કોરોના કવચ અને કોરોના રક્ષક પોલીસીના વિભિન્ન પાસાઓ પર વાત કરીએ તો કોરોના રક્ષક ઇનડેમ્નિટી (ક્ષતિપૂર્તિ)ની કેટેગરીનુ ઇન્શ્યોરન્સ છે, જે હોસ્પિટલમાં કોરોનાની સારવારમાં થયેલા તે પૂરા ખર્ચની ચુકવણી કરે છે, જેટલુ સમ અશ્યોર્ડ છે.

કોરોના કવચ હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયેલા વાસ્તવિક ખર્ચની ચુકવણી કરે છે, જેમાં રૂમનુ ભાડુ, રહેવા તથા નર્સિંગનો ખર્ચ સામેલ છે. બંને પોલીસીઓમાં મિનિમમ 15 દિવસનો વેટિંગ પિરિયડ છે. જે બાદ જ પોલીસીધારક દાવો કરી શકે છે.

કોરોના કવચ

વીમા કંપની ઓલ હેલ્થ ઇન્શ્યોરન્સની આ પોલીલીસ છે. તેનો સમયગાળો 105,195 અને 285 દિવસનો છે. વાત પોલીસી કવરની કરીએ તો મિનિમમ 50,000 રૂપિયા અને મેક્સિમમ 5 લાખ રૂપિયા છે.

લાભ- હોસ્પિટલમાં ઓછામાં ઓછા 24 કલાક દાખલ રહેવા પર પોલીસીનો લાભ, હોસ્પિટલમાં દાખલ થવા પર અશ્યોર્ડ રકમની ચુકવણી થશે.

કવર- એક વ્યક્તિ અથવા પૂરો પરિવાર, હોસ્પિટલમાં દાખલ થવા પર 15 દિવસ સુધી હોસ્પિટલ ખર્ચની દૈનિક ચુકવણી, જે અશ્યોર્ડ સમના 0.5 ટકા છે.

કોરોના સુરક્ષા

હેલ્થ ઇઝ વેલ ઇઝ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીની આ પોલીસી છે. આ પોલીસીનો સમયગાળો 105,195 અને 285 દિવસ છે. તેમાં મિનિમમ 50,000 રૂપિયા અને મેક્સિમમ 2.5 લાખ રૂપિયા પોલીસી કવર છે.

લાભ- હોસ્પિટલમાં મિનિમમ 72 કલાક સુધી દાખલ થવા પર પોલીસીનો લાભ, પોઝિટિવ આવતા અને હોસ્પિટલમાં દાખલ થવા પર થતા ખર્ચની રકમની ચુકવણી.

કવર- ફક્ત એક વ્યક્તિ

કેશલેસ

સામાન્ય પોલીસીની મર્યાદા

આમ તો કોરોનાને તમામ સામાન્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પોલીસી કવર કરે છે. જો કે તેની કેટલીક મર્યાદા છે કારણ કે હોસ્પિટલમાં મોટો ખર્ચ કન્ઝ્યુમેબલ્સ પર હોય છે, જેને કોઇ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલીસી સંપૂર્ણ રીતે કવર નથી કરતી.

સામાન્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પોલીસી ધારક જો કોરોના કવચ પોલીસી પણ લે છે અને હોસ્પિટલમાં સારવાર કરાવીને તેનો લાભ લે છે, ત્યારે પણ અગાઉના વર્ષ પહેલા લેવામાં આવેલી હેલ્થ ઇન્શ્યોરન્સ પોલીસીથી તેમને નો ક્લેમ બોનસ મળશે કારણ કે કોરોના કવચ નાના સમયગાળાની પોલીસી છે.

કોરોના કવચ અને કોરોના રક્ષક બંને નાના સમયગાળાની પોલીસીઓ હોવાનો એક લાભ તે પણ છે કે પોલીસીધારકે લાંબા સમય સુધી પ્રીમિયમ ચુકવવુ નહી પડે.

Read Also

Related posts

કાંકરેજ : અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા 6 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

Nilesh Jethva

લદ્દાખ પર લડાઈ/ કાશ્મીરમાંથી અલગ કરી લદ્દાખ સાથે અન્યાય કરી રહી છે મોદી સરકાર, તમામ પાર્ટીઓએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર

Pravin Makwana

અમદાવાદના ઓઢવમાંથી 16 બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા, ફેક્ટરીના માલિકની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!